Last Update : 10-November-2012, Saturday

 

કટ્ટરવાદી મનાતા વિનય કટિયારે જેઠમલાણીનું સમર્થન કર્યું
રામ ખરાબ પતિ હતા, તો મોદી વિશે જેઠમલાણી શું માને છે ? ઃ દિગ્વિજય

સાધુ સંતો અને વિહિપે જેઠમલાણીને માફી માગવા કહ્યું ઃ ભાજપે અંગત મત કહ્યો

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૯
ભગવાન રામ ખરાબ પતિ હતા તેમ કહીને ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ રામ જેઠમલાણીએ વિવાદ ભડકાવ્યો છે. ભાજપના એક હિન્દૂવાદી નેતા વિનય કટિયારે તેમને સમર્થન આપી વિવાદને શાંત પાડવાને બદલે બળતામાં ઘી હોમ્યું છે. જેઠમલાણી આ નિવેદનોથી ભડકેલાં સાધુ-સંતો અને વિશ્વ હિંદૂ પરિષદે તેમને માફી માગવા કહ્યું છે. આ તેમનો અંગત મત છે તેમ કહી ભાજપે આ વિવાદથી અળગા રહેવાનું મુનાસિબ માન્યું છે. કોંગ્રેસને પણ હવે આ મુદાને ભડકાવવાનો મોકો મળી ગયો છે.
દિગ્વિજય સિંહે જેઠમલાણીના આવા નિવેદનો અંગે ભાજપના સીનિયર નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી પાસેથી જવાબો માગ્યા છે.
જેઠમલાણીને સમર્થન આપતાં એક વખત આખા દેશમાં હિન્દૂવાદી ચળવળ ચલાવનાર અને રામ મંદિરના નિર્માણ માટે ચળવળ ચલાવનાર ફાયરબ્રાંડ નેતાઓમાં સ્થાન ધરાવનાર વિનય કટિયારે કહ્યું હતું કે તેઓ તેમના પક્ષના સાથી રામજેઠમલાણીના અભિપ્રાયોથી સંમત છે કેમ કે રામે તેમની પત્નિ સીતા ગર્ભવતી હતા ત્યારે તેમને ત્યજી દીધી હતી. આ બન્ને નેતાઓની અનેક હિંદૂ સંગઠનોએ ભારે ટીકા કરી છે. હિંદુઓમાં અત્યંત પૂજ્ય ભગવાન રામ વિશેના આવા નિવેદનોનો વિરોધ કરી અયોધ્યામાં રામલલા મંદિરના મુખ્ય પુજારી સતેન્દ્ર દાસે કહ્યું હતું કે રામ ખરાબ પતિ હતા તેમ કોઇ મૂરખ કે પાગલ જ કહી શકે છે. આવા સીનિયર નેતા પાસેથી આવી ટિપ્પણીની અપેક્ષા ન હતી. આવા બેજવાબદાર નિવેદનો બદલ તેમણે માફી માગવી જોઇએ.
સાધુ સમાજે જણાવ્યું હતું કે જેઠમલાણી લોકોની ધાર્મિક ભાવનાથી રમત કરે કે હિન્દૂની આસ્થાને ઠેસ પહોંચાડે તેવો હક્ક તેમને કોઇ આપ્યો નથી. હવે તેમાં વિશ્વ હિન્દૂ પરિષદ પણ ઉમેરાયું છે. જેઠમલાણી હિન્દૂ સમાજ અને દેશના સાધુ-સંતોની માફી માગે તેવી માગણી કરતાં તેણે જેઠમલાણીને ધાર્મિક મામલામાં ન બોલવાની સલાહ આપી છે.
કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહે પણ આમાં ઝુકાવ્યું છે. તેમનું કહેવું છે કે રામે તેમની પત્નીને છોડી દીધી એટલે રામ જેઠમલાણીને રામ પસંદ નથી. શું અડવાણીજી આ મામલે પ્રતિક્રિયા આપશે?
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને પણ નિશાન બનાવતાં તેમણે સવાલ કર્યો હતો કે રામ એક સારા પતિ ન હતા તે માટે રામ જેઠમલાણીને તે પસંદ નથી તો તેમનું મોદી વિશે શું કહેવું છે ?
જોકે ભાજપે હાલમાં આ અંગે મૌન સેવ્યું છે અને પક્ષના પ્રવક્તા પ્રકાશ જાવેડકરે એટલું જ કહ્યું હતું કે 'અમે ભગવાન રામમાં માનીએ છીએ. રામ જેઠમલાણીએ શું કહ્યું તે અંગે અમે સંમત નથી. આ તેમનો (જેઠમલાણી)નો વ્યક્તિગત અભિપ્રાય હોઇ શકે છે અને તે ભાજપનું વલણ નથી.'
ગઇકાલે રામ જેઠમલાણીએ એમ કહીને વિવાદનો મધપૂડો છેડયો હતો કે રામ ખરાબ પતિ હતા કેમ કે તેમણે બિચારી સીતાને છોડી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૮૯માં રથયાત્રા કાઢીને ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં રામ મંદિર બાંધવાની આગેવાની સંભાળી હિન્દુત્વનો એજન્ડા આગળ ધર્યો હતો અને તેનો ફાયદો પક્ષને ચૂંટણીમાં મળ્યો હતો. હવે તેમના જ નેતાઓ દ્વારા આ પ્રકારના નિવેદનો પક્ષ માટે આંચકા આપનારા છે. અગાઉ પક્ષ પ્રમુખ નીતિન ગડકરીએ ડોન દાઉદ ઇબ્રાહીમનો આઇક્યૂ વિવેકાનંદ સાથે સરખાવીને વિવાદ ઊભો કર્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved