Last Update : 10-November-2012, Saturday

 

વિજય માલ્યાને ફાયદો થઇ શકે છે
ડીયાજિઓ રૃ.૧૧,૧૬૬ કરોડમાં યુનાઇટેડ બેવરીઝનો ૫૩.૪ ટકા હિસ્સો ખરીદશે

અનેક માળખામાં સોદો હાથ ધરાશે ઃ શેરદીઠ રૃ. ૧,૪૪૦ ચુકવશે

નવી દિલ્હી, તા. ૯
વિશ્વની સ્પિરિટ બનાવતી સૌથી મોટી કંપની ડીઆજિઓ પ્લા.એ યુનાઇટેડ સ્પિરિટ્સમાં ૫૩.૪ ટકા હિસ્સો ખરીદવા માટે રૃ. ૧૧,૧૬૬.૫ કરોડની ઓફર કરી હોવાની જાહેરાત કરી છે. અનેક માળખામાં થનારા આ સોદાથી હાલમાં કિંગફિશર એરલાઇન્સની નબળી કામગીરીને કારણે આર્થિક ભીંસ અનુભવી રહેલાં તેના માલિક વિજય માલ્યાને રાહત થાય તેમ છે.
એક સંયુક્ત નિવેદનમાં બ્રિટનની કંપનીએ જણાવ્યું હતું કે તેણે ભારતની ટોચની કંપની યુએસએલમાં ૨૭.૪ ટકા હિસ્સો ખરીદવા માટે યુનાઇટેડ બ્રેવરીઝ (હોલ્ડિંગસ) લિમિટેડ અને યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ સાથે એક સમજૂતી કરી છે. તે શેરદીઠ રૃ. ૧,૪૪૦ ચૂકવશે. જેના કારણે તેને આટલા હિસ્સા માટે રૃ. ૫,૭૨૫.૪ કરોડ ખર્ચવા પડશે.
વધુમાં ડીઆજિઓ યુએસએલમાં ૧૯.૩ ટકા હિસ્સો ખરીદશે. આ હિસ્સો યુબીએચએલ ગૂ્રપ, યુએસએલ બેનિફિટ ટ્રસ્ટ, પાલમેર ઇન્વેસ્ટમેન્ટ ગૂ્રપ લિમિટેડ અને યુબી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ (યુએસએલની બે પેટાકંપની) અને એસડબ્લ્યૂ બેનિફિટ કંપની (યુએસએલના કેટલાક કર્મચારીઓના લાભ ઉભી કરવામાં આવેલી કંપની) પાસેથી શેરદીઠ રૃ. ૧,૪૪૦ના ભાવે ખરીદવાની ઓફર કરાઇ છે. યુએસએલમાં વધુ ૨૬ ટકા હિસ્સો મેળવવા તે ટેન્ડર ઓફર કરશે.
કંપનીએ જણાવ્યું હતું કે ઉપર જણાવ્યા મુજબ શેરની ખરીદીની પ્રક્રિયા અને ટેન્ડર ઓફર પૂરી થયા બાદ ડીઓજિઓનો હિસ્સો યુએસએલની શેરમૂડીમાં ૫૩.૪ ટકા જેટલો બહુમતિ થઇ જશે. એ માટે તેને કુલ રૃ. ૧૧,૧૬૬.૫ કરોડ ચુકવવા પડશે.
આ સમજૂતીઓ પૂર્ણ થયા બાદ પણ માલ્યા યુએસએલ અને યુબીએચએલના ચેરમેન તરીકે ચાલુ રહેશે. હાલમાં કિંગફિશરની આર્થિક મુશ્કેલીને જોતાં તેમને ફાયદો થઇ શકે તેમ છે

ભંડોળનો ઉપયોગ કિંગફિશર માટે નહિ થાયઃ માલ્યા
હાલમાં વિમાની કંપની કિંગફિશર આર્થિક મુશ્કેલીમાં હોવાને કારણે કામગીરી બંધ કરીને બેઠી છે ત્યારે યુનાઇટેડ સ્પિરિટ્સમાં ૫૩.૪ ટકા હિસ્સો વેચીને કંપનીને રૃ. ૧૧,૧૬૬.૫ કરોડ રૃપિયા મળવાના છે ત્યારે તેનો ઉપયોગ માંદી કંપની માટે નહિ કરવાનું કહીને વિજય માલ્યાએ વધુ એક આંચકો આપ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે વિમાની કંપનીને ફરી બેઠી કરવા માટે આ ભંડોળનો ઉપયોગ નહિ કરવામાં આવે કેમ કે આ વેચાણ તે હેતુ માટે કરવામાં આવ્યું નથી. તેને ઉગારવા માટેની કામગીરી અલગરીતે હાથ ધરાશે.
હિસ્સાની પ્રાપ્તિની પ્રક્રિયામાં છ વર્ષ જેટલો સમય લાગશે તે પછી ભારત ડીયાજિઓ માટે અમેરિકા પછી બીજાક્રમનું સૌથી મોટું બજાર બની જશે. તેમણે કહ્યું હતું કે 'આ કોઇ વેચાણની પ્રક્રિયા નથી. મેં ડીયાજિઓની સંગઠનની જરૃરિયાતોને મંજૂરી આપી છે અને તેના આ પગલાંને દિલથી આવકાર્યા છે.મેં પરિવારના ઘરેણાં વેચ્યા નથી. ઉલટાનો તેમાં ઉમેરો કર્યો છે.'

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved