Last Update : 10-November-2012, Saturday

 

ધનતેરસ પૂર્વે સોનુ ઊછળી રૃ.૩૨૦૦૦ કુદાવી ગયું

ચાંદી રૃ.૬૨ હજારમાં વેચાઈ ઃ વૈશ્વિક ઊછાળો તથા રૃપિયો તૂટવા ઉપરાંત આવકવેરાની તપાસના પગલે ઝવેરી બજારોમાં તેજી

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૯
દેશમાં ધનતેરસ અને ત્યારપછી દિવાળીના તહેવારો નજીક આવ્યા છે ત્યારે ઝવેરી બજારોમાં સોના ચાંદીના ભાવોમાં ઝડપી તેજી આવતાં ઝવેરીઓ તેમ જ મોસમી ખરીદી કરવા બજારમાં આવતા ગ્રાહકો આજે સ્તબ્ધ થઈ ગયા હતા. અધુરામાં પુરું દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા ખાતાની ઊગ્ર તપાસ શરૃ થતાં બજારે નવો આંચકો અનુભવ્યો છે મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૫૦૦ ઉછળ્યા હતા.
જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૧૭૦૦થી વધુ ઉછળી મોડી સાંજે કિલોના રૃ.૬૨૦૦૦ની સપાટીને આંબી ગયા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કિટમાં આજે રૃ.૫૦૦૦ની તેજી આવી હતી. વિશ્વ બજારમાં સોનામાં આવેલી તીવ્ર તેજી ઉપરાંત ઘરઆંગણે રૃપિયા સામે ડોલરના ભાવો પણ ઉછળતાં સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ દિવાળી ટાંકણે આસમાને પહોંચી હતી.
મુંબઈમાં આજે સોનાના ૧૦ ગ્રામના ભાવો રૃ.૫૦૦ વધી મોડી સાંજે ૯૯.૫૦ના રૃ.૩૧૭૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૮૫૦ બોલાઈ ગયા હતા જયારે સોનાના બિસ્કિટ રૃ.૫૦૦૦ વધી રૃ.૩૭૨૫૦૦ બોલાઈ રહ્યા હતા. ચાંદી ૯૯૯ના આજે કિલોના રૃ.૧૭૦૦ વધી મોડી સાંજે રૃ.૬૨ હજારને આંબી ગયા હતા. જયારે અમદાવાદમાં સોનાના ભાવો ઉછળી છેલ્લે રૃ.૩૨૦૫૦ રહ્યા હતા. દિલ્હી ઝવેરી બજારમાં સોનાના ભાવો આજે વદી ૯૯.૫૦ના રૃ.૩૧૮૪૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૨૦૪૦ બોલાયાના સમાચારો હતા. વિશ્વ બજારમાં સ્પેનમાં બેઈલ આઉટ પ્રશ્ને વિલંબ થતાં તથા ગ્રીસમાં આર્થિક નીતિ સખત બનાવવાના પ્રશ્ને જનતામાં રોષ વધ્યાના નિર્દેશોએ સેફ હેવન રોકાણ તરીકે વૈશ્વિક હેજ ફંડો સોનામાં લેવાલ રહ્યાના સમાચારો હતા. આ ઉપરાંત અમેરિકામાં ઓબામા ફરી ચૂંટાઈ આવતાં ત્યાં હવે સરકાર અર્થતંત્રને મજબૂતી લાવવા પ્રયત્નો વેગીલા બનાવશે એવી આશાએ ડોલર વઘી રહ્યો છે. વિશ્વ બજાર પાછળ મુંબઈમાં પણ આજે ડોલરના ભાવો રૃ.૫૪.૩૬થી વધી રૃ.૫૪.૭૫થી ૫૪.૭૬ બોલાયા હતા. આમ આજે ડોલર સામે રૃપિયો તૂટી બે મહિનાના તળિયે જતો રહ્યો હતો. રૃપિયા સામે ડોલર વધી જતાં તથા વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓ વધી જતાં સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટમાં રાતોરાત મોટો વધારો થયો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૭૧૯થી ૧૭૨૦ ડોલરવાળા આજે ઉછળી મોડી સાંજે ૧૭૩૭થી ૧૭૩૮ ડોલર રહ્યા હતા. જયારે સોના પાછળ ચાંદીના ભાવો વિશ્વ બજારમાં ૩૧.૯૪થી ૩૧.૯૫ ડોલરવાળા ઉછળી મોડી સાંજે ૩૨.૬૯થી ૩૨.૭૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં સોનામાં હેજફંડો સતત લેવાલ રહ્યા હતા. ઘરઆંગણે જો કે દિવાળી ટાંકણે ભાવો વધતાં તથા મુંબઈ બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં મોસમી માંગને પ્રતિકુળ અસર થવાની ભીતિ બતાવાતી હતી, ધનતેરસ પૂર્વે ભાવો વધી જતાં શો-રૃમ વાળા ચિંતીત બન્યા છે.
આવકવેરા વિભાગની દુકાનદારોની તપાસ મુંંબઈ બજારમાં ગુરૃવારથી શરૃ થઈ હતી અને આ તપાસ આજે પણ ચાલુ રહેતાં તથા બેંકોના લોકરો સુધી વેરા અધિકારીઓ પહોંચી ગયાની ચર્ચા વચ્ચે ઝવેરી બજારમાં ગભરાટની લાગણી ફેલાઈ હતી. આના પગલે બજારમાં માલોની આવકોને પણ ફટકો પડયો છે અને તેજીને નવું કારણ મળ્યું છે.
મુંબઈ બજારમાં શરૃ થયેલી વેરાની તપાસનું પગેરું અન્ય શહેરોની બજારોમાં આગળ વધવાની ભીતિએ દિવાળી પૂર્વે ઝવેરીઓમાં ચિંતા વધ્યાનું જાણકારોએ જણાવ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved