Last Update : 10-November-2012, Saturday

 

ગુજરાત હાઇકોર્ટનો સામાન્ય પ્રજાને રાહતરૃપ ચુકાદો

ચૂંટણીપંચ ચેકિંગ અને રોકડ જપ્ત ન કરી શકે

 

 

પંચની કાર્યવાહી નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે ઃ સ્ટે માગતી ચૂંટણી પંચની અરજી ફગાવી

અમદાવાદ,તા.૯
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાતના પગલે ચૂંટણીપંચે સમગ્ર ગુજરાતમાં લાગુ કરેલી આદર્શ આચારસંહિતામાં લોકોને રસ્તા પર રોકી ચેકિંગ કરી રોકડ જપ્તીની હાથ ધરવામાં આવતી કાર્યવાહીને ગુજરાત હાઇકોર્ટે આજે ગેરબંધારણીય ઠરાવી છ. જે તાત્કાલિક અસરથી બંધ કરવી. બધી કાર્યવાહી નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. નાગરિકના અંગત જીવનનના અધિકારમાં દખલગીરી કરી શકાય નહીં. સંસદ કાયદો ઘડવા સક્ષમ છે પરંતુ ચૂંટણીપંચ આચારસંહિતાના નામે પૂરક કાયદો બનાવી શકે નહીં. ચૂંટણીપંચે આ ચૂકાદા સામે અપીલ કરવા માટે સ્ટેની કરેલી વિનંતી પણ હાઇકોર્ટે ફગાવી દીધી હતી.
પ્રજાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરતાં આ ચૂકાદાના કારણે ગુજરાતની પ્રજા દિવાળીના ઉત્સવ નિર્ભય રીતે આનંદ ઉત્સાહથી ઉજવી શકશે.
ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ અને ભાગ્યોદય જનપરિષદે ચૂંટણીપંચની આદર્શ આચરસંહિતાની કાર્યવાહીની કાયદેસરતાને પડકારતી કરેલી રિટ અંગે ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેન્ચે આજે નોંધપાત્ર ચૂકાદો આપ્યો હતો. નાગરિકોના જીવન જીવવના અધિકાર, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અને ઇન્કમટેક્સ એક્ટને ધ્યામાં લેતાં ચૂંટણીપંચ આચારસંહિતાના અમલની કાર્યવાહી કરીને દખલગીરી કરી રહ્યું છે અને પૂરક કાયદા તરીકે લાગુ કરી રહ્યું છે. આવી આચારસંહિતાની સૂચનાઓ જારી કરી શકાય નહી.
નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણીઓ માટે આ કાર્યવાહી કરવામાં આવતી હોવાની ચૂંટણીપંચની દલીલને હાઇકોર્ટે ફગાવી દેતા કહ્યું હતું કે ચૂંટણીની જાહેરાત સાથે આવી આચારસંહિતા લાગુ કરી શકાય નહીં. ખરેખર ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની કાર્યવાહી થાય ત્યારે તેને લાગુ કરી શકાય. આ ઉપરાંત આવી કાર્યવાહીમાં જણાવેલા માપદંડમાં કોઇ વ્યક્તિ રૃા.૨.૪૯ લાખ લઇ જતું હોય તો તે કાયદેસર અને રૃા.૨.૫૦ લાખ લઇ જતું હોય તો તે શકમંદ ગણાય તે બાબત જ બુધ્ધિગમ્ય તર્ક ધરાવતી નથી. અઢી લાખ લઇ જવામાં રાજકીય સંડોવણી હોવાનું અને તેનાથી ઓછી રકમ હોય તો તેમાં રાજકીય સંડોવણી ન હોવાનું કઇ રીતે કહી શકાય. કોઇ વ્યક્તિ બબ્બે વખત પણ અઢી લાખથી રકમ લઇ જતો હોય અને તેમાં રાજકીય સંડોવણી હોઇ શકે છતાં તેને છૂટ મળી શકે. આ બધાં ઉદાહરણો ધ્યાનમાં લેતાં ચૂંટણીપંચનું પગલું તર્કબધ્ધ નથી. ગેરબંધારણીય અને કાયદાકીય સત્તા વગરનુ છે.
હાઇકોર્ટે નોંધ્યું હતું કે દેશના નાગરિકને મુક્ત રીતે હરવા ફરવાનો, અંગત જીવન જીવવાનો અધિકાર એ લોકશાહીના મૂળભૂત બાબત છે જેને મુક્ત અને ન્યાયી ચૂંટણીના બહાને આચારસંહિતાના અમલના નામે હનન કરી શકાય નહીં. અઢી લાખ કરતાં વધુ રકમ લઇ જનાર વ્યક્તિને ફૉર્મ ભરાવવામાં આવે છે જેમાં ઘણી બધી વિગતો તેના અંગત જીવનને લગતી છે જે આ રીતે માગી શકાય નહીં.
હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે હવે પછી સંજોગોમાં કોઇપણ સ્થળે કોઇનું પણ વાહન રોકવું કે તની સર્ચ સીઝર કરવું નહીં સિવાય કે ચૂંટણીપંચને કોઇ ચોક્કસ અને વિશ્વસનીય બાતમી મળી હોય. કોઇ વ્યક્તિનું કૃત્ય ગુનો બનતું હોય તો તેના માટે જુદા જુદા કાયદાઓ છે અને તે કાયદાનો અમલ કરનારા જુદાં જુદાં સરકારના વિભાગો છે. તેઓ જે તે કાયદા અંગે કાર્યવાહી કરવાની હોય છે. ચૂંટણીપંચ આ બધાં સરકારી વિભાગોમાં દખલગીરી કરી શકે નહીં.
ગુજરાતની પ્રજાના મૂળભૂત અધિકારોના થઇ રહેલાં ઉલ્લંઘનનને અટકાવીને બંધારણી હકનુ રક્ષણ કરતાં હાઇકોર્ટના આ ચૂકાદા સામે ચૂંટણીપંચે અપીલ કરવા માટે આ ચૂકાદા સામે સ્ટે ની વિનંતી કરી હતી પરંતુ હાઇકોર્ટે તે ફગાવી દીધી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved