Last Update : 10-November-2012, Saturday

 

ગુજરાતના 106 ઉમેદવારો ચૂંટણી નહીં લડી શકે

લોકસભાની ચૂંટણીના રર ઉમેદવારો અને વિધાનસભાની ચૂંટણીના ૮૬ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ રજૂ ન કરતાં ચૂંટણી પંચનું પગલું

ગાંધીનગર, શુક્રવાર
ચૂંટણીઓમાં ઉમેદવાર દ્વારા કરાતા ખર્ચને લઈને ચૂંટણી પંચ કડક બન્યું છે. પરંતુ ર૦૦૯માં યોજાયેલી લોકસભાની ચૂંટણી અને ર૦૦૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના ૧૦૬ ઉમેદવારોએ હિસાબો રજૂ ન કરતાં ચૂંટણી પંચે આ ઉમેદવારોના ચૂંટણી લડવા પર ચારથી પાંચ વર્ષ સુધીનો પ્રતિબંધ મુક્યો છે.
દરેક ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચની રકમની મર્યાદા નક્કી હોય છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ દરેક ઉમેદવારે તેના ખર્ચનો હિસાબ ચૂંટણી પંચમાં આપવાનો હોય છે. પરંતુ અનેક ઉમેદવારો આવો હિસાબ આપતા નથી. બાદમાં ચૂંટણી પંચ આવા ઉમેદવારો સામે શિક્ષાત્મક પગલાં ભરતું હોય છે. તાજેતરમાં દિલ્હી ખાતે ચૂંટણી પંચની મળેલી બેઠકમાં આવા ઉમેદવારો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓના દેશભરના અનેક ઉમેદવારો સામે શિક્ષાત્મક પગલાં ભરવાની જાહેરાત કરાઈ હતી.
જેમાં વર્ષ ર૦૦૯માં લડાયેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની અલગ-અલગ બેઠકોના રર ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ ન આપતાં તેઓને ર૦૧૪ અને ર૦૧પના વર્ષ સુધી ચૂંટણી લડવામાં ગેરલાયક ઠેરવ્યા છે. સજા પામનારાઓમાં લોકસભાની ૧૦ બેઠકોના મહત્તમ અપક્ષ ઉમેદવારો છે. આવી જ રીતે ર૦૦૭ની ગુજરાત વિધાનીસભાની ચૂંટણીઓ તથા તેના પછી યોજાયેલી પેટા ચૂંટણીઓમાં પણ ૮૬ જેટલા ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કર્યો નહોતો. આથી આ તમામને ર૦૧૪ સુધી ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવ્યા છે. આ સજાના નિર્ણયમાં ર૧ બેઠકોના અપક્ષ અને કેટલાક સ્થાનિક નાના પક્ષોના ઉમેદવારોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ, કોંગ્રેસ કે અન્ય રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો સમયસર હિસાબો આપી દેતા હોવાથી આવા મોટા કોઈ પક્ષના ઉમેદવાર સામે પગલાં લેવાયા નથી. પરંતુ બહુ જ ઓછા મતો મેળવીને પરાજિત થનારા ઉમેદવારો બાદમાં હિસાબો આપવામાં ડાંડાઈ કરતાં હોય છે.

લોકસભાની કઈ બેઠકના કેટલા ઉમેદવારને સજા?

બેઠકનું નામ

ઉમેદવારો

સાબરકાંઠા

કચ્છ(અ.જા.)

પાટણ

મહેસાણા

અમદાવાદ(પૂર્વ)

અમદાવાદ(પશ્ચિમ)

સુરેન્દ્રનગર

રાજકોટ

જામનગર

આણંદ


વિધાનસભાની કઈ બેઠકના કેટલા ઉમેદવારોને સજા?

બેઠકનું નામ

ઉમેદવારો

ધંધુકા

કાલુપુર

અસારવા

શહેર કોટડા(અ.જા.)

જમાલપુર

મણીનગર

રાધનપુર

બારડોલી(એસ.ટી.)

સુરત સિટી(પૂર્વ)

ચોર્યાસી

રાજકોટ-ર

માંડલ

માણસા

ચોટીલા

દહેગામ

અંજાર

૧૦

ગાંધીનગર

સંતરામપુર

રાજગઢ

સેહરા

માંગરોળ(એસ.ટી.)

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved