Last Update : 10-November-2012, Saturday

 

દિવાળી ટાંકણે સોનામાં તેજીની વેગીલી દોટ ઃ દિલ્હીમાં રૃ.૩૨ હજારની સપાટી પાર થઈ

ચાંદી રૃ.૧૦૦૦ ઉછળી રૃ.૬૧ હજાર પાર કરી ગઈ ઃ વિશ્વ બજાર ઊંચકાઈ ઃ ડોલર પણ વધ્યો ઃ મુંબઈ બજારમાં ચાલુ રહેલા આઈટી દરોડા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,શુક્રવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે દિવાળી પૂર્વે તેજી આગળ વધતાં ભાવોમાં નવો મોટો ઉછાળો નોંધાયો હતો. ચાંદીના ભાવો રૃ.૧૦૦૦ જેટલા વધી ગયા હતા. સોન ૧૦ ગ્રામના રૃ.૪૦૦થી વધુ ઉછળ્યું હતું. દિલ્હી બજારમાં સોનાના ભાવો વધી રૃ.૩૨ હજારની સપાટીને આંબી ગયાના સમાચારો હતા.વિશ્વ બજારમાં ભાવો ઉછળતાં તેમ જ ઘરઆંગણે ડોલર વધી જતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ આજે ઝડપી વધી ગઈ હતી. અને તેના પગલે હાજર બજારમાં સોના-ચાંદીની ટાંચી આવકો વચ્ચે બજારમાં નવી વેચવાલી ઓછી રહી હતી જયારે તહેવારોની માંગ જળવાઈ રહી હતી. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૧૨૦૦ વાળા રૃ.૩૧૪૭૫ ખુલી રૃ.૩૧૬૨૦ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૩૩૫ વાળા રૃ.૩૧૬૧૫ ખુલી રૃ.૩૧૭૫૫ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૦૨૯૦ વાળા આજે રૃ. ૬૧૨૧૫ ખુલી રૃ.૬૧૨૪૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૭૧૯થી ૧૭૧૯.૫૦ ડોલરવાળા આજે ઉછળી ૧૭૩૭.૭૦ થઈ સાંજે ૧૭૩૧.૭૦ ડોલર રહ્યાના સમાચારો હતા, જયારે ચાંદીના ભાવો વિશ્વ બજારમાં સોના પાછળ ૩૧.૯૪ ડોલર વાળા ઉંચામાં ૩૨.૪૮ થઈ સાંજે ૩૨.૧૭ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં ડોલરના ભાવો ૫૪.૩૬ વાળા આજે નીચામાં રૃ.૫૪.૩૦ થયા પછી ઉછળી રૃ.૫૪.૭૬ થઈ છેલ્લે ૫૪.૭૫ રહ્યા હતા.મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૬૧૨૫૦થી ૬૧૩૦૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૪૦૦થી ૪૫૦ નીચા બોલાઈ રહ્યા હતા. દરમિયાન, દિવાળી પૂર્વે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ ગુરૃવારથી શરૃ થયા પછી આજે પણ ચાલુ રહી હતી. અને ૮થી ૧૦ દુકોનાની તપાસ થવા ઉપરાંત આ સરકારી અધિકારીઓ બજારમાં આવેલી વિવિધ બેંકોમાં પણ પહોંચ્યા છે અને બેંકોમાં આવતા-જતા વેપારીઓની પણ પૂછપરછો કરી રહ્યાની ચર્ચા હતી. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૨૭૦ વધી ૯૯.૫૦ના રૃ.૩૧૮૪૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૨૦૪૦ રહ્યાના સમાચારો હતા. જયારે ત્યાં ચાંદીના ભાવો હાજરમાં રૃ.૯૪૦ વધી રૃ.૬૦૮૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૬૭૦ વધી રૃ.૬૦૩૦૦ રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved