Last Update : 10-November-2012, Saturday

 

એનપીએ સામે જોગવાઇ ૩૭ ટકા ઘટાડી રૃા.૧૮૩૭ કરોડ કરાઇ

SBI નો ત્રિમાસિક નેટ નફો ૩૦ ટકા વધ્યો ઃ નવી ડૂબત લોન રૃા.૮૪૯૫ કરોડ ઃ NPA વધીને ૫.૧૫% થઇ
રીસ્ટ્રકચર્ડ લોન પણ રૃા.૫૬૪ કરોડથી વધી રૃા.૪૬૯૪ કરોડ કરાઇ

(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઇ તા.૯
ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ (એસબીઆઇ) ૩૦, સપ્ટેમ્બર, ૨૦૧૨ના પૂરા થયેલા બીજા ત્રિમાસિકમાં ડૂબત લોન એનપીએ પેટે ઓછી જોગવાઇ કરીને ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૩૦.૧૬ ટકા વધીને રૃા.૩૬૫૮.૧૪ કરોડ જાહેર કર્યો છે. જ્યારે કુલ આવક ૧૨.૨૧ ટકા વધીને રૃા.૩૨૯૮૩.૪૭ કરોડની નોંધાવી છે. બેંકની કુલ એનપીએ-નોન પરફોર્મીંગ એસેટસ પણ ગત વર્ષના સમાનગાળાની ૪.૧૯ ટકા અને ૩૦, જૂન ૨૦૧૨ની ૪.૯૯ ટકાની તુલનાએ વધીને ૩૦, સપ્ટેમ્બર ૨૦૧૨ના ૫.૧૫ ટકા થઇ છે. જ્યારે નેટ એનપીએ ૨.૨૨ ટકાની તુલનાએ વધીને ૨.૪૪ ટકા થઇ છે. રકમમાં નેટ એનપીએ રૃા.૨૨૬૧૪ કરોડ અને કુલ એનપીએ રૃા.૪૯૨૦૨ કરોડ રહી છે.
સ્ટેટ બેંક દ્વારા બીજા ત્રિમાસિકમાં નોન-પરફોર્મીંગ એસેટસ સામે જોગવાઇઓ પણ ૩૭ ટકા ઘટાડી રૃા.૧૮૩૭ કરોડની કરી છે. ઓછી જોગવાઇથી બેંક નફાનું માર્જીન વધ્યું છે. આ સાથે મજબૂત રીકવરી રૃા.૩૦૦૦ કરોડની જૂન ૨૦૧૨ અંતની તુલનાએ રૃા.૪૫૦૦ કરોડ થતાં નફો વધ્યો છે. અલબત બેંકની નવી ડૂબત લોન રૃા.૮૪૯૫ કરોડ નોંધાઇ છે. જે સામાન્ય રીતે ત્રિમાસિકમાં સરેરાશ રૃા.૮૦૦૦ કરોડ જેટલી રહેતી હોય છે આ વખતે એનાલીસ્ટોનો અંદાજ રૃા.૫૦૦૦ થી ૬૦૦૦ કરોડની નવી ડૂબત લોનનો હતો. આ સાથે સ્ટેટ બેંક દ્વારા રૃા.૪૬૯૪ કરોડની જંગી રકમની લોન રીસ્ટ્રકચર કરી છે. જે ગત ત્રિમાસિકમાં રૃા.૫૬૪ કરોડની કરી હતી. બેંકનો પ્રોવિઝન કવરેજ રેશીયો ૩૦, સપ્ટેમ્બર ૨૦૧૨ના ૬૨.૭૮ ટકા રહ્યો છે. કેપિટલ એડીકવસી રેશીયો ૧૩.૧૪ ટકાની તુલનાએ ઘટીને ૧૨.૬૩ ટકા રહ્યો છે. બેંકની થાપણો વાર્ષિક ધોરણે ૧૬ ટકા વધીને રૃા.૧૧.૩૪ લાખ કરોડ થઇ છે. બેંકે પેન્ડિંગ રીસ્ટ્રકચરીંગ સામે રૃા.૧૧૫ કરોડની અને અમુક નોન-પરફોર્મીંગ સ્થાનિક ધિરાણો સામે રૃા.૧૦૧૦ કરોડની વધારાની જોગવાઇ કરી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved