Last Update : 10-November-2012, Saturday

 

રૃપિયા સામે ડોલર ૩૯ પૈસા ઉછળીને રૃા. ૫૪.૭૫ ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં તેજી અટકી
સ્ટેટ બેંક, ઓએનજીસી, ટાટા સ્ટીલના નબળા પરિણામે સેન્સેક્ષ ૧૬૩ પોઇન્ટ ગબડયો

નિફ્ટી ૫૭૦૦ની સપાટી ગુમાવી ૫૩ પોઇન્ટના ઘટાડે ૫૬૮૬ ઃ પીએસયુ બેંકિંગ શેરોમાં વધતી એનપીએ પાછળ વ્યાપક ઓફ લોડીંગ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શુક્રવાર
કોર્પોરેટ ઇન્ડિયાના બીજા ત્રિમાસિકના પરિણામોની સીઝનના અંતિમ દોરમાં આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ડૂબત-એનપીએ લોન વધ્યાના આંકડા તેમજ ઓઇલ-ગેસ જાયન્ટ ઓએનજીસીના નબળા પરિણામ સાથે મેટલ જાયન્ટ ટાટા સ્ટીલ દ્વારા પણ નફો ભૂંસીને ત્રિમાસિક રૃા. ૩૬૪ કરોડની ચોખ્ખી ખોટ નોંધાવ્યાના આંકડાએ આજે મુંબઇ શેરબજારોમાં ધબડકો બોલાયો હતો. એશીયાના અન્ય બજારોમાં એકંદર મિશ્ર ટ્રેન્ડ સાથે યુરોપમાં ગ્રીસ દ્વારા ઓસ્ટેરિટી ડીલને મંજૂરી છતાં એકંદર સાવચેતીના માનસે મુંબઇ શેરબજારોમાં ટ્રેડીંગની શરૃઆત સાવચેતીએ થઇ હતી. બજાજ ઓટો, સિપ્લા, મારૃતી સુઝુકી અને સ્ટેટ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સનમાં મજબૂતીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૮૮૪૬.૨૬ સામે ૧૮૮૩૨.૭૫ મથાળે ખુલી ક્ષણિક ૪૮.૧૬ પોઇન્ટના સુધારે ઉપરમાં ૧૮૮૯૪.૪૨ સુધી ગયો હતો. પરંતુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ત્રિમાસિક નેટ નફામાં ૩૦ ટકા વૃદ્ધિ છતાં નવી ડૂબત લોન મોટી આવતા બેંક શેરોમાં ફંડો- ખેલંદાઓએ હેમરીંગ કરતા અને ઓએનજીસીના નબળા પરિણામ સાથે ટાટા સ્ટીલ દ્વારા પણ ખોટ નોંધાવાતા મેટલ શેરોમાં વેચવાલી નીકળતા સેન્સેક્ષ ઝડપી ઘટાડાની ચાલે એક તબક્કે ૧૯૯.૮૫ પોઇન્ટ ગબડી જઇ નીચામાં ૧૮૬૫૬.૪૧ સુધી આવી ગયો હતો. જે વેચવાલીનું દબાણ લાંબો સમય જળવાઇ રહી અન્ય ફ્રન્ટલાઇન શેરો ભેલ, એનટીપીસી, આઇસીઆઇસીઆઇ બેંક, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, ઇન્ફોસીસ, વિપ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન, ગેઇલમાં વેચવાલીએ સેન્સેક્ષ અંતે ૧૬૨.૫૮ પોઇન્ટના ઘટાડે ૧૮૬૮૩.૬૮ બંધ હતો.
નિફ્ટી સ્પોટ ઉપરમાં ૫૭૫૧ થઇ ગબડીને નીચામાં ૫૬૭૭ બોલાયો ઃ સ્ટેટ બેંક, ટાટા સ્ટીલ, ઓએનજીસીમાં ધોવાણ
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૭૩૮.૭૫ સામે ૫૭૩૧.૧૦ મથાળે ખુલી શરૃઆતમાં કેઇર્ન ઇન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, મારૃતી સુઝુકી, સ્ટેટ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મજબૂતીએ ઉપરમાં ૫૭૫૧.૭૦ સુધી ગયો હતો. પરંતુ નબળા કોર્પોરેટ પરિણામોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ટાટા સ્ટીલ, ઓએનજીસીમાં ઓફલોડીંગ સાથે અન્ય ફ્રન્ટલાઇન શેરો આઇડીએફસી, સેસાગોવા, અંબુજા સિમેન્ટ, સિમેન્ટ, એસીસીમાં પણ પ્રોફીટ બુકીંગથી નિફ્ટીએ ૫૭૦૦ની સપાટી ગુમાવી જઇ એક સમયે ૬૧ પોઇન્ટ ગબડી નીચામાં ૫૬૮૬.૨૫ સુધી આવી જઇ અંતે ૫૨.૫૦ પોઇન્ટ ઘટીને ૫૬૮૬.૨૫ બંધ રહ્યો હતો.
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ ડાઉન-નેગેટીવ ઃ નિફ્ટી સ્પોટ ૫૭૬૫ ઉપર બંધ જરૃરી ઃ ૫૫૮૫ મજબૂત સપોર્ટ
ટેક્નીકલી, નિફ્ટીએ ક્લોઝિંગ સ્ટોપલોસ ૫૭૦૫ ગુમાવતા નજીકનો ટ્રેન્ડ ડાઉન-નેગેટીવ બન્યો છે. ટેક્નીકલી, નિફ્ટી સ્પોટ હવે ૫૭૬૫ ઉપર બંધ આવવાના સંજોગોમાં જ નજીકનો ડાઉનટ્રેન્ડ બદલાશે. નીચામાં નિફ્ટી સ્પોટ ૫૫૮૫ મજબૂત સપોર્ટ બતાવાઇ રહ્યો છે.
નિફ્ટી ૫૬૦૦નો પુટ નીચામાં ૧૪.૮૦થી ઉછળી ૨૮.૫૦ બોલાયો ઃ ૫૭૦૦નો પુટ ૩૪.૭૫ થઇ ઉછળી ૬૩.૩૦
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ૫૭૦૦નો પુટ ૫,૨૬,૪૨૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૫૧૩૨.૮૨ કરોડના ટર્નઓવરે ૪૦.૮૫ સામે ૪૪ ખુલી ઉપરમાં ૬૩.૩૦ થઇ નીચામાં ૩૪.૭૫ સુધી ગબડી જઇ અંતે ૫૨.૦૫ હતો. નિફ્ટી ૫૮૦૦નો કોલ ૫,૧૦,૮૪૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૪૯૧૫.૮૬ કરોડના ટર્નઓવરે ૪૯.૬૦ સામે ૪૬.૮૦ ખુલી ઉપરમાં ૫૬.૪૦ થઇ નીચામાં ૨૭.૫૦ સુધી પટકાઇ અંતે ૩૨.૬૦ હતો. નિફ્ટી ૫૬૦૦નો પુટ ૩,૮૪,૪૨૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૦૮૦૪.૮૫ કરોડના ટર્નઓવરે ૧૭.૮૫ સામે ૧૮.૫૫ ખુલી નીચામાં ૧૪.૮૦ થઇ ઉપરમાં ૨૮.૫૦ સુધી જઇ અંતે ૨૧.૮૫ હતો.
નિફ્ટી ૬૦૦૦નો કોલ ૬થી ગબડીને ૩.૩૦ ઃ નવેમ્બર નિફ્ટી ફ્યુચર ૫૭૬૫થી ગબડી ૫૭૦૨ બોલાયો
નિફ્ટી નવેમ્બર ફ્યુચર ૨,૧૧,૭૩૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૬૦૭૩.૫૫ કરોડના ટર્નઓવરે ૫૭૬૫.૨૦ સામે ૫૭૫૬.૨૦ ખુલી ઉપરમાં ૫૭૮૨.૧૦ થઇ પાછો ફરી નીચામાં ૫૭૦૨.૬૦ સુધી જઇ અંતે ૫૭૨૫ હતો. નિફ્ટી ૬૦૦૦નો કોલ ૧,૬૩,૫૭૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૪૯૧૦.૭૩ કરોડના ટર્નઓવરે ૬ સામે ૫.૨૫ ખુલી ઉપરમાં ૭.૧૦ થઇ નીચામાં ૩ સુધી ગબડી અંતે ૩.૩૦ હતો. બેંક નિફ્ટી ફ્યુચર ૧૧૬૮૪.૭૫ સામે ૧૧૬૮૨.૦૫ ખુલી ઉપરમાં ૧૧૭૩૩.૪૦ થઇ ગબડી ૧૧૪૮૨.૨૦ સુધી જઇ અંતે ૧૧૫૪૦ હતો.
સ્ટેટ બેંક રૃા. ૮૪૯૫ કરોડની નવી ડૂબત લોનથી શેર રૃા. ૮૭ ગબડીને રૃા. ૨૧૫૬ ઃ નેટ નફો ૩૦ ટકા વધ્યો
બેંકિંગ જાયન્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આજે બીજા ત્રિમાસિકના પરિણામમાં ચોખખો નફો ૩૦.૧૬ ટકા વધીને રૃા. ૩૬૫૮.૧૪ કરોડ અને કુલ આવક ૧૨.૨૧ ટકા વધીને રૃા. ૩૨૯૮૩.૪૭ કરોડ જાહેર કર્યા છતાં બેંકની નવી ડૂબત લોન વધીને રૃા. ૮૪૯૫ કરોડ નોંધાતા અને બેંકે એનપીએ માટે ઓછી જોગવાઇ ૩૭ ટકા ઘટીને રૃા. ૧૮૩૭ કરોડ કરતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં ફંડો- ખેલંદાઓના હેમરીંગે રૃા. ૨૨૪૩.૫૫ સામે રૃા. ૨૨૩૭ ખુલી ઉપરમાં રૃા. ૨૨૬૯ થઇ નીચામાં રૃા. ૨૧૫૧ સુધી ગબડી જઇને અંતે રૃા. ૮૭.૨૦ તૂટીને રૃા. ૨૧૫૬.૩૫ રહ્યો હતો. બેંકની કુલ નોન- પરફોર્મીંગ એસેટસ ૪.૧૯ ટકાથી વધીને ૫.૧૫ ટકા થઇ છે. કેપિટલ એડિક્વસી રેશીયો ૧૧.૪૦ ટકાથી વધીને ૧૨.૬૩ ટકા રહ્યો છે.
બેંકેક્ષ ૧૬૦ પોઇન્ટ તૂટયો ઃ યુનીયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બીઓબી, આઇડીબીઆઇ, આઇસીઆઇસીઆઇ ઘટયા
સ્ટેટ બેંકની ડૂબત લોન વધવાને પરિણામે બેંકિંગ શેરોમાં ફંડો- ખેલંદાઓની તેજીની પોઝિટીવ હળવી થતા બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૧૬૦.૬૫ પોઇન્ટ ઘટીને ૧૩૧૮૬.૯૪ રહ્યો હતો. યુનીયન બેંક રૃા. ૮.૬૫ ઘટીને રૃા. ૨૨૮.૮૦, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૮.૪૫ ઘટીને રૃા. ૨૮૩, આઇડીબીઆઇ બેંક રૃા. ૨.૧૦ ઘટીને રૃા. ૧૦૪.૭૦, આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૧૬.૮૫ ઘટીને રૃા. ૧૦૫૯.૨૦, કેનરા બેંક રૃા. ૬.૯૫ ઘટીને રૃા. ૪૩૫.૬૫, ફેડરલ બેંક રૃા. ૫.૪૫ ઘટીને રૃા. ૪૭૨.૩૦, પીએનબી રૃા. ૭.૮૫ ઘટીને રૃા. ૭૭૦.૩૫, આંધ્ર બેંક રૃા. ૪.૩૦ ઘટીને રૃા. ૧૦૪.૬૦, જેએન્ડ કે બેંક રૃા. ૪૬.૭૫ ઘટીને રૃા. ૧૩૦૫.૩૫, અલ્હાબાદ બેંક રૃા. ૪.૭૦ ઘટીને રૃા. ૧૪૪, ઓરિએન્ટલ બેંક રૃા. ૯.૮૦ ઘટીને રૃા. ૩૧૬.૮૦, દેના બેંક રૃા. ૩ ઘટીને રૃા. ૧૧૧.૬૦, સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર રૃા. ૯.૫૫ ઘટીને રૃા. ૪૦૬.૨૫ રહ્યા હતાં.
ટાટા સ્ટીલે નફો ભૂંસી રૃા. ૩૬૪ કરોડની ચોખ્ખી ખોટ કરતા શેર રૃા. ૧૩ તૂટયો ઃ સેસાગોવા પણ ઘટયો
મેટલ જાયન્ટ ટાટા સ્ટીલના બીજા ત્રિમાસિકના પરિણામમાં ગત વર્ષના સમાનગાળાના રૃા. ૨૧૨.૪૩ કરોડના ચોખ્ખા નફાની તુલનાએ આ વખતે રૃા. ૩૬૩.૯૩ કરોડની ચોખ્ખી ખોટ નોંધાવતા અને ચોખ્ખુ વેચાણ માત્ર ૪.૧ ટકા વધીને રૃા. ૩૩૮૬૭.૩૨ કરોડનું થતાં શેરમાં મોટાપાયે ઓફલોડીંગે રૃા. ૧૩.૧૦ ગબડીને રૃા. ૩૯૦.૫૫ રહ્યો હતો. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨.૪૫ ઘટીને રૃા. ૧૦૦.૩૦, સેસાગોવા રૃા. ૪.૮૦ ઘટીને રૃા. ૧૭૨.૯૫, એનએમડીસી રૃા. ૪.૬૫ ઘટીને રૃા. ૧૭૯.૨૫, સેઇલ રૃા. ૧.૦૫ ઘટીને રૃા. ૮૧.૩૦, કોલ ઇન્ડિયા રૃા. ૨.૨૦ ઘટીને રૃા. ૩૪૬.૨૫ રહ્યા હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૧૫૩ પોઇન્ટ ઘટીને ૧૦૧૩૪.૪૦ હતો.
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફીટ બુકીંગ વધ્યું ઃ ભેલ, લાર્સન, રિલાયન્સ પાવર, એનટીપીસી ઘટયા
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં પણ નફારૃપી વેચવાલીએ ભેલ રૃા. ૫.૦૫ ઘટીને રૃા. ૨૩૨.૩૦, એનટીપીસી રૃા. ૨.૭૦ ઘટીને રૃા. ૧૬૬.૯૫, લાર્સન એન્ડ ટુબ્રો રૃા. ૧૩.૪૫ ઘટીને રૃા. ૧૬૨૦.૯૫, જેએસડબલ્યુ એનર્જી રૃા. ૧.૪૦ ઘટીને રૃા. ૬૦.૯૫, રિલાયન્સ પાવર રૃા. ૧.૮૫ ઘટીને રૃા. ૯૫.૨૫, સિમેન્સ રૃા. ૧૨.૭૫ ઘટીને રૃા. ૬૮૫.૭૦, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૫.૯૦ ઘટીને રૃા. ૪૭૧.૩૦, પુંજ લોઇડ રૃા. ૧.૬૦ ઘટીને રૃા. ૫૨.૫૫ રહ્યા હતાં.
રીયાલ્ટી શેરોમાં તેજીનું ચણતર અટક્યું ઃ અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ, પ્રેસ્ટિજ એસ્ટેટસ, ડીબી રીયાલ્ટી, શોભા ઘટયા
રીયાલ્ટી- પ્રોપર્ટી કંપનીઓના શેરોમાં પણ નફારૃપી વેચવાલીએ બીએસઇ રીયાલ્ટી ઇન્ડેક્ષ ૩૧.૮૬ પોઇન્ટ ઘટીને ૧૯૦૫.૪૪ રહ્યો હતો. અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૪.૨૦ તૂટીને રૃા. ૮૯.૬૫, પ્રેસ્ટિજ એસ્ટેટસ રૃા. ૬.૬૦ ઘટીને રૃા. ૧૬૦.૩૦, ડીબી રીયાલ્ટી રૃા. ૪.૧૫ ઘટીને રૃા. ૧૧૩.૬૫, શોભા ડેવલપર્સ રૃા. ૧૨.૧૫ ઘટીને રૃા. ૩૬૯.૮૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૃા. ૧૦.૧૦ ઘટીને રૃા. ૬૪૦, ઓબેરોય રીયાલ્ટી રૃા. ૪.૨૦ ઘટીને રૃા. ૨૭૨.૪૫ રહ્યા હતાં.
ડોલર ૩૯ પૈસા ઉછળી રૃા. ૫૪.૭૫ ઃ અમેરિકામાં આઉટસોર્સીંગ બિઝનેસના પડકારે આઇટી શેરોમાં વેચવાલી
રૃપિયા સામે ડોલર આજે ૩૯ પૈસા વધીને રૃા. ૫૪.૭૫ થવા છતાં આઇટી- સોફ્ટવેર સર્વિસિઝ કંપનીઓ માટે અમેરિકામાં પ્રમુખ તરીકે બરાક ઓબામા ફરી ચૂંટાઇ આવતા આઉટસોર્સીંગ બિઝનેસ મેળવવાના કપરાં ચઢાણના અંદાજોએ આઇટી શેરોમાં વેચવાલી હતી. વિપ્રો રૃા. ૪.૧૫ ઘટીને રૃા. ૩૭૦.૬૦, ઇન્ફોસીસ રૃા. ૨૫.૬૫ ઘટીને રૃા. ૨૩૪૯.૧૫ રહ્યા હતાં.
ઓએનજીસીનો નેટ નફો ૩૨ ટકા ઘટયો ઃ બેરલ દીઠ ઉપ માત્ર ૪૬.૮ ડોલર ઃ શેર રૃા. ૮ ઘટયો
ઓએનજીસીનો બીજા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧.૭૭ ટકા ઘટીને રૃા. ૫૮૯૬.૫૭ કરોડ અને કુલ આવક પણ ૯.૪૪ ટકા ઘટીને રૃા. ૨૧૭૮૬.૨૨ કરોડની થતાં તેમજ કંપનીને બેરલદીઠ ૧૦૯.૮૫ ડોલર ભાવ ઉપજ થવા છતાં બેરલદીઠ સબસીડી- ડિસ્કાઉન્ટ ૬૩ ડોલર આપવું પડતાં નેટ ધોરણે બેરલદીઠ ૪૬.૮ ડોલરની ઉપર માત્રથી નફામાં ઘટાડાએ શેરમાં વેચવાલી નીકળતા રૃા. ૮.૧૦ ઘટીને રૃા. ૨૫૭.૧૦ રહ્યો હતો.
માર્કેટ બ્રેડથ નેગેટીવ ઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં પ્રોફીટ બુકીંગ ઃ ૨૨૩ શેરોમાં મંદીની સર્કિટ ઃ ૧૭૩૩ શેરો ઘટયા
સ્મોલ-મિડ કેપ, 'બી' ગુ્રપના શેરોમાં પણ નફારૃપી વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૭૩ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૭૩૩ અને વધનારની ૧૧૨૨ રહી હતી. ૨૨૩ શ ેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૨૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી.
એફઆઇઆઇની રૃા. ૨૦૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી ઃ ડીઆઇઆઇની પણ રૃા. ૧૫૪ કરોડની વેચવાલી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૃા. ૨૦૪.૨૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૧૬૭૯.૨૦ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૮૮૩.૪૪ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૧૫૪.૦૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૬૪૨.૭૬ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૭૯૬.૭૮ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved