Last Update : 10-November-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૦-૧૧-૨૦૧૨, શનિવાર
આસો વદ અગિયારસ - આજે વાઘ બારસ
છત્રભંગ યોગ, સાત ધાતુના ભાવ વધે ?

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા - લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૫૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૪૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૦ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૩૯ મિ. (સૂ) ૭ ક. ૩૫ મિ. (મું) ૭ ક. ૩૨ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશ આવશે.
નક્ષત્ર ઃ ઉત્તરા ફાલ્ગુની રાત્રે ૯ ક. ૫૬ મિ. સુધી પછી હસ્ત.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-તુલા, મંગળ-ધન, બુધ-વૃશ્ચિક, ગુરુ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-કન્યા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન હેમંત ઋતુ રા.દિ. કા. ૧૯- માસ-તિથિ-વાર- આસો વદ અગિયારસ ને શનિવાર (વાઘ બારસ)
- આજે રમા એકાદશી છે. છત્રભંગ યોગ.
- આજે વાઘ બારસ, ગોવત્સ દ્વાદ્વશી છે.
- વૈદ્યૃતિયોગ બપોર ૨ ક. ૩૫ મિ. સુધી
- મૃત્યુ યોગ રાત્રે ૯ ક. ૫૬ મિ. થી શરૃ.
- યમઘંટ યોગ રાત્રે ૯ ક. ૫૬ મિ. થી શરૃ.
- બુધ અસ્ત પશ્ચિમમાં. બજારમાં વધઘટ ? રૃમાં મંદી ? ૧૦ થી ૧૦ જેટલી મંદી ?
- નેતાઓને, રાજકારણીઓને પીડા ?
- હવામાનમાં ફેરફારી ? કોઇ સ્થળે વરસાદ થાય ? સાત ધાતુના ભાવ વધે ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૨૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ખોરદાદ માસનો ૨૫ રોજ આશીશવંધ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપના નોકરી-ધંધાના કામમાં હળવાશ, રાહત અનુભવાય. ઘર પરિવારના પુત્ર પૌત્રાદિકના કામ અંગે ખર્ચ થાય. બહાર જવાનું થાય.

વૃષભ ઃ આપના રોજીંદા કામ ઉપરાંત વધારાના કામમાં, પરિવારના કામમાં ધીરજ, શાંતિ રાખવી. નાણાંકીય વ્યવહારમાં સંભાળવું પડે.

મિથુન ઃ સગા સંબંધી- મિત્રવર્ગના કારણે, નોકરી-ધંધાના કારણે આજે ચિંતા-ખર્ચ અનુભવાય. સીઝનલ ધંધામાં નાણાંની લેવડ દેવડમાં સંભાળવું.

કર્ક ઃ યાત્રા-પ્રવાસ, મુલાકાત અંગે, ધર્મકાર્ય અંગે ચર્ચા વિચારણા થાય. સગા સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય. નોકરી-ધંધાનું કામ ઉકેલાય.

સિંહ ઃ આપના રોજીંદા કામમાં હળવાશ, રાહત અનુભવતા જાવ. નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. સગા સંબંધી- મિત્રવર્ગનું કામ ઉકેલાય.

કન્યા ઃ આપ હરો ફરો, કામકાજ કરો, ઇચ્છા-અનિચ્છાએ વાત કરો, પરંતુ આપના હૃદય-મનની વ્યગ્રતા ચિંતા ઉચાટના કારણે આનંદ જણાય નહીં.

તુલા ઃ આપના નિકટના સ્વજન- સ્નેહી- મિત્રવર્ગ માટે ખર્ચ થાય. વધારાના કામની વ્યસ્તતા રહે. નોકરી-ધંધાના કામમાં પૈસાની લેવડ દેવડમાં સંભાળવું.

વૃશ્ચિક ઃ નોકરી-ધંધાના કામમાં ફાયદો- લાભ જણાય. બહાર જવાનું થાય. પુત્ર પૌત્રાદિકના કામમાં રાહત આનંદ અનુભવો. મીલન મુલાકાત થાય.

ધન ઃ આપના જવાબદારીવાળા નોકરી-ધંધાના કામના ઉકેલ માટે સાનુકુળતા જણાય. ધંધો, આવક થાય, ધર્મકાર્ય શુભ કાર્ય થાય.

મકર ઃ યાત્રા-પ્રવાસ મીલન મુલાકાત, ધર્મકાર્ય, શુભકાર્યથી ખર્ચ થાય પરંતુ આનંદમાં રહો. આકસ્મિક કોઇ ફાયદો- લાભ થાય.

કુંભ ઃ આજે આપના રોજીંદા કામકાજમાં, ખાવાપીવામાં તેમજ વાહન ચલાવવામાં સંભાળવું પડે. નાણાંકીય ખર્ચના પ્રશ્ને ચિંતા રહે.

મીન ઃ હૃદય-મનની પ્રસન્નતા છતાં આંતરિક મનોવ્યથા, દ્વિઘા, ચિંતામાં કંઇ ગમે નહીં. કામ કરવા ખાતર, બોલવા ખાતર પ્રયત્ન કરતા હોય તેમ લાગે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૦-૧૧-૨૦૧૨, શનિવાર

આજથી શરૃ થતું આપનું જન્મ વર્ષ ધર્મકાર્ય, શુભકાર્ય, યાત્રા-પ્રવાસનું રહે. તમારા કામકાજમાં આકસ્મિક સફળતા જણાય. અશકય કામ અથવા વર્ષોથી જે કામ રૃકાવટવાળું હોય તે સરળતાથી શકય બની શકે. વર્ષારંભે સામાજીક, વ્યવહારિક, કૌટુંબીક કામ અંગે ચિંતા - ખર્ચ યાત્રા-પ્રવાસ થાય. વિશેષમાં -- નોકરી-ધંધાના કામમાં આપને સાનુકુળતા રહે. તમારી આવક- બચત- ખર્ચના આયોજનમાં તકલીફ પડે નહીં. નોકરીમાં બઢતી સાથે સ્થળાંતરનો યોગ આવે. ધંધાના વ્યાપ વિસ્તાર આવકમાં વધારો થાય. નવા જુના સંબંધોથી ફાયદો લાભ થાય.- શારિરીક, માનસિક સ્વસ્થતા તમારી કાર્યશકિતમાં, આનંદ-ઉત્સાહમાં વધારો કરે. તમે વધુ કાર્યરત, વ્યસ્ત રહી સફળતા પ્રગતિ પ્રાપ્ત કરી શકો.- પુત્ર-પૌત્રાદિકથી, પત્નીથી આપને હળવાશ રહે. તેમના કામકાજમાં પ્રગતિ જણાય. તેમના પ્રશ્નો ઉકેલાતા જાય. પરિવારનું કામ સાનુકુળતાવાળું રહે.- સ્ત્રીવર્ગને ધર્મકાર્ય આધ્યાત્મિતાથી હૃદય-મન પ્રસન્ન રહે. અવિવાહીતને વિવાહ લગ્નનું નક્કી થાય.- વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં સાનુકુળતા રહે. આકસ્મિક સારી તક પ્રાપ્ત થાય. આત્મવિશ્વાસ વધે.

 

સુપ્રભાતમ્

- સર્વ પ્રકારના સંગ્રહોમાં હે રાજન ! અનાજનો સંગ્રહ ઉત્તમ છે. કારણ રત્નને પણ મુખમાં મૂકવાથી કૈં તે પ્રાણ ટકાવી શકતું નથી !

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલીના લગ્ન થઇ ગયા અને પતિ લલ્લુ ઘરજમાઇ થઇને રહેતો હતો. એક દિવસ લીલીની બહેનપણી ચંપાનો ફોન આવ્યો અને કહે, ''તારે તો મજા થઇ ગઇ! વર ઘરજમાઇ એટલે તારે સાસરે તો નહીં જવાનું! તારે તો મજા થઇ ગઇ!''
''ના રે, અલી! શું કહું તને?'' લીલી બોલી, ''ઉલટાનું એ મને ધમકાવ્યા કરે છે.''
''કેમ કેવી રીતે?'' ચંપા બોલી, ''હું કંઇ સમજી નહીં...''
''એ વારે વારે પિયર ચાલ્યા જવાની ધમકી આપ્યા કરે છે, બોલ!'' લીલી બોલી.

[Top]
 

આજ ની રેસીપી

દિવાળીનાં નાસ્તા-મીઠાઈ

પૂરીચાટ

 

સામગ્રી ઃ મેંદાની કડક પૂરી ૨૦-૨૫ નંગ, ૨૦૦ ગ્રામ રાજમા, ચાર ટેબલસ્પૂન બટર, બે ટેબલસ્પૂન ટામેટા સોસ, લાલ મરચું, મીઠું, તાંદુરી મસાલો કેે ચીલી હોટ સોસ, બારીક સમારેલી કોબી, ટામેટાં, લીલા કાંદા.

 

રીત ઃ રાજમાને ત્રણ-ચાર કલાક પલાળીને કૂકરમા બાફી લેવા. હવે એક વાસણમાં રાજમા, બટર, ટમેટો સોસ, મરચું-મીઠું, તંદુરી મસાલો બઘું નાખી ગરમ કરો. રાજમાને થોડા ક્રશ કરવા ઘટ્ટ થવા દેવું. પીરસતી વખતે ડિશમાં ત્રણ-ચાર પૂરી મૂકી ઉપર ગરમ રાજમાનું પૂરણ મૂકી ઉપર કોબી, ટામેટાં, કાંદો હોટ ચીલી સોસ નાખી ચીઝ ભભરાવવું. રાજમા આગલા દિવસે તૈયાર કરીને ફ્રીઝમાં રાખવા તો બીજા દિવસે આરામથી મહેમાનને પીરસી શકાય.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved