Last Update : 09-November-2012, Friday

 

મેચ રમવા પરનો આજીવન પ્રતિબંધ ઉઠાવી લેવાયો
અઝહરૃદ્દિન મેચ ફીક્સીંગના આરોપમાં નિર્દોષ ઃ આંધ્ર હાઇકોર્ટ

ભારતીય બોર્ડ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો અઝહરનો ઇન્કાર બોર્ડ પણ ચુકાદાનો અભ્યાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરશે

નવી દિલ્હી/હૈદરાબાદ,તા.૮
આંધ્ર પ્રદેશની હાઇકોર્ટે આજે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સાંસદ મોહમ્મદ અઝહરૃદ્દિન પર બીસીસીઆઇ દ્વારા મેચ ફિક્સિંગ કૌભાંડ બાદ વર્ષ ૨૦૦૦થી મુકવામાં આવેલા આજીવન ક્રિકેટ પ્રતિબંધને ગેરકાયદેસરનો ગણાવ્યો હતો. આ સાથે ક્રિકેટમાં ખેલાડી તરીકે નહીં પણ એડમિનિસ્ટ્રેટ તરીકે અથવા તો કોચ તરીકે અઝહરૃદ્દિનના પુનરાગમનનો માર્ગ મોકળો બની ગયો છે. અઝહરૃદ્દિનને રાહત આપતા ચુકાદામાં કોર્ટે કહ્યું હતુ કે, કાયદાની દ્રષ્ટીએ અઝહર પર ભારતીય ક્રિકેટ બોર્ડે મુકેલો પ્રતિબંધ ચાલી શકે તેવો નથી. હાઇકોર્ટના ચુકાદાને આવકારતાં અઝહરૃદ્દિને કહ્યું હતુ કે, તેના મનમાં કોઇ તરફ રોષ નથી અને તે બીસીસીઆઇ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નથી. જ્યારે બીસીસીઆઇએ ખુબ જ સાવચેતીથી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતુ કે, અમારી કાયદાકીય ટીમ આ ચુકાદાનો અભ્યાસ કરીને આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે.
બીસીસીઆઇએ વર્ષ ૨૦૦૦માં પ્રકાશમાં આવેલા મેચ ફિક્સિંગ કૌભાંડમાં તપાસ બાદ અઝહરૃદ્દિન પર કોઇ પણ પ્રકારનું સત્તાવાર ક્રિકેટ રમવા પર આજીવન પ્રતિબંધ મુકી દીધો હતો. જેની સામે અઝહરૃદ્દિને કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. અઝહર પર જ્યારે પ્રતિબંધ મુકવામાં આવ્યો ત્યારે બોર્ડમાં જગમોહન દાલમિયાંનું પ્રભુત્વ હતું. જ્યારે શરદ પવારના જુથે બીસીસીઆઇમાં સત્તા સંભાળી ત્યારથી અઝહર તરફનું બોર્ડનું વલણ નરમ જોવા મળ્યું છે.
ભારતીય ક્રિકેટમાં બેટ્સમેન તરીકે આગવી ઓળખ ઉભી કરનારા અઝહરૃદ્દિને ૧૯૯૦ના દાયકામાં ભારતીય ટીમની કેપ્ટન્સી સંભાળી હતી. તેના પર જ્યારે પ્રતિબંધ મુકાયો ત્યારે તે ભારતનો સૌથી સફળ કેપ્ટન હતો. અઝહરૃદ્દિને ૯૯ ટેસ્ટમાં ૪૫.૦૩ની સરેરાશથી ૬૨૧૫ રન ફટકાર્યા હતા, જેમાં ૫૧ અડધી સદી, ૨૨ સદી સામેલ છે. જ્યારે તેણે ૩૩૪ વન ડેમાં ૩૬.૯૨ રનની સરેસાશથી ૯૩૭૮ રન ફટકાર્યા હતા, જેમાં ૫૮ અડધી સદી અને ૭ સદી સામેલ હતી.
કોર્ટના ચુકાદાથી હાશકારો અનુભવતા અઝહરૃદ્દિને કહ્યું કે, આ અંગે બીસીસીઆઇનો પ્રતિભાવ કેવો હશે તેની મને ખબર નથી પણ હું તો ભારતીય ક્રિકેટ અને ક્રિકેટરોના ભલા માટે કામ કરવા તૈયાર છું. અઝહરૃદ્દિને ૪૯ વર્ષની ઊંમરે ક્રિકેટર તરીકે પુનરાગમન કરવાની શક્યતાને નકારી હતી પણ બીસીસીઆઇમાં હોદ્દેદાર તરીકે કે પછી કોચિંગમાં કામગીરી સંભાળવામાં રસ દાખવ્યો હતો. તેણે ઊમેર્યું કે, હું કોઇની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નથી. મારે કોઇને આ માટે જવાબદાર ઠેરવવા નથી. જે થયું તે થયું પણ હવે મને કોઇની સામે ફરિયાદ નથી.
અઝહરૃદ્દિને કહ્યું કે, મેં કઇ ખોટું કર્યું નથી, મેં મારા દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે ને એકદમ પ્રમાણિકતા સાથે ક્રિકેટ રમ્યું છે. મારો વિશ્વાસ ક્યારેય ડગ્યો નથી કે હું ક્યારેય ભાંગી નથી પડયો. અઝહરે એમ પણ કહ્યું કે, મારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવનો તેમજ બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સ્વ.રાજ સિંઘ ડુંગરપુરનો આભાર આ સમયે માનવો છે. તેમણે મુશ્કેલીના સમયમાં મને સાથ આપ્યો હતો. બીસીસીઆઇના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ કમલ મોરારકાએ પણ મને ઘણી મદદ કરી હતી. આ સાથે છેલ્લા ૧૨ વર્ષથીે મારી પડખે રહેનારા મારા તમામ ચાહકોનો પણ હું આભાર માનું છું.
દરમિયાનમાં બીસીસીઆઇના ઉપ પ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યં કે, અમારી કાયદાકીય ટીમ આ ચુકાદાનો અભ્યાસ કરશે અને ત્યાર બાદ અમે આગળ શું કરવું તે અંગે નિર્ણય લઇશું. અમે કોર્ટનો ચુકાદો જોયા વિના કંઇ કહી શકીએ તેમ નથી. અઝહરૃદ્દિને બોર્ડ સામે કોર્ટ કેસ કરવાનો ઇનકાર કરતાં બોર્ડ પણ તેનું વલણ નરમ રાખે તેવી શ્કયતા છે.

૨૦૦૬માં આઇસીસીએ અઝહર પરનો પ્રતિબંધ યથાવત રાખ્યો હતો
વર્ષ ૨૦૦૬માં શદર પવાર બીસીસીઆઇના પ્રસિડેન્ટ હતા ત્યારે બોર્ડે અઝહરૃદ્દિન પરથી આજીવન પ્રતિબંધ ઉઠાવી લેવાની વિચારણાં હાથ ધરી હતી. આ વખતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે દરમિયાનગીરી કરતાં આ વિચારણાને અટકાવી હતી. આઇસીસીએ ત્યારે કહ્યું હતું કે, કોઇ પણ પ્રતિબંધ ઉઠાવવાની સત્તા માત્ર આઇસીસીને જ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

કપડાંમાં ભરાવી ફોટો પાડી શકાય તેવો કેમેરા
પરિવારજનોને તંદુરસ્ત રાખવાની રીતો
વધુ મેક-અપ વહેલા મેનોપોઝ માટે જવાબદાર
ચહેરાના ડાઘ કેમ દૂર કરવા
જેવો 'વેશ' તેવા 'કેશ'...
 

Gujarat Samachar glamour

ન્યૂયરની હિરોઈન પ્રિયંકા બનશે
કેટીએ રિહાના સાથે ફ્રેન્ડશીપ તોડી
અનુપમ ખેર એશિયાના શ્રેષ્ઠ પાંચ અભિનેતાઓમાંના એક છે
સોનાક્ષી અને કંગના વચ્ચે સુપરહોટ દેખાવા હોડ લાગી
મધુરે પ્રીતિ જૈન ઉપર બળાત્કાર નહોતો કર્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved