Last Update : 09-November-2012, Friday

 

આર્થિક મંદીમાંથી પસાર થઈ રહેલું
ભારત અફઘાનિસ્તાનને રૃા. ૫૪૦ કરોડની સહાય આપશે

એસડીપીના ત્રીજા તબક્કાને બહાલી અપાઈ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૮
ભારતે આજે આતંકવાદગ્રસ્ત અફઘાનિસ્તાનમાં ૧૦ કરોડ ડોલરની કિંમતના પ્રોજેક્ટોને બહાલી આપી છે. પ્રમાણમાં નાના એવા આ પ્રોજેક્ટો પ્રાથમિક સવલતો માટેના છે અને તેને નાણાં સહાય આપશે. હાલમાં આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલાં ભારતે વડાપ્રધાન મનમોહન સિંહના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં અફઘાનમાં સ્મૉલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ (એસડીપી)ના ત્રીજા તબક્કાને મંજૂરી આપવામાં આવી છે.
આ અંગેની માહિતી આપતાં કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટો માટેનો ખર્ચ ૧૦ કરોડ ડોલર એટલે કે રૃા. ૫૪૦ કરોડ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અફઘાનના પ્રમુખ હામિદ કરઝાઈ ભારતના પ્રવાસે આવવાના છે તેના પહેલાં ભારતે આ નોંધપાત્ર નિર્ણય લીધો છે. એલડીપીનો મુખ્ય હેતુ સ્થાનિક કોમોને મદદ કરવાનો અને સામાજિક-આર્થિક વિકાસને વિકાસવવાનો છે. શિક્ષણ, આરોગ્ય, કૃષિ સહિતના વિભિન્ન ક્ષેત્રોમાં માળખું ઉભું કરી લોકોની સુખાકારી માટેના પગલાં ભરવા આ ભંડોળનો ઉપયોગ કરવામાં આવશે.
વધુમાં ચિદમ્બરમે કહ્યું હતું કે અફઘાનના સ્થાનિક લોકોને એસડીપીથી સીધો ફાયદો થશે. જેમાં અફઘાનના ૩૪ પ્રાંતોને આવરી લેવામાં આવશે. અગાઉ જુલાઈ ૨૦૦૬માં ૧૧,૨૧૬,૧૭૯ અમેરિકી ડોલરના પ્રોજેક્ટો મંજૂર કરવામાં આવ્યા હતા. એ પછી બીજા તબક્કામાં ૮૫,૭૯,૫૩૭ અમેરિકી ડોલરના ૭૧ પ્રોજેક્ટો મંજૂર થયા હતા.
બંને તબક્કાના મોટાભાગના પ્રોજેક્ટો પૂર્ણ થઈ ગયા છે જેને કારણે ત્રીજો તબક્કો મંજૂર કરવામાં આવ્યો છે. હામિદ કરઝાઈ ૯ થી ૧૨ નવેમ્બર ભારતમાં આવશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

કપડાંમાં ભરાવી ફોટો પાડી શકાય તેવો કેમેરા
પરિવારજનોને તંદુરસ્ત રાખવાની રીતો
વધુ મેક-અપ વહેલા મેનોપોઝ માટે જવાબદાર
ચહેરાના ડાઘ કેમ દૂર કરવા
જેવો 'વેશ' તેવા 'કેશ'...
 

Gujarat Samachar glamour

ન્યૂયરની હિરોઈન પ્રિયંકા બનશે
કેટીએ રિહાના સાથે ફ્રેન્ડશીપ તોડી
અનુપમ ખેર એશિયાના શ્રેષ્ઠ પાંચ અભિનેતાઓમાંના એક છે
સોનાક્ષી અને કંગના વચ્ચે સુપરહોટ દેખાવા હોડ લાગી
મધુરે પ્રીતિ જૈન ઉપર બળાત્કાર નહોતો કર્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved