Last Update : 08-November-2012, Thursday

 

'મોહન' અને મનમોહનની સરખામણી !

- મન્નુ શેખચલ્લી


ગડકરીએ વિવેકાનંદ અને દાઉદ ઈબ્રાહિમની સરખામણી કરતાં કહ્યું કે બન્નેનો આઈક્યુ સરખો છે, પણ એકે તેનો ઉપયોગ પોઝિટીવ રીતે કર્યો અને બીજાએ નેગેટીવ રીતે...
આટલી સીધીસાદી વાતમાં પણ મિડીયાએ હોબાળો મચાવી મુક્યો કે વિવેકાનંદની સરખામણી દાઉદ સાથે થાય જ શી રીતે?
વાત સાચી છે. મહાન માણસોની સરખામણી મહાન લોકો સાથે જ થવી જોઈએ. દાખલા તરીકે મોહનદાસ કરમચંદ ગાંધી અને મનમોહનસિંહ!
* * *
પેલા મોહનદાસ અહિંસામાં માનતા હતા અને આ મનમોહન મૌનમાં માને છે.
* * *
મોહનદાસે અહિંસાના શસ્ત્ર દ્વારા કાયરને પણ બહાદૂર બનાવી દીધા. જ્યારે મનમોહને મૌનના હથિયાર વડે ચોરને શાહુકાર બનાવી દીધા.
* * *
મોહનદાસ મનમાં બોલ્યા હતા કે ''કાંડુ ખડે તો ખડે, પણ કોચનો સળિયો તો નહિ જ છોડું...''
મનમોહન મનમાં બોલી રહ્યા છે કે ''ગાદી પડે તો પડે પણ મોં તો નહિ જ ખોલું...''
* * *
મોહનદાસ કહી ગયા કે ''મારું જીવન એ જ મારો સંદેશ છે.''
મનમોહન કહે છે ''મને જે ભાષણ વાંચવા આપે છે એનો જ આ સંદેશ છે.''
* * *
મોહનદાસે સુત્ર આપ્યું હતું કે ''વિદેશીઓ પાછા જાવ.''
મનમોહનનું સુત્ર છે ઃ ''વિદેશીઓ પાછા આવો.''
* * *
મોહનદાસે મીઠા ઉપરનો વેરો કાઢવા માટે અભિયાન ચલાવેલું.
મનમોહન ગેસ ઉપરની સબસીડી કાઢવા માટેનું અભિયાન ચલાવી રહ્યા છે.
* * *
મોહનદાસ સત્ય સિવાય કશું બોલતા નહોતા.
મનમોહન તો કશું બોલતા જ નથી... સત્ય પણ નહિ !
* * *
મોહનદાસ 'ગાંધી' હતા.
મનમોહન 'ગાંધીના' છે!
* * *
મોહનદાસ ગાતા હતા ઃ ''વૈષ્ણવજન તો...''
મનમોહન ગાય છે... (શું ગાય છે એ તો કોઈને નથી ખબર, પણ આખા દેશને ખબર છે કે મનમોહનજી 'ગાય' છે!)
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved