Last Update : 08-November-2012, Thursday

 

હરિકેન ઓબામા


લોકશાહીની ચૂંટણી સરખી રીતે- ગોલમાલ વિના- થાય તો એની તાસીર એ જ છેઃ તેનું શું પરિણામ આવશે એની છેવટ સુધી ખબર ન પડે. અમેરિકાના પ્રમુખપદ માટેની આ વખતની ચૂંટણી કઠણ અને રસાકસીભરી ગણાતી હતી. પ્રમુખ બરાક ઓબામા અને તેમના પ્રતિસ્પર્ધી, રીપબ્લિકન ઉમેદવાર મીટ રોમ્ની- બન્નેની જીતવાની શક્યતાઓ છેલ્લે સુધી એકસરખી ગણાતી હતી. બન્નેને ૨૬૯-૨૬૯ ઇલેક્ટોરલ મત મળે અને 'ટાઇ' પડે એવી સંભાવનાઓ પણ વહેતી થઇ હતી અને તેને હવા મળે એવું વાતાવરણ હતું.
પરંતુ હવા અને વાસ્તવિકતા વચ્ચે કેટલો ફરક હોય છે, તે પરિણામોએ દર્શાવી આપ્યું છે. પ્રમુખ ઓબામા ઝાઝી ખેંચતાણ વિના, મોટા તફાવતથી, નિર્ણયાત્મક રીતે જીતી ગયા છે. વર્ષ ૨૦૦૦માં જ્યોર્જ ડબલ્યુ. બુશ લગભગ હારના કિનારે પહોંચીને પ્રમુખ બન્યા હતા. એ વખતે ચૂંટણીમાં ગોટાળાના આરોપ પણ થયા હતા. બરાક ઓબામાની પુનઃચૂંટણીમાં એ રીતે મતદારોનો સાફ ચુકાદો પ્રગટ થાય છે. તેમને ઓબામા પ્રમુખ બને તેમાં અમેરિકાનું ભવિષ્ય વધારે ઉજળું- કે ઓછું અંધકારમય, જેવી જેની દૃષ્ટિ-લાગે છે. અગાઉની મુદતમાં ઓબામાએ કશા મોટા ગોટાળા માર્યા નથી. હા, તેમણે ૨૦૦૮ના પ્રચાર વખતે ઊભી કરેલી ઘણી આશાઅપેક્ષાઓ હજુ સંતોષાવી બાકી છે. છતાં, તેમની સામે ઊભેલા પડકારો ધ્યાનમાં રાખતાં, ઓબામા માટે થતી 'અન્ડરએચીવર'ની ટીકા વધારે પડતી આકરી લાગે છે. ખાસ કરીને હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ્ઝમાં તેમના પક્ષની નિર્ણયાત્મક બહુમતી ન હોય ત્યારે.
બીજું એ પણ ખરું કે રાજકારણમાં સફળતા-નિષ્ફળતા કે સારપ સાપેક્ષ હોય છે. સ્વતંત્ર રીતે મૂલવતાં, બને કે ઓબામાની સંખ્યાબંધ મર્યાદાઓ દેખાય. તેમના નીતિવિષયક નિર્ણયો સાથે અસંમતિ હોઇ શકે. પરંતુ દુનિયાભરમાં અમેરિકા જેના માટે પ્રખ્યાત છે તે ગુણ- સૌને સમાન તક- ઓબામાની ઉમેદવારી અને આગેવાનીમાં મૂર્તિમંત થાય છે. તેમની સરખામણીમાં રીપબ્લિકન ઉમેદવાર મીટ રોમ્ની વ્યક્તિગત અને પક્ષકીય દૃષ્ટિએ રૃઢિચુસ્ત જણાયા છે. સફળ બિઝનેસમેન તરીકેની ઓળખ ધરાવતા રોમ્ની અને તેમનો પક્ષ પરંપરાગત રીતે (ધાર્મિક કારણોસર) ગર્ભપાતનો વિરોધ કરે છે, સજાતીય સંબંધોને માન્યતા આપતો નથી, બીજા દેશોમાંથી અમેરિકા આવેલા લોકોની તેમને કશી પરવા નથી. ચૂંટણીભંડોળ ઉઘરાવવા માટેની એક નાની બેઠકમાં રોમ્નીએ એ મતલબનું કહ્યું હતું કે ૪૭ ટકા અમેરિકનો એક યા બીજા પ્રકારની સરકારી ખેરાત પર નભે છે.
ઓબામા તેનાથી સાવ સામા છેડાનાં સ્પંદન જગાડે છે. ધોળા અમેરિકાના કાળા પ્રમુખ તરીકેની એમના પ્રત્યેની લાગણી ૨૦૦૮માં વ્યક્ત થઇ ચૂકી છે. પરંતુ ચાર વર્ષ પ્રમુખપદે રહ્યા પછી તેમના માટે ફાયદો અને નુકસાન બન્ને કરે એવી બાબતો એ છે કે તેમની પ્રમુખ તરીકેની કામગીરીના આધારે જ મતદારો તેમના વિશે અભિપ્રાય બાંધે. તેમની પાસે રોમ્ની જેવી 'કોરી સ્લેટ' નથી. એટલે જ, તેમની પાસે મોટાં વચનો પણ ન હોય. તેમણએ તો પોતે ચાર વર્ષમાં જે ન કરી શક્યા, એ કામ બીજી મુદતની તક મળશે આગળ વધારવામાં આવશે- એવું જ કહેવાનું આવે.
પહેલી મુદતમાં લાદેનનો ખાત્મો એ ઓબામાશાસનની સર્વોચ્ચ સિદ્ધ બની રહ્યો. ત્રાસવાદ સામેની લડાઇમાં એ સીમાચિહ્નરૃપ ઘટના હતી. તેની પાછળનો આશય રાજકીય ફાયદાનો ભલે ન હોય, પણ તેનાથી મળનારા રાજકીય ફાયદાનો ઇન્કાર શી રીતે થઇ શકે? એવું જ સુપરસ્ટોર્મ સેન્ડીનું.
ચૂંટણીને માંડ આઠ-દસ દિવસ બાકી હોય અને વિનાશક વાવાઝોડું ત્રાટકે- ફક્ત દરિયાકાંઠાના વિસ્તારો જ નહીં, ન્યૂયોર્ક જેવા મહાનગરને પણ ખોરવી નાખે, ત્યારે પ્રમુખની આગેવાનીની કસોટી થઇ જાય. ઓબામા એ કસોટીમાંથી બરાબર પાર ઉતર્યા. બન્ને ઉમેદવારો મહત્ત્વના તબક્કામાં રાજકીય પ્રચાર બંધ કરીને, રાહતકાર્યમાં પરોવાયા. પરંતુ પ્રમુખ તરીકે ઓબામાના માથે જવાબદારી પણ વધુ હતી ને જશ મળવાની તક પણ વધુ.
પ્રમુખપદની ચૂંટણીમાં આરામદાયક જીતથી ઓબામાને કામચલાઉ રાહત અને જીતની લાગણી થાય એ સ્વાભાવિક છે. પરંતુ આગળ રહેલા પડકારો વિશે પણ એમનાથી વધારે કોણ જાણતું હશે? આર્થિક નીતિથી માંડીને ઇમિગ્રન્ટ્સ વિશેના કાયદામાં પોતે વિચારેલા સુધારાના રસ્તે આખા દેશને આગળ દોરી જવાનું કામ દિવસે દિવસે અઘરૃં બન્યુ છે. ચૂંટણી પછીના માહોલમાં બન્ને પક્ષો ભલે રાષ્ટ્રહિતમાં સાથે કામ કરવાની વાતો કરતા હોય, પણ અવસર વીત્યે એ બધું ભૂલાઇ જાય છે અને રહી જાય છે કેવળ પક્ષીય રાજકારણ. ભલે તે ભારત જેટલી માત્રામાં નથી, છતાં અમેરિકામાં સાવ આદર્શ પરિસ્થિતિ છે એવું માનવાનું પણ કોઇ કારણ નથી. પોતાનાં આદર્યાં અધૂરાં રહેલાં, તેમને આગળ ધપાવવા માટે બીજી મુદત મળી એ ઓબામા માટે સૌથી મોટી વાત છે. ભવિષ્યનો ઇતિહાસ ઓબામાનું મૂલ્યાંકન બીજી જીતના આધારે નહીં, પણ એ મુદતનો ઉપયોગ તેમણે કેવી રીતે કર્યો, તેની ઉપરથી કરશે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved