Last Update : 08-November-2012, Thursday

 

આરએસએસના લેબલવાળા પ્રમુખ
ગડકરીને ભાજપ ક્યાં સુધી ખભે ઉંચકીને ફર્યા કરશે ?

 

- ગડકરી 'લકી' મનાતા હતા પરંતુ વિવાદના વધુ એક કૂંડાળામાં ફસાયા

 

ભાજપના પ્રમુખ નીતીન ગડકરીએ વજન ઘટાડવા બેરીયાટ્રીક સર્જીકલ ઓપરેશન કરાવ્યું હતું. પરંતુ એવું લાગે છે કે આ ઘટાડેલો ભાર ભાજપ પર આવી પડયો છે. એવું લાગે છે કે નીતીન ગડકરીને ખભે બેસાડીને ફરતું ભાજપ હવે થાકી ગયું છે.
પોતાની કંપનીઓ સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોને 'ચિલ્લર' ગણાવતા ગડકરીનો પગ વધુ એકવાર વિવાદના કૂંડાળામાં પડી ગયો છે. ગડકરીનો બહુ વિરોધ થશે તો તેમને બદલાશે પરંતુ એવા ફેરફારનો કોઈ સંકેત દેખાતો નથી.
ભાજપના પ્રમુખ નીતીન ગડકરીનો બફાટ તેમની હતાશાની ચાડી ખાઈ છે જ્યારે તેમને બચાવવાનો પ્રયાસ કરનારા ભાજપની રહી-સહી ઈમેજ પર પાણી ફેરવી રહ્યા છે. ભાજપના જવાબદાર નેતા જ્યારે નિવેદનોના ડીંડક કરે ત્યારે પ્રજાને આઘાત લાગે તે સ્વભાવિક છે.
તેજાબી જબાનમાં વાત કરવા સાથે ટેવાયેલા ગડકરીના હાથમાં માઈક આવે છે ત્યારે તે પ્રમાણભાન ભૂલી જાય છે. નીતીન ગડકરીને વધુ એક ટર્મ માટે પ્રમુખ બનાવવાના ચક્રો ચાલે છે ત્યાં જ ગડકરી પોતે જ પોતાના પગ પર અને પક્ષની ઈમેજના મૂળ પર કૂહાડા મારી રહ્યા છે.
ભાજપના પ્રમુખ નીતીન ગડકરીને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે શું સ્વામી વિવેકાનંદ અને દાઉદ ઈબ્રાહીમના ફોટા એક સાથે રાખી શકાય?? ગડકરીના મતે બંનેનો આઈ-ક્યૂ એક સરખો છે. તો પછી બંનેને સાથે રાખવામાં શું વાંધો?? ઘોડો અને ગધેડો બંને વચ્ચે સામ્ય છે. ચાર પગ, બે કાન, બે આંખો છતાં બંનેની સરખામણી થતી નથી. ગડકરીના જબાન પર જે આવ્યું તે બોલે છે.
તે જ્યારે સ્વામિ વિવેકાનંદ અને દાઉદ ઈબ્રાહીમની સરખામણી કરીને તેમના આઈક્યૂની ચર્ચા કરે ત્યારે તે કોઈ હોમવર્ક કર્યા વિના આવ્યા છે એમ દેખાઈ આવે છે. રવિવારે કોંગ્રેસે રામલીલા મેદાન ખાતે જંગી રેલી કાઢીને શક્તિ બતાવી હતી તો સોમવારે નીતીન ગડકરીનો સ્વામી વિવેકાનંદ અને દાઉદ અંગેનો બફાટ બહાર આવ્યો હતો. ઉતાવળે અને મર્મભેદી બોલવાની લ્હાયમાં આ નેતાઓ ફસાતા હોય છે.
બોલવામાં બફાટ કરનારાઓમાં માત્ર ગડકરી નથી અનેક રાજકારણીઓ છે. ઈંદીરા ગાંધી માટે ઈંદીરા ઈઝ ઈન્ડિયા કહેનારા છે અને સોનિયાને માતા કહેનારા છે પરંતુ દાઉદ જેવા મોસ્ટ વોન્ટેડ સાથે સ્વામી વિવેકાનંદની સરખામણી કરીને નીતીન ગડકરીએ તેમનો પોતાનો આઈક્યૂ પ્રજા સમક્ષ છતો કર્યો છે.
ભાજપના પ્રમુખ નીતીન ગડકરીએ દાઉદ ઈબ્રાહીમની સરખામણી એપલના સ્ટીવ જોબ્સ કે બીલ ગેટ્સ સાથે કરી હોત તો ચાલત, તેમની સરખામણી પણ તે કરી શકત પરંતુ તેમના મનમાં સ્વામી વિવેકાનંદ કેવી રીતે આવી ગયા તે જ ખ્યાલ નથી આવતો!! દાઉદ ઈબ્રાહીમ વિશ્વભરનો બદનામ ચહેરો છે.
ભારતીય જનતા પક્ષ એક તરફ ૨૦૧૪નો લોકસભાનો જંગ જીતવા પ્લાન કરે છે તો બીજી તરફ જીતની લ્હાયમાં ને લ્હાયમાં લૂલી પરનો કાબુ ગુમાવી દે છે. ભાજપના પ્રમુખ નીતીન ગડકરી અંગે ભાજપના નેતાઓ મૌન ધારણ કરીને બેઠા છે. દશ દિવસ અગાઉ ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સપડાયેલા નીતીન ગડકરી માટે પક્ષ ખુલાસા કરતો હતો અને આજે ગડકરીના દાઉદ અંગેના નિવેદન માટે એક હરફ બોલવા તૈયાર નથી.
જે ખોટું છે તે ખોટું છે. ભાજપ નીતીન ગડકરીનો બચાવ કરીને મોટી ભૂલ કરી રહ્યું છે. ભાજપમાં પીઢ નેતાઓની લંગાર છે. નીતીન ગડકરીને બીજી ટર્મ માટે પ્રમુખ બનાવવા સામે પણ આ નેતાઓનો વિરોધ છે.
શિસ્તના નામે ભાજપમાં ડીંડક ચાલે છે. તેમના પ્રમુખ સામે ભાજપના કોઈ નેતા ખુલ્લં-ખુલ્લા બોલી શકે એમ નથી. કેમકે તેમના પર આરએસએસનો સિક્કો છે. રાષ્ટ્રવાદને વરેલું આરએસએસ પણ ગડકરી સામે કોઈ નિવેદન કરતું નથી. એવું લાગી રહ્યું છે કે ગડકરીના નિવેદનને લોકો ભૂલી જશે અને પછી બધું રૃટીન થઈ જશે.
ભાજપના અને આરએસએસના કેટલાક નેતાઓ નીતીન ગડકરીને 'લકી' સમજે છે. તેમના પ્રમુખ પદે આવ્યા પછી ભાજપ વધુ મજબૂત બન્યું છે. ગડકરી નસીબવંતા હોઈ તેમને બચાવવામાં આવતા હોય એમ દેખાઈ રહ્યું છે.
ગુજરાતમાં જ્યારે ભાજપે ચૂંટણીમાં સ્વામી વિવેકાનંદના નામે પ્રચાર શરૃ કર્યો છે ત્યારે ગડકરીનો બફાટ નેગેટીવ બની શકે એમ છે. ચૂંટણીઓમાં વિરોધી ઉમેદવારને રાવણ, હીટલર કે લાદેન સાથે સરખાવાય છે પરંતુ દાઉદ અને વિવેકાનંદ વચ્ચેની સરખામણી પ્રજામાં કોઈ રીતે સ્વિકાર્ય નથી. નીતીન ગડકરીનો ભાર ભાજપ ક્યાં સુધી ઉંચકશે?!

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 

 

 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved