Last Update : 08-November-2012, Thursday

 

અમેરિકામાં પ્રજા દ્વારા ચૂંટવામાં આવેલા મતદારો રાષ્ટ્ર પ્રમુખને ચૂંટે છે

પ્રેસિડેન્ટને ચૂંટવા માટેની યુએસની ચૂંટણી પ્રક્રિયા અટપટી પરંતુ રસપ્રદ અને સમજવા જેવી

અમેરિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાને બીજી વખત દેશનું નેતૃત્વ સંભાળવાનો મોકો મળ્યો છે. ચૂંટણી પહેલા મીડિયામાં એવું ચિત્ર ઉભું કરવામાં આવ્યું હતું કે રિપબ્લિકન પક્ષના નેતા મિટ રોમ્ની ઓબામાને હરાવીને રાષ્ટ્ર પ્રમુખ બનશે, પરંતુ એવું થયું નહીં. સેન્ડી વાવાઝોડું તેમના માટે ફળદાયી સાબિત થયું છે. સેન્ડી વાવાઝોડું ફુંકાયું ત્યારે તેઓ ચૂંટણીપ્રચાર છોડીને પોતાની ફરજ પર લાગી ગયા હતા અને કટોકટીની સ્થિતિમાં ઓબામા પ્રશાસને પ્રશંસનીય કામગીરી દાખવી હતી. તેનું ફળ તેમને ચૂંટણીમાં મળ્યું છે.
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બનવા માટે મિનિમમ ૨૭૦ મતની જરૃર પડે છે, પરંતુ આફ્રિકન મૂળના ઓબામાને ૩૦૩ ઇલેક્ટોરલ વોટ સાથે જંગી બહુમતી પ્રાપ્ત થઈ હતી. તેની સામે રોમ્નીને માત્ર ૨૦૬ જ વોટ મળ્યા હતા.
પરિણામ જાહેર થાય એ પૂર્વેના એક્ઝિટ પોલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઓબામાને શ્વેત મતદારોનું સમર્થન મળશે નહીં, પરંતુ ચૂંટણીના પરિણામો જાહેર થતા એ વાત સાવ પાયાવિહોણી સાબિત થઈ હતી. પોપ્યુલર વોટમાં ઓબામાએ રોમ્ની કરતા દસ લાખ વધુ મત મેળ્યા હતા. જોકે ઇલેક્ટોરલ વોટિંગ આ ચિત્રને બદલી નાખે એવી શક્યતાઓ હતી. ઓબામા પણ કદાચ એવું બનવાનો ડર બેસી ગયો હતો. એટલે જ અંતિમ ચૂંટણી પ્રચાર દરમિયાન આઇઓવા સ્ટેટમાં તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા, પરંતુ એવું થયું નહીં. ઉલ્ટાનું ઇલેક્ટોરલ મેમ્બર્સે ઓબામાને જંગી બહુમતીથી ચૂંટયા હતા.
પ્રશ્ન એ છે કે આ ઇલેક્ટોરલ મેમ્બર્સ છે કોણ? અને આ ઇલેક્ટોરલ કોલેજ શું છે?
અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા ખૂબજ જટીલ, પરંતુ રસપ્રદ અને સમજવા જેવી છે. અમેરિકાની ચૂંટણીને એક જ લીટીમાં સમજાવવા માટે આ લેખનું હેડિંગ પર્યાપ્ત છેઃ પ્રજા દ્વારા ચૂંટવામાં આવેલા મતદારો રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી કરે છે. અહીં ખાસ યાદ રહે કે ઉમેદવારો શબ્દ પ્રયોજવામાં આવ્યો નથી. ઇલેક્ટોરલ મેમ્બર્સ એટલે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખને ચૂંટવા માટે અમેરિકાની પ્રજા દ્વારા ચૂંટવામાં આવેલા પ્રતિનિધિ મતદારો.
આપણે ત્યાં જેમ સાંસદો ચૂંટીએ છીએ એમ અમેરિકામાં દરેક રાષ્ટ્ર પ્રમુખને ચૂંટવા માટે ખાસ મતદારોની ચૂંટણી કરવામાં આવે છે. અમેરિકામાં કુલ ૫૦ રાજ્યો છે. દરેક રાજ્ય દીઠ રાષ્ટ્ર પ્રમુખને ચૂંટવા માટેના મતદારોની સંખ્યા નક્કી કરેલી છે. દા.ત. વોશિંગ્ટન ડીસીમાં હાલ ૧૨ ઇલેક્ટોરલ મેમ્બર્સ(રાષ્ટ્ર પ્રમુખને ચૂંટવા માટેના મતદારો) છે. દર દસ વર્ષે વસ્તીમાં થતા ફેરફાર મુજબ તમામ રાજ્યોના ઇલેક્ટોરલ સભ્યોની સંખ્યામાં પણ વધારો કે ઘટાડો કરવામાં આવે છે.
અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં એક સમયે તેની ઓછી વસ્તીને કારણે ત્યાં માત્ર ચાર જ ઇલેક્ટોરલ સભ્યો નક્કી કરવામાં આવ્યા હતા, પણ અત્યારે આ સંખ્યા વધારીને ૧૨ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક એવા રાજ્યો પણ છે કે જ્યાં ભૂતકાળમાં વસ્તી વધુ હતી, પરંતુ અત્યારે વસ્તી ઘટી જવાને લીધે ત્યાંના ઇલેક્ટોરલ સભ્યોની સંખ્યા ઘટાડી નાખવામાં આવી છે. જે રાજ્યના ઇલેક્ટોરલ સભ્યો વધારે હોય તે રાજ્યનું પ્રભૂત્વ પણ ચૂંટણીમાં આપોઆપ વધી જાય છે અને ઓછા ઇલેક્ટોરલ મેમ્બર્સ ધરાવતા રાજ્યોનું મહત્ત્વ ઓછુ આંકવામાં આવે છે.
ઇલેક્ટોરલ મતદારોની ભૂમિકા માત્ર રાષ્ટ્ર પ્રમુખને ચૂંટવા માટેની જ છે. રાષ્ટ્ર પ્રમુખને ચૂંટી લીધા બાદ તેમનો રોલ સમાપ્ત થઈ જાય છે. તેઓ કોઇ રાજકીય સ્ટેટસ ધરાવતા નથી અને આમ આદમી જ ગણાય છે. તેઓ માત્ર ચૂંટણી દરમિયાન અમેરિકી રાષ્ટ્ર પ્રમુખને ચૂંટવા માટે પોતાના રાજ્યની પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે. વિશેષ કશું નહીં.
ઇલેક્ટોરલ સભ્યોની પસંદગી રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવે છે. અમેરિકામાં બે રાજકીય પક્ષો છે. ૧) રીપબ્લિકન અને ૨) ડેમોક્રેટ્સ. આ બન્ને પક્ષો દરેક સ્ટેટમાં પોતાના ઇલેક્ટોરલ મેમ્બર્સ પસંદ કરીને તેમને ચૂંટણીમાં ઊભા રાખે છે. દા.ત. કેલિફોર્નિયામાં અત્યારે ઇલેક્ટોરલ મેમ્બર્સની સંખ્યા ૫૫ નક્કી થયેલી છે. તો બન્ને રાજકીય પક્ષો પોતપોતાની પસંદગીના ૫૫-૫૫ ઉમેદવારો ઊભા રાખશે. તેમાંથી જનતા ચૂંટણી કરશે. લોકો અહીં પોતાનો નેતા નથી પસંદ કરતા પણ નેતા યાને કે રાષ્ટ્ર પ્રમુખની યોગ્ય પસંદગી થાય એ માટેનો પ્રતિનિધિ પસંદ કરે છે. એટલે લોકો સ્વાભાવિક રીતે એવી અપેક્ષા રાખે કે તેમનો ઇલેક્ટોરલ મેમ્બર કોઇ વિદ્વાન, કોઇ સાઇન્ટીસ્ટ કે કોઇ બુદ્ધિજીવી હોય. આથી બંને રાજકીય પક્ષો ઇલેક્ટોરલ મેમ્બર્સની પસંદગી કરતી વખતે ખૂબજ ધ્યાન રાખે છે. તેઓ બૌદ્ધિક વ્યક્તિને જ પોતાના ઇલેક્ટોરલ મેમ્બર તરીકે ચૂંટણીમાં ઊભો રાખે છે.
હવે અહીંથી કહાનીમાં ટ્વીસ્ટ છે. ધારો કે કેલિફોર્નિયાના ૫૫ ઇલેક્ટોરલ સભ્યોમાંથી ૩૦ સભ્યો રીપ્લિકન પક્ષના ચૂંટાય અને ૨૫ સભ્યો ડેમોક્રેટિક પક્ષના ચૂંટાય તો હારી ગયેલા ગણાય છે.૩૦ કરતા ૨૫નો આકડો નાનો હોવાથી તે પક્ષ હારી ગયેલો ગણાય છે. તેમને રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી કરવાનો અધિકાર રહેતો નથી. તેના બદલે રિપબ્લિક પક્ષના જ પંચાવને-પંચાવન ઇલેક્ટોરલ સભ્યો વિજેતા ગણાશે. આથી જ અમેરિકાની રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં વિનર ટેક ઓલ એમ કહેવાય છે. તે આર યા પારની ચૂંટણી ગણાય છે. એવરિથિંગ ઓર નથિંગ. ઇલેક્ટોરલ સભ્યોની ચૂંટણીને પોપ્યુલર વોટિંગ કહેવામાં આવે છે.
પોપ્યુલર વોટિંગ થયા બાદ ઇલેક્ટોરલ વોટિંગ થાય છે. તેમાં ચૂંટાયેલા ૫૩૮ ઇલેક્ટોરલ સભ્યો રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી કરે છે. તેમાંથી ૨૭૦થી વધુ ઇલેક્ટોરલ મત મેળવનાર ઉમેદવાર રાષ્ટ્ર પ્રમુખ બને છે. જો ઇલેક્ટોરલ વોટિંગમાં ટાઈ થાય યાને કે રાષ્ટ્ર પ્રમુખપદ માટેની હોડમાં ઉતરેલા બન્ને ઉમેદવારોને સરખા ઇલેક્ટોરલ વોટ મળે તો પછી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ(આપણા બંધારણ પ્રમાણે સંસદ)ના સભ્યો દ્વારા રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે.
અમેરિકાના રાજકીય પક્ષોને તેમના પક્ષનો રાષ્ટ્ર પ્રમુખ ચૂંટાય એટલા માટે પોતાની પાર્ટીના વધુમાવધુ ઇલેક્ટોરલ મેમ્બર્સ ચૂંટાય એ સુનિશ્ચિત કરવું પડે છે.
અહીં સ્ટ્રેટેજીની ખરી કસોટી છે. મોટા રાજ્યો પાછળ વધુ મહેનત કરવામાં આવે અને જો ત્યાં બહુમતી પ્રાપ્ત થાય તો વિનર ટેક ઓલના નિયમ પ્રમાણે તે રાજ્યમાં પોતાની જ પાર્ટીના તમામ ઇલેક્ટોરલ મેમ્બર્સ વિજેતા ગણાય છે અને તેઓ રાષ્ટ્ર પ્રમુખને આસાનીથી જીતાડી દે છે.
આથી જ વધુ ઇલેક્ટોરલ મેમ્બર્સ ધરાવતા કેટલાક રાજ્યોને બેટલ ગ્રાઉન્ડનું સ્ટેટસ આપવામાં આવ્યું છે. ઓબામાને જીત અપાવવામાં પણ બેટલ ગ્રાઉન્ડ ગણાતા રાજ્યો એટલે કે અન્ય રાજ્યોની તુલનાએ વધુ સંખ્યામાં ઇલેક્ટોરલ મેમ્બર્સ ધરાવતા રાજ્યો જ નિર્ણાયક સાબિત થયા છે.

Share |
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved