Last Update : 08-November-2012, Thursday

 
બે જમાઈરાજ વાત એક જ ! લેખાંક ઃ ૩
- સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરા કોંગ્રેસ અને ગાંધી કુટુંબના ગળામાં હાડકાની માફક અટક્યા છે
- રોબર્ટ વાઢેરા લાખોપતિમાંથી અબજોપતિ અને ખર્વોપતિ કઈ રીતે થયા ?
- વાઢેરાને દિલ્લી એરપોર્ટ પર તપાસમાંથી ખાસ પ્રકારની છૂટ કેમ આપી શકાય ?
- નવી બાઇકોના શોખીન વાઢેરા

સ્વ. રાજીવ ગાંધી, ઇંદિરા ગાંધીનું કુટુંબ ક્યાં ? રોબર્ટ વાઢેરાનું કુટુંબ ક્યાં ?
પ્રિયંકા ગાંધી ક્યાં અને રોબર્ટ ક્યાં ?
પણ પ્રેમ કોને કહે ?
દુનિયાભરના પ્રેમીઓની આ જ કથા છે. દૂર શા માટે જવું ? ઇન્દિરા ગાંધી અને ફીરોઝ ગાંધી અથવા રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી કે સંજય ગાંધી અને મેનકા ગાંધી... કોઈ સરખામણી થઈ શકે ?
એટલે જ ૧૯૯૭માં જ્યારે પ્રિયંકાની સગાઈ થઈ ત્યારે એક અંગ્રેજી સામયિકે (મેગેઝિન) લખેલું કે, 'આપણા દેશના એક હજાર કુંવારા યુવકોમાં પણ વેપારી રોબર્ટ વાઢેરાનું નામ આવી શકે નહીં એવા ૨૮ વર્ષના કદમાં નાના, સાધારણ સ્થિતિના, ખાધેપીધે સુખી કુટુંબના ૨૮ વર્ષના પ્રેમીને, એક સામાન્ય વિદ્યાર્થીને, જે રમતગમતમાં પણ હોંશિયાર નથી, અને પ્રિયંકા જેવી છોકરીએ પસંદ કર્યો એથી એ રોબર્ટના મુરાદાબાદના ખાસ દોસ્તો પણ નવાઈ પામેલા હતા.' તેઓ કહેતા કે, 'અમને નવાઈ લાગે છે કે, પ્રિયંકા આ છોકરામાં શું ભાળી ગઈ હશે ? એનામાં કે એના કુટુંબમાં કશું ખાસ નથી.'
બસ, રોબર્ટ વાઢેરાની ૧૫ વર્ષની કથા અહિંથી એટલે કે, 'કશું જ ખાસ નથી.'થી થાય છે. દિલ્લીના એક વર્ગમાં હજી આજે પણ ગુસપુસ થાય છે કે, મુરાદાબાદના એક છોકરાએ પોતાની નાચવાની ખાસિયત બતાવીને ગાંધી જેવા કુટુંબની છોકરીને કેવી વશમાં કરી લીધી ? (ગુજરાતીમાં કહેવત છે કે, 'કાગડો દહીથરું લઈ ગયો....' એના જેવું)
એ 'કંઈ જ ખાસ નહીં'ની હેસિયતમાં વર્ષો સુધી રોબર્ટ વાઢેરા રહ્યા.
જો કે, આ જમાઈ પોતાની મર્યાદા, હેસિયત સમજતા હતા. જ્યારે એમનું કુટુંબ એમની ઉપર સતત દબાણ કરતું હતું કે, એ ૧૦, જનપથના બનાવોમાં વધુ સક્રિય રહે.
પરિણામે એ પછીના ઘણા વર્ષો સુધી પુત્ર રોબર્ટ, પિતા અને કુટુંબના બીજા સભ્યો વચ્ચે આ બાબત ઘણા મતભેદ રહ્યા.
છેવટે ૨૦૦૧માં રોબર્ટે એક જાહેરખબર આપી ત્યારે વાત બહાર આવી. એ જાહેરખબરમાં રોબર્ટે જણાવેલું કે, એના પિતા રાજિંદર, ભાઈ રિચાર્ડ વગેરે સાથે એને કંઈ જ સંબંધ નથી.
રોબર્ટે જાહેરખબરમાં એ પણ લખેલું કે, મારા પિતા અને ભાઈ ઉત્તરપ્રદેશ કોંગ્રેસમાં તથા બીજી જગ્યાએ પર નોકરી અપાવવાની લાલચ આપીને લોકો સાથે દગો પણ કરે છે.
એ પછી રાજિન્દરે પુત્રની સામે આબરૃનો કેસ કરવાની ધમકી પણ આપેલી. એ જ વખતે એક રોડ અકસ્માતમાં રોબર્ટની બહેન મિશેલનું અવસાન થયેલું. એ પછી બે વર્ષે ભાઈ રિચર્ડે વળી આપઘાત કર્યો. એ આપઘાત કરવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
ટૂંકમાં રોબર્ટ મૂળભૂત રીતે કુટુંબમાં જ રસ ધરાવનાર માણસ છે. એને પોાતના સંતાનોની સંભાળ, પોતાનો વ્યવસાય, પોતાની જુદી જુદી બાઇકોમાં જ રસ છે. એટલે કે એને જાહેરજીવનમાં રસ નથી એવું થયું.
એ વર્ષોમાં કેન્દ્રની સત્તા ભાજપના હાથમાં હતી અને કોંગ્રેસ મરણ પથારીએ હતી. સોનિયા ગાંધી કોંગ્રેસ તો શું પણ રાજકારણથી દૂર હતા.
દરમ્યાનમાં કોંગ્રેસીઓએ પોતાને બચાવવા કોંગ્રેસને બચાવવી જરૃરી હતું અને કોંગ્રેસને બચાવવી હોય તો ગાંધી કુટુંબ જરૃરી હતું. પરિણામે કોંગ્રેસીઓએ સોનિયા ગાંધીને રાજકારણમાં ખેંચવા રીતસર સત્યાગ્રહ જેવું કર્યું. છેવટે સોનિયા ગાંધી પતિની કોંગ્રેસને જીવાડવાના આશયથી માન્યા અને મરણપથારીએ પડેલી કોંગ્રેસને ઉભી કરવા આગળ આવ્યા.
પેલી બાજુ ભાજપ પ્રચંડ વિજય મેળવીને 'ઇન્ડિયા શાઇનિંગ' કરવામાં મશગુલ હતો. એને વિજય મેળવવાની એટલી બધી તાલાવેલી હતી કે આડવાણીએ કેન્દ્રનું પ્રધાનમંડળ પણ બનાવી નાખેલું પરંતુ સોનિયા ગાંધીએ એકલા હાથેપગે જે દોડધામ કરી એથી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયો અને ભાજપનો 'ઇન્ડિયા શાઇનિંગ' ઓલવાઈ ગયો.
પેલા 'કંઈ ખાસ નથી' કહેવાતા હતા એ જમાઈ રોબર્ટ એકાએક આગલી હરોળમાં આવી ગયા. એ તો સ્વભાવે જ વેપારી હતો. એણે વેપારની પાંખો ફેલાવવા માડી એ પોતે પણ કહેવા લાગ્યો કે, 'મિત્રોની મદદના કારણે એણે ૨૦૦૦માં શરુમાં નિકાસનું કામ હાથમાં લીધું એ પછી સાત વર્ષ પછી પૈસા વધુ ભેગા થતા એણે રિયલ એસ્ટેટમાં રૃપિયા રોકવાનું શરુ કર્યું એથી કમાણી ઘણી વધી ગઈ.
એમની આર્ટેક્સ એક્સપોર્ટ કંપનીએ ૨૦૦૮- ૨૦૦૯માં એણે સ્કાઇલાઇટ હોસ્પિટાલિટી કંપની ખોલેલી એને રૃપિયા ૪.૪૫ કરોડ આપ્યાં. એ પહેલાં સ્કાઇલાઇટ રિયાલિટી નામની બીજી કંપનીને રૃપિયા ૧ કરોડ આપેલા.
વેપારી હોવાના નાતે કોર્પોરેશન જેવી બેન્કો સાથે એના સંબંધો સારા હતા. દિલ્લીની ફ્રેન્ડ્સ કોલોનીમાં એના બંગલા પાસે આવેલી બેન્કની શાખાએ એને એટલે એની કંપની સ્કાઇલાઇટ હોસ્પિટાલિટીને રૃપિયા ૭.૯૯ કરોડનો ઓવરડ્રાફ્ટ આપ્યો.
આ બધા વેપારી સંબંધો હતા. એમાં ક્યાંય રાજકારણ કે રાજકીય સંબંધો નહોતા દરેક વેપારીને આ સગવડ બેન્કો કે બીજી કંપનીઓ આપતી જ હોય છે. જો કે એમાં પેલા કેજરીવાલે જે સવાલો ઉભા કર્યા એ સવાલો કોઈ આલિયામાલિયા વેપારીની બાબતમાં પણ થઈ શકે.
પરંતુ રોબર્ટ વાઢેરામાં બદલાવ આવવા લાગ્યો. નૃત્યમાં સરખી રુચિ રાખનાર દંપતિના જીવનમાં તિરાડ પડવાની ખબરો આવવા લાગી.
રોબર્ટ વાઢેરા કોંગ્રેસ અને સોનિયાના ગળામાં હાડકાની જેમ અટક્યા છે. અત્યારે રોબર્ટ ફરી પ્રકાશમાં આવ્યા છે. ફરક એટલો છે કે પહેલા એ પ્રિયંકાના પતિ હતા અને હવે એક ઉદ્યોગપતિ છે.
પહેલા તેઓ ઉત્તરપ્રદેશની પિત્તળનગરી મુરાદાબાદ સાથે સંબંધ રાખનાર એક નિકાસકાર હતા અને લાખોપતિ હતા જ્યારે અત્યારે એમની પાસે રૃા. ૩૦૦ કરોડની સંપત્તિ છે.
એક વખતના વડાપ્રધાનની પુત્રી સાથે એમણે લગ્ન કર્યા ત્યારે એ નાનકડી નિકાસકાર કંપની 'આર્ટેક્સ'ના માલિક હતા જ્યારે અત્યારે એ યોગ્ય અને અયોગ્ય, વાજબી અને ગેરવાજબી પંદર પચ્ચીસ કંપનીઓના માલિક છે.
એ કંપનીઓમાં કોઈ કર્મચારી નથી પણ એ કંપનીના સીઇઓ હોવાના કારણે એ લાખો રૃપિયાનો પગાર લે છે. એમની એક કંપની રૃપિયા એક લાખના જ શેરવાળી કંપની છે પણ એ કંપની એક વર્ષમાં ૪૨ કરોડ રૃપિયાનું ટર્નઓવર કરે છે.
એટલે કે એનો અર્થ એ થયો કે, તાતાને અબજોપતિ બનતા સો વર્ષ લાગેલા, અંબાણીને પચાસ વર્ષ થયેલા જ્યારે રોબર્ટને ફક્ત દસ વર્ષ જ થયા.
અનુમાન એવું છે કે, અત્યારે વાઢેરા ૨.૧ મિલિયન ડોલરના માલિક છે. આ સંપત્તિ (મૂડી) સૌથી વધુ ૨૦૦૮ પછી વધી છે. દેશના મોટા શહેરોમાં જેટલા મોલ છે એમાં બધામાં વાઢેરાના શેર તેમજ હરિયાણા અને રાજસ્થાનમાં રિયલ એસ્ટેટના ધંધામાં મોટા ભાગીદાર છે. ડી.એલ.એફ., આઇપીએલ અને ડી.એલ.એફ. રીયલ એસ્ટેટમાં પણ એમના શેર છે. દિલ્લીની એક મુખ્ય હોટલના ૫૦ ટકા શેર પણ એમણે ખરીદેલા છે. કોમનવેલ્થ ગેઇમના ગોટાળામાં પણ વાઢેરા સંડોવાયેલા છે. કોમનવેલ્થ રમતોના બાંધકામનો કોન્ટ્રાક્ટ ડીએલએફ પાસે હતો અને ડીએલએફમાં ઘણો હિસ્સો વાઢેરા પાસે છે.
એમણે હિલ્ટન હોટલ અને હિલ્ટન ગાર્ડન પણ ખરીદ્યા. આઇપીએલની કોલકાતાવાળી નાઇટ રાઇડર્સમાં પણ એમના શેર છે. યુનિટેકમાં પણ એમના ૨૦ ટકા શેર છે. એમણે કેટલાક અંગત વિમાનો પણ ખરીદ્યા છે. એમની એક કડી પેલા બદનામ વેપારી ક્વાત્રોચી સાથે પણ જોડાયેલી છે.
દરેક એરપોર્ટ ઉપર દરેકની સિક્યોરિટી તપાસ થતી હોય છે પણ વડાપ્રધાન વગેરે વીવીઆઇપીઓને એમાંથી મુક્તિ આપેલી હોય છે.
દરેક એરપોર્ટ ઉપર એવી વ્યક્તિઓની યાદીવાળું બોર્ડ હોય છે એવા દિલ્લીના હવાઈ મથક પરના બોર્ડમાં ૨૨મા નામમાં અલગ રીતે વાઢેરાનું નામ લખેલું છે.
- ગુણવંત છો. શાહ

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved