Last Update : 08-November-2012, Thursday

 

દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ

- સામાન્ય રંગોની અંદર વોલેટાઇલ ઓર્ગેનિક કંપાઉન્ડ્સ રહેલા હોય છે. જે આરોગ્ય માટે હાનિકારક છે. ઇકોફ્રેન્ડલી કલરનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય નકારાત્મક અસર થતી નથી.

 

 

માનો તો ગંગા મા છે. નહીં તો વહેતું પાણી. એ જ પ્રમાણે વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરની દિવાલોને યોગ્ય રંગો વડે રંગવાથી કિસ્મતનો દરવાજો ખૂલી જાય છે. એટલે એવું હરગીઝ નથી કે દિવાલોના રંગો પાસે કિસ્મતના દરવાજાની ચાવી છે, પરંતુ તે જીવનમાં સકારાત્મકતા અને સંતુલન લાવે છે, જે જીવન માટે લાભદાયક બની રહે છે. યોગ્ય કલરની સાથોસાથ યોગ્ય ગુણવત્તા ધરાવતા અને ઇકોફ્રેન્ડલી કલરનો ઉપયોગ કરવામાં આવે એ પણ એટલું જ જરૃરી છે. સામાન્ય રંગોની અંદર વીઓસી(વોલેટાઇલ ઓર્ગેનિક કંપાઉન્ડ્સ) રહેલા હોય છે. જે આરોગ્ય માટે હાનિકારક છે. તેના બદલે ઇકોફ્રેન્ડલી કલરનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય પર પણ કોઇ નકારાત્મક અસર થતી નથી.
અમદાવાદના એક વાસ્તુશાસ્ત્રી જણાવે છે કે 'વાસ્તુશાસ્ત્રનું કામ માનવજીવન અને પકૃતિ વચ્ચે બેલેન્સ જાળવવાનું છે. જો કોઇ પેઇન્ટ આરોગ્યની દ્રષ્ટિએ સારો હોય તો પછી કેવા કલરનો પેઇન્ટ લગાવવાથી જીવનને સકારાત્મક બનાવી શકાય છે એ નક્કી કરવું સાવ સહેલું બની જાય છે. વાસ્તુશાસ્ત્રમાં પાંચ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. તેમાં આઠ દિશાઓ, પૃથ્વીનું ઇલેક્ટ્રોમેગ્નેટિક તથા ગુરુત્વાકર્ષણ બળ, શાંતિ, પ્રગતિ, સ્થિરતા, ખુશી, સ્વાસ્થ્ય અને દિર્ઘાયું મેળવવા માટે ગ્રહો અને વાતાવરણમાંથી પ્રાપ્ત થતી કોસ્મિક એનર્જીનું પ્રમાણ વગેરેનો સમાવેશ થાય છે.'
વાસ્તુશાસ્ત્ર અને રંગો એકબીજા સાથે ઘનિષ્ઠરીતે જોડાયેલા છે. સૂર્યપ્રકાશ પારજાંબલી અધોરક્ત કિરણો ઉપરાંત સાત રંગો(જાંબલી, નિલો, વાદળી, લીલો, પીળો, નારંગી, લાલ)માંથી બનેલો છે. આ રંગો માનવજીવન માટે લાભદાયક છે, ઉપરાંત સાત યોગીક ચક્રો સાથે પણ આ રંગો સંકળાયેલા છે.
આપણી આસપાસની દુનિયા, ખોરાક, વસ્ત્રો, ઘર, વાહનવ્યવહાર, શિક્ષણ અને મનોરંજન સાથે રંગો સંકળાયેલા છે. રંગો આપણી લાગણીઓ અને વર્તણૂકનું ઘડતર કરે છે.
રંગો ખુશ્નુમય વાતાવરણ ઊભું કરતા હોવાથી વાસ્તુ પ્રમાણે રંગોની આગવી ઉપસ્થિતિ આવશ્યક છે. વાસ્તુ બળને લીધે ઊભું થયેલું સુખદ વાતાવરણ સુખદ મનોસ્થિતિનું નિર્માણ કરે છે. તેના લીધે સર્જનશીલતા અને ક્ષમતામાં વધારો થાય છે. રંગોની પસંદગીની બાબતમાં જુદી જુદી દિશાઓ પ્રમાણે વાસ્તુનું આઠ ભાગમાં વિભાજન થાય છે.
જો તમારો ઓરડો પૂર્વ દિશામાં હોય તો સફેદ, પશ્ચિમ દિશામાં હોય તો સૂર્યાસ્ત સમયનો લાલ રંગ, ઉત્તર દિશાના રૃમ માટે સફેદ, લીલો, ક્રીમ અથવા ઓફવાઇટ રંગ, દક્ષીણમુખ માટે લાલ, અગ્નિ દિશામાં રૃમ હોય તો કેસરી અથવા લાલ-કેસરી મિક્સ, વાયવ્ય દિશાના રૃમમાં સફેદ અથવા લીલો, નેઋત્ય દિશામાં ધુમ્ર લાલ અને ઇશાન દિશામાં આવેલા ઓરડામાં સફેદ, કાળો, બ્લુ, અથવા તો ગ્રે રંગ કરવો જોઇએ.
નાના ઓરડાઓમાં સફેદ કલર કરવો જોઇએ. તેમ કરવાથી રૃમ મોટો અને ઉજળો દેખાય છે. મોટા ઓરડાઓમાં ડાર્ક અથવા ઉષ્ણ પ્રકૃતિ ધરાવતા રંગો કરવા જોઇએ. તે ઉષ્માભર્યું વાતાવરણ સર્જે છે. દિવાલોના રંગો કરતા આછા રંગની છત હંમેશા વધુ ઊંચી લાગે છે અને ડાર્ક રંગ ધરાવતી છત નીચી લાગે છે.
પેઇન્ટનો કલર પસંદ કરતી વખતે તેની દિશા ઉપરાંત તે રૃમનો ઉપયોગ શું છે અને કોના માટે છે એ બાબત પણ ધ્યાનમાં લેવી જોઇએ.
લિવિંગ રૃમઃ
લિવિંગ રૃમ એ આરામનું અભ્યારણ્ય છે. તે મિત્રો અને પરિવારના સભ્યો સાથે બેસીને નિરાંતે ગપ્પા મારવાનું સ્થાન છે. લિવિંગરૃમની દિવાલોને બ્લ્યુ, ગ્રીન અથવા પીળા રંગ વડે રંગવી જોઇએ.
બેડરૃમઃ
લાંબી અથવા ખલેલ વિનાની ઊંઘ કરતા ગુણવત્તાપ્રદ ઊંઘ વધારે જરૃરી છે. લાલ, કેસરી અથવા પીળાશપડતો રંગ બેડરૃમ માટે વધારે સારો છે. આ રંગો હુંફ, આનંદ અને સંવેદનશીલતાનું વાતાવરણ સર્જે છે.
બાળકોનો રૃમઃ
બાળકોના બેડરૃમને ખુબજ સારીરીતે સજાવવો જોઇએ. આવા ઓરડાઓમાં ઉત્તેજક કે વિરોધી રંગોનો ઉપયોગ ન કરવો જોઇએ. આવા રંગોનો ઉપયોગ માત્ર બારણાં માટે કરી શકાય.
સ્ટડી રૃમઃ
અભ્યાસ માટેના ઓરડામાં સફેદ, ક્રીમ અથવા લાઇટ બ્લ્યુ જેવા રંગોનો ઉપયોગ કરવો જોઇએ. આ રંગો ભણવા માટે જરૃરી એવી ચિત્તની એકાગ્રતા વધારે છે અને ધ્યાન ભંગ થવા દેતા નથી. કલરની સીધી અસર વ્યક્તિના માનસપટ પર પડે છે. તેથી કલર વ્યક્તિના જીવનના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved