Last Update : 08-November-2012, Thursday

 
દિલ્હીની વાત
 

ઓબામાનું બીજી વારનું પ્રમુખપદ અને ભારત
નવી દિલ્હી, તા.૭
અમેરિકી પ્રમુખ બરાક ઓબામા અને એમના રિપબ્લિક પ્રતિસ્પર્ધી મિટ્ટ રોમ્ની વચ્ચે કસોકસની લડાઇ હોવાથી અહીના રાજદ્વારી વર્તુળોમાં ચૂંટણીના પરિણામ અંગે ભારે ઉત્સુકતા હતી. ભારત અમેરિકાનું એક મોટુ વ્યાપાર- ભાગીદાર હોવાથી આતુરતાનું એક કારણ એ હતું કે અમેરિકા સરકારની આર્થિક નીતિઓ વિષેનો કોઇપણ નિર્ણય ભારતની આર્થિક સ્થિતિ અને એની પ્રગતિની ઝડપ વિષે અસર પાડે જ પાડે એમ હતુ. બીજી બાજુ રોમ્નીએ ચીન વિરોધી કરેલા નિવેદનથી રાજદ્વારી વર્તુળોમાં વમળ સર્જાયા હતા. કારણ કે એમણે એવી છાપ ઉભી કરી હતી કે તેઓ ભારતને અમેરિકાની વધુ નજીક આણવા માગે છે. ઓબામાની જીત શાતે રાજધાનીના રાજદ્વારી વર્તુળોને લાગે છે કે ઓબામા એમની બીજી મુદતમાં એમની પ્રથમ મુદતનો વ્યાપાર વૃધ્ધિ, લશ્કરી સહકાર અને કાશ્મીર વિવાદથી દુરીનો અભિગમ જાળવી રાખે એ શક્ય છે. રોકાણ વિષેની અમેરિકી ચિંતા જેવા કેટલાક મહત્વના મુદ્દાનો ઉકેલ આણવો પડશે. આઉટ સોર્સીગ અને ભારતીય બજારોનું મોકળાપણું જેવા મુદ્દે ઓબામાના વલણ વિષે આ વર્તુળો અનિશ્ચિત છે. જો ઓબામા સખત વલણ અપનાવશે તો ભારતને વિપરીત અસર થશે, એમ તેઓ ચેતવે છે.
ગડકરીના ચરૃથી કોંગ્રેસને પોરસ
મહેશ જેઠમલાણીએ ભાજપ કારોબારીમાંથી આપેલા રાજીનામાથી ભાજપમાની ગડકરીવિરોધી લોબી પ્રોત્સાહિત થઇ છે ત્યારે ગડકરીને ઓછામાં ઓછું સંસદના શિયાળુ સત્ર સુધી રાહત થઇ છે, પરંતુ ભાજપના કોર જુથના નિર્ણયે સોનિયાના જમાઇ રોબર્ટ વાઢેરા સામેના આક્ષેપોનો સામનો કરી રહેલા કટોકટીગ્રસ્ત કોંગ્રેસને હિંમત આપી છે. પ્રમાણિકતાનો પથ ચૂકી ગયેલો ભાજપ પોતાની પર હુમલો કરવાની સ્થિતિમાં નહિ હોય એથી કોંગ્રેસને શાંતિ થઇ છે. બે વિરૃધ્ધ સ્થિતિઓમાં સમતુલા જાળવણીનો પ્રયાસ કરતા અમારા પક્ષની હાલત તંત્ર દોરડા પર ચાલી બતાવવા જેવી છે એમ ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું.
સોનિયાની ટિપ્પણી
બીજી તરફ ''બીજા માટે ખાડો ખોદનારાને ભાન હોવું જોઇએ કે એના માટે કોઇક કૂવો રાહ જોઇ રહ્યો છે'' એ પ્રકારની સોનિયાની ટિપ્પણી કોંગ્રેસના મિજાજમાં આવી રહેલું પરિવર્તન દર્શાવે છે. કોંગ્રેસના સદભાગ્યે, એનું ખમીર એવા ટાણે વધ્યું છે કે જ્યારે રવિવારે યોજાયેલી તાકાતના પ્રદર્શન જેવી રેલીમાં એણે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે પક્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી માટે તૈયારી કરી રહ્યો છે. કેટલાક ભાજપ નેતાઓને આશ્ચર્ય એ વાતનું થાય છે કે પક્ષના સુષ્મા સ્વરાજ અને અરૃણ જેટલી જેવા નેતાઓ, ઢગલો અનુયાયીઓ વિનાના તેમજ ૨૦૧૪ની ચૂંટણી જીતવા માટે જરૃરી રાજકીય ચતુરાઇ વિનાના નીતિન ગડકરી માટે આરએસએસના પગ શા માટે પકડે છે? કેટલાક વરિષ્ઠ નેતાઓના મતે ગડકરીના પ્રમુખપદ દરમિયાન ભાજપમાં જુથવાદ વકર્યો છે.
અડવાણી અને ઉમાને બહાર કેમ કાઢ્યા ?
ટીમ ગડકરી એમને બચાવવા માટે પ્રયત્નશીલ છ ત્યારે ભાજપના વર્તુળોમાં મુખ્ય ચર્ચા એ મુદ્દે છે કે ગડકરી માટે જુદો માપદંડ કેમ અપનાવાઇ રહ્યો છે?
તેઓ અડવાણી (અડવાણી ગઇકાલની કોર જૂથની બેઠકમાં હાજર નહોતાં) અને ઉમા ભારતીનો દાખલો ટાંકી રહ્યા છે. અડવાણીએ મહંમદઅલી જિન્નાહ વિષેની ટિપ્પણી પછી પદ છોડવું પડયું હતું. આમ જણાવીને પક્ષના કાર્યકરો પૂછી રહ્યા છે કે તો પછી વિવેકાનંદ વિષેની ટિપ્પણીના વિવાદમાં સપડાયેલા ગડકરીને પણ ઉપરોક્ત માપદંડથી જ કેવી રીતે ચાલુ રહેવા દઇ શકાય? ઉમા ભારતીને દાયકા જૂના રમખાણ કેસમાં આક્ષેપો બદલ મધ્યપ્રદેશનું મુખ્યપ્રધાનપદ છોડવાની ફરજ પડાઇ હતી.
ગડકરીનું ભાવિ
ગડકરીને કામચલાઉ રાહત મળી હોવા છતાં એમને બીજી મુદત માટે ભાજપ પ્રમુખ પદ મળવાની તકો ઓછી છે. પક્ષનો એક ભાગ માને છે કે એમને તાત્કાલિક હાંકી કાઢવાથી એવો સંકેત પાઠવાશે કે પક્ષ ગડકરીને ભ્રષ્ટાચારી માને છે. પક્ષની ભ્રષ્ટાચારવિરોધી છબીને જાળવવા માટે પક્ષમાં એકતા પણ જરૃરી હોવાની લાગણી પણ પક્ષમાં છે. કેટલાક નેતાઓને મન બહેતરતો એ જ કે ગડકરી જાતે જ પદત્યાગ કરે, કારણ કે એમ થવાથી એમને માનભરી વિદાય અપાશે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved