Last Update : 08-November-2012, Thursday

 

એ પહાડી કિશોરીનો આકસ્મિક પ્રેમ હજી મનમાં આશ્ચર્ય પ્રેરે છે!
જીવનમાંથી હું શું શીખી?

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

 

આજની વાત

 

બાદશાહ ઃબીરબલ, ભારતના શા ખબર છે?
બીરબલ ઃજહાંપનાહ, ચોતરફ ભ્રષ્ટાચારના આક્ષેપોની આંધી જાગી છે. વિરોધી પર પ્રહાર કરવાનું આ રાજકીય શસ્ત્ર વારંવાર અજમાવાય છે.
બાદશાહ ઃક્યા ખૂબ!
બીરબલ ઃપણ જહાંપનાહ, ભ્રષ્ટાચારના આક્ષેપોથી ભ્રષ્ટાચાર-મુક્તિનો કોઈ માર્ગ મળતો નથી.

 

કેટલીક સર્જક પ્રતિભા એવી હોય છે કે જે કોઈ પણ ક્ષેત્રમાં પદાર્પણ કરે, ત્યાં એમની મૌલિકતા અને પ્રતિભાથી આગવી મુદ્રા અંકિત કરે છે. ગુજરાતી સાહિત્યના જાણીતા લેખિકા શ્રી ધીરુબહેન પટેલે નવલકથા અને લઘુનવલનાં સ્વરૃપોમાં આગવું અને અવિસ્મરણીય પ્રદાન કર્યું છે. એમણે લાંબી હાસ્યકથાઓ લખી છે, તો લોકકથાને આધારે 'ભવની ભવાઈ' જેવાં નાટકો પણ આપ્યાં છે. બાળકાવ્યો અને બાલકથાઓમાં પણ એમનું આગવું પ્રદાન છે તો એમણે લખેલી નાટક અને ફિલ્મની કથાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખાઈ છે.
ધીરુબહેન પટેલનો જન્મ ૧૯૨૬ની ૨૯મી મેએ વડોદરામાં થયો. લાંબી સર્જનયાત્રા કરનાર અને વર્ષો સુધી અધ્યાપન કરનાર તેમજ સામયિકનું તંત્રીપદ સંભાળનાર આ લેખિકાનો જીવન તરફનો અભિગમ કેવો હશે? જીવનમાંથી હું શું શીખી? એ વાત કરતાં એમણે એમના અનુભવો અને જીવનદૃષ્ટિ પ્રગટ કર્યા -
'પૃથ્વી નામના આ સુંદર ગ્રહ પર મેં પહેલવહેલી આંખ ખોલી ત્યારથી આજ સુધીમાં મને જે જાતજાતના અનુભવો થયા છે. તેમાંથી સૌથી મહત્ત્વની વાત હું એ શીખી છું કે કોઈ મારું પોતાનું નથી અને કોઈ મારું પરાયું નથી.'
માણસમાત્રને પ્રેમની ભૂખ હોય છે. એ પ્રેમ સંપૂર્ણ અને શાશ્વત હોવો જોઈએ એવી આપણી ઈચ્છા હોય છે. પણ એ કદી શક્ય હોય છે? જે વ્યક્તિ તરફથી આવો પ્રેમ મળે એને માટે તમે તરફડો છો તે વ્યક્તિના હૃદયમાં બીજા કેટલાયને માટે સ્થાન નથી હોતું? ભાગે પડતા પ્રેમથી તમને પૂરેપૂરો સંતોષ થાય છે ખરો? વળી એ પ્રેમના પ્રવાહમાં ભરતીઓટ નથી આવતાં? ક્યારેક એ ધારા ક્ષીણ થતી થતી સાવ સુકાઈ ગઈ છે એવો ડર તમને નથી લાગતો? તો તમે એ વ્યક્તિને સંપૂર્ણપણે તમારી પોતાની શી રીતે ગણી શકો?
ચાલો ને, બીજા કોઈની વાત શું કરવા કરવી? તમારો પોતાનો જ વિચાર કરો. તમે શું કોઈને સતત સંપૂર્ણપણે ચાહી શક્યા છો? તમારા હૃદયનાં દ્વાર સંસારના બીજા બધા જીવો માટે હંમેશ બંધ રહ્યાં છે? મને એવું લાગે છે કે આ અશક્ય છે. જીવન તો એક મુક્તપણે વહેતો પ્રવાહ છે. એમાં અણધારેલા ફેરફાર આવવાના જ. એ કંઈ યુગોનો પડકાર ઝીલતો ગગનચુંબી પર્વત નથી જે સદાય એકનો એક દેખાય. એ દેખાવ પાછળ પણ કંઈ કેટલાંય સંચલનો સક્રિય નહીં હોય તે કોણે જાણ્યું?
જ્યાં જ્યાં જીવન છે ત્યાં ત્યાં ગતિ છે. ગતિ છે ત્યાં પરિવર્તન છે, પછી તે પ્રિય લાગે તેવું હોય કે અપ્રિય લાગે તેવું. એને સહન કર્યે જ છૂટકો. કેટલીક વાર એવું પણ બને છે કે જે શરૃઆતમાં અપ્રિય હોય તે 'અંતતો ગત્વા' પ્રિય બની જાય અને એથી અવળું પણ બને. જીવન નામના શિક્ષકની શાળામાં દાખલ થયા પછી આવા તો કંઈ કંઈ અઘરા પાઠ શીખવાના આવશે. પણ એથી કંઈ કાયર થઈને નાસી નહીં જવાય. જે શીખવાનું છે તે શીખવું જ પડશે. છેક છેલ્લે તો ટન ટન કરતા દિશાઓ ગજવતા ટકોરા પાડવાના જ છે અને જીવનના પડદાની પેલે પાર રહેલી રહસ્યમય સૃષ્ટિનાં દર્શન પણ થવાનાં છે. એ ક્ષણ આવતાં પહેલાં અહીં જેટલું શીખી લેવાય તેટલું શીખવામાં આળસ ન કરાય. કરીએ તો એનો એ પાઠ ફરી ફરીને શીખવો પડે અને કંઈ આનંદજનક ન લાગે.'
એ પછી આટલી ભૂમિકા આપ્યા પછી ધીરુબહેન પટેલે પોતાનાં કેટલાંક હૃદયસ્પર્શી પ્રસંગો દર્શાવતાં કહ્યું,
બાળસાહિત્ય વિશેના કોઈ રાષ્ટ્રીય સમારંભમાં ગુજરાતીના પ્રતિનિધિ તરીકે હું ને આપણા પ્રાગજીભાઈ ડોસા લખનૌ ગયાં હતાં ત્યારની વાત છે. ભાર્ગવ પબ્લિશર્સનું નામ મોટું. તેઓ અમારા યજમાનોમાંના એક હતા. એમનું ઘર એટલે એકાદી નાનકડી પોળ જ જોઈ લો. અજબની આંટીઘૂંટી આમ જુઓ તો છૂટાં મકાનો પણ અંદરથી બધાં જોડાયેલાં. જૂના વખતનું બાંધકામ, જોવામાં સરસ લાગે પણ આધુનિક સગવડો ઓછી.
હવે થયું એવું કે બધા પ્રતિનિધિઓનો ઉતારો કોઈ હોટલમાં હતો. પણ મારી સાથે કોઈ ગયા ભવની લેણાદેણી હશે એટલે ભાર્ગવ દંપતિએ મને જોતાંવેંત નક્કી કરી લીધું કે મારે એમની સાથે એમને ઘરે જ રહેવું જોઈએ. મારી ઉંમર તે વખતે નાની એટલે આ બંને વૃદ્ધોને માથે મારી આગતાસ્વાહતાનો ભાર નાખવાનું મને ઠીક ન લાગ્યું. મેં કહ્યું, 'મૈં ભી ઈન લોગો કે સાથ ચલી જાઉંગી.'
'યહ કૈસે હો સકતા હૈ? હમારી બહન ક્યા હોટલમેં ઠહરેગી?'
એમનો એટલો સ્નેહપૂર્ણ આગ્રહ હતો કે આ 'બહન'નું કંઈ ચાલ્યું નહીં. હું ત્યાં જ રહી. માની ઉંમર તો મોટી ઉપરાંત સ્વાસ્થ્ય પણ સારું નહીં. બિચારા માંડમાંડ ચા બનાવે અને હાંફતાં હાંફતાં આપવા આવે તેમાં પાછો ભાર્ગવજીએ વટહુકમ બહાર પાડયો. 'હોટલ કા ખાના બહન કો કૈસે ખિલા સકતે હૈં? તુમ હી રોટી બના લો.'
થયું? એમને કેવી રીતે સમજાવી શકાય કે બહેન તો લખનૌની હોટલમાં કેવું ખાવાનું મળે છે તે જાણવા ઘણી આતુર છે? પછી મારે કમને એમનું ફરમાન સ્વીકારવું પડયું. પણ મજાની વાત એ થઈ કે શ્રીમતી ભાર્ગવે મારી સાથે રસોડામાં બેઠાં બેઠાં દિલના પટારા ખોલી નાખ્યા. ઘણી બધી વાતો કરી અને મારી સાથે એક નાજુક સ્નેહસંબંધ બાંધ્યો. મારા જીવનની મૂલ્યવાન પ્રાપ્તિઓમાંથી આ એક.
આવું ને આવું હું હિમાલયની ચાર ધામ યાત્રામાં ગઈ હતી ત્યારે બનેલું. કડકડતી ઠંડી. ગંગોત્રીનાં નિર્મળ જળમાં આંગળી બોળીએ તોયે ઠરી જાય. મારી સાથેના લોકોએ ડહાપણભર્યો નિર્ણય લીધો કે નહાવાની કોઈ જરૃર નથી. અહીં લગી આવ્યાં એટલે જાત્રા વળી જ કહેવાય. પણ આપણું મનમાંકડું કૂદાકૂદ કરે. આખરે યાહોમ કરીને ઝંપલાવ્યું. શરીર તો જાણે બળી ગયું પણ બાજુમાં બેઠેલા એક વિદ્વાનને મોંએ ગવાતા ગંગાજીની સ્તુતિના શ્લોકો સાંભળવાનો લહાવો મળ્યો તે સ્મૃતિમાં જડાઈ ગયો. પછી બ્રહ્મકપાલ પર પૂર્વજોને યાદ કરીને પૂજા કર્યા બાદ ઉતારો મળ્યો. કેવો એ ઉતારો? વચ્ચે થોડુંક તાપણા જેવું અને આસપાસ સાંકડેમાંકડે ગોઠવાયેલા લોકો. આખી રાત બેઠેબેઠે જ કાઢવાની હતી. થોડેક દૂર બેઠેલી એક કન્યાની ને મારી આંખો મળી. પહેલાં સ્મિત પછી ચહેરા પર ભાવની ભરતી. આસ્તે આસ્તે પાસે સરકીને એણે કહ્યું, 'તમને ખબર છે, આ તો મારી અહીંની છેલ્લી રાત છે?'
હું હબકી ગઈ. આટલી કુમળી ને સુંદર છોકરીને મોંએ આ તે કેવી વાત? એની બોલી મને થોડી ઘણી સમજાતી હતી પણ એની ભાષામાં બોલવાનું સામર્થ્ય નહોતું. તેમ છતાં કોઈક રીતે અમે બંને વાતે વળગ્યાં. પછી સમજાયું કે બીજે દિવસે એ પોતાને સાસરે જવાની છે. એને કોને ખબર શું થયું હશે કે એણે કહ્યું, 'તમે બિલકુલ ઊંઘશો નહીં.'
'કેમ?' મેં પૂછ્યું.
'અરે, તમે સમજતાં કેમ નથી? કાલે તો હું ચાલી જઈશ. પછી આપણે ક્યારે મળીશું? ક્યારેય નહીં. ક્યારેય નહીં.' એની આંખમાં આંસુ આવી ગયાં.
હું મૂંઝાઈ ગઈ. એની વાત તો સાચી જ હતી. પણ જેની સાથે કંઈ લાગેવળગે નહીં એવી એના કરતાં ખાસી મોટી સ્ત્રી સાથે એને આવો ઓચિંતો સ્નેહસંબંધ ક્યાંથી બંધાઈ ગયો એની મને સમજ ન પડી. હું એની સામે જોઈ રહી પછી એ બોલી, 'ચાલો આપણે વાતો કરીએ. આ આજની જ રાત તો છે આપણી પાસે.'
ઠીક, મેં આવડી એવી ભાષામાં એની સાથે વાતો કરી. વધારે તો એની વાતો સાંભળી. એમ કરતાં કરતાં સવાર પડી એટલે એણે મારો હાથ પકડી લઈને કહ્યું, 'મને ખબર છે. તમે મને ભૂલી જશો.'
'ના. નહીં ભૂલું.'
'ખરેખર?' એનો ચહેરો એકદમ ખીલી ઊઠયો. પછી પ્રસન્ન ભાવે મારી સામે જોતી જાય અને વાતો કરતાં કરતાં વચ્ચે અટકીને કહે - 'વચન આપો, મને ભૂલી નહીં જાઓ ને?'
'નહીં ભૂલું.' દર વખતે હુ એને ખાતરી આપતી. આજે પણ નથી ભૂલી, પરંતુ એને જણાવવાનો કોઈ રસ્તો નથી. સરનામાં પરસ્પર લીધાં નહોતાં. એનો કંઈ અર્થ પણ નહોતો. છતાં એ પહાડી કિશોરીનો આકસ્મિક પ્રેમ હજી મનમાં આશ્ચર્ય પ્રેરે છે. શાથી એને આવી લગની લાગી હશે? ખબર નથી આજે એ ગૃહિણી, કદાચ માતા બનીને એનો સુખી સંસાર ચલાવતાં ક્યારેક મને યાદ કરતી હશે કે નહીં - ઘણે ભાગે નહીં જ કરતી હોય અને એ જ બરાબર છે - પણ પ્રસંગ એક મધુર સ્મૃતિ બનીને મારા મનમાં જળવાઈ રહ્યો છે. કોઈ પરાયું નથી, કોઈ પરાયું નથી. શી ખબર કેવી રીતે ક્યારેક કોઈ અજાણ્યું માણસ એકદમ આત્મીય બની જાય છે.
પાછી આ એકલાં માણસોની વાત નથી. એક વખત એક કૂતરાએ પણ બિલકુલ અણધારી રીતે ઓળખાણ કાઢી હતી. થયું એવું કે હું ઉતાવળે ઉતાવળે અમારી વાડીમાં પેસતી હતી ત્યાં એક કૂતરો કંઈક ગુસ્સાથી ભસીભસીને બધાને ડારતો હતો તે તરફ મારું ધ્યાન ગયું એટલે હું ખંચકાઈને ઊભી રહી ગઈ. દોડીએ તો કૂતરા પાછળ પડે એટલી ખબર હતી એટલે એ સાહસ તો ન કર્યું પણ માત્ર સામે જોયા સિવાય બીજું શું થઈ શકે તે ન સમજાયું.
એટલામાં ત્યાં રમતાં છોકરામાંથી એક નાની બાલિકાએ મને કહ્યું, 'જાઓ, જાઓ, તમને કંઈ નહીં કરે.'
'અરે!'
'સાચું કહું છું. એ તમને ઓળખે છે. રોજ તમને જુએ છે ને?'
મને એટલી બધી શરમ આવી! અરે, આ કૂતરો મને ઓળખે છે અને મને એના અસ્તિત્વનું ભાન જ નથી? હું એવી તે કેવી બેધ્યાન? પણ છોકરીની વાત સાચી હતી. હું પાસે ગઈ એટલે એણે ભસવાનું બંધ કર્યું. પૂંછડી હલાવી અને ચાર-છ ડગલાં મારી સાથે ચાલી પાછો વળી ગયો. કેટલો મામૂલી પ્રસંગ! પણ એ હું ભૂલી નથી શકતી. આપણી આસપાસ કોણ છે, શું ચાલી રહ્યું છે એનો આપણને ખ્યાલ જ ન આવે કેટલું ખરાબ કહેવાય! અને આ - આપણાથી ઊતરતી કોટિનું પ્રાણી - આપણને ઓળખે, આપણી અદબ રાખે કે કેવી અજબ વાત! સાચે જ, આ સંસારમાં આપણે બધાં પરસ્પર સંકળાયેલાં જ હોઈશું. કોઈ પરાયું નહીં હોય, પણ એ વાત મનમાં ઊતરે ત્યારે ને?
'સુધા'માં માનદ તંત્રી રહેવાનો કાળ પૂરો થયો હશે એટલે મારે ત્યાંથી જવાનું થયું. એ જમાનો હૅન્ડકમ્પોઝનો. અલગ ખાનામાંથી બીબાં લઈ લઈને લાઈનસર ગોઠવવાં પડે. ઘણું કષ્ટનું કામ. અમારી ઓફિસ ઉપલે માળે. નીચે કમ્પોઝ ડિપાર્ટમેન્ટ. કોઈક વાર આંટા મારું એટલો જ સંબંધ. છેલ્લે દિવસે નીકળતી વખતે જોઉં છું તો એક કમ્પોઝીટર અશ્રુભરી રાતી આંખે સામો આવીને ઊભો રહ્યો.
'અરે! શું થયું છે તમને?' મેં પૂછ્યું.
પહેલાં તો આ કંઈ બોલ્યો નહીં. બોલી જ ન શક્યો. પછી માંડ માંડ આંખ લૂછીને કહે, 'તમે જાઓ છો?'
'હા.'
'બહેન! ફરી ક્યારે તમને જોઈશ?'
એને આશ્વાસન આપવાની મારી હિંમત નહોતી ચાલતી છતાં જરાક હસીને કહ્યું, 'આવીશ ને કોક દહાડો તમને બધાને મળવા?'
'ખરેખર?'
એને શી રીતે કહું - ખરેખર? જે જગ્યાએ અગિયાર વરસ સુધી વગર પગારે દિલ દઈને કામ કર્યું હતું ત્યાંથી નીકળતી વખતે એક અદના કારીગરનાં બે આંસુની અણમોલ ભેટ લઈને નીકળતાં મારું મન આભારની લાગણીથી છલકાઈ ગયું. એ ભાઈ શું પરાયો હતો, કે સ્વજનથી યે વિશેષ?
જીવનમાં થયેલા કેટલાંય અનુભવોને દર્શાવીને અંતે એમણે કહ્યું, જિંદગીએ મને આ શીખવ્યું છે - તમારી જાતને સદૈવ કેન્દ્રસ્થાને ન રાખો. રસ્તે ચાલતા અજાણ્યા બાળકનું સ્મિત ઝીલો અને પાછું વાળો, એક વિશાળ અને વિરાટ જીવનપ્રવાહનો તમે માત્ર એક અંશ છો એ સત્ય સ્વીકારો અને એનું ગૌરવ અનુભવો - ટૂંકમાં, પ્રેમ કરતાં શીખો. એથી વધારે કંઈ કરવાની જરૃર નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 

 

 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved