Last Update : 08-November-2012, Thursday

 

જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ

સંપત્તિ વેચી તેના રૃપિયા ઇચ્છા વિરુદ્ધ રોકી ૩.૭૬ કરોડની રકમ ગપચાવ્યાનો આરોપ

મુંબઇ,તા.૭
જામનગરના રાજકુંવરી સાથે ૩.૭૬ કરોડ રૃપિયાની છેતરપિંડીના મામલામાં આરોપી બેંક જિજ્ઞોશ બરસારાની મુંબઇ પોલીસની આર્થિક ગુનાશોધક શાખાએ ધરપકડ કરી હતી. સોમવારે સાંજે પ્રભાદેવીમાં રહેતા બરાસરાની ધરપકડ બાદ આઝાદ મેદાન નજીકની આર્થિક ગુનાશોધક શાખાની ઓફિસમાં કલાકો સુધી પુછપરછ કરાઇ હતી.
બીજા દિવસેે એસ્પ્લેનેડ કોર્ટે બરાસરાને ૨૨ નવેમ્બરે સુધીની પોલીસ કસ્ટડીનો આદેશ કર્યો હતો.
અગાઉના જામનગર રાજ્યની રાજકુંવરી વિવેકા કુમારીએ એપ્રિલ મહિનામાં ફરિયાદ નોંધાવી હતી કે, એક જણીતી આંતરરાષ્ટ્રીય બેંકના ફંડ વિભાગના તે સમયને સિનિયર મેનેજર બરાસરાએ મારી જીવનની મુડી ગપચાવી છેતરપિંડી આચરી હતી. આ વિષયક સમાચારો ૨૫ એપ્રિલના અખબારોમાં ચમકયાં હતાં.
બરસારા ઉપરાંત તેની પત્ની માનસી અને મુંબઇની એક જાણીતી સ્ટોક બ્રોકિંગ પેઢી તેમજ આ પેઢીના એક કર્મચારી સુહાસ વૈદ્યનું નામ પણ આરોપી તરીકે ફરિયાદીએ આપ્યાં હતાં.
આર્થિક ગુનાશોધક શાખાના એક અધિકારીના જણાવ્યા મુજબ, સંખ્યાબંધ પ્રશ્નોના 'સંતોષજનક જવાબો' આપવામાં નિષ્ફળ ગયા બાદ બરસારાની ધરપકડ કરાઇ હતી તેમજ પૈસાની ઉચાપત સ્પષ્ટ રીતે ' આયોજન પૂર્વક' થયાનું જણાયું હતું.
વિવેકાની ફરિયાદ મુજબ, બ્રિટેશ ડિપ્લોમેટ તરીકે ફરજ બજાવતા મારા પતિને ઇજિપ્તમાં ફરજ સોંપાઇ હતી કે સમયેે વર્ષ ૨૦૦૯માં અમારા પારિવારિક મિત્ર બરસારાએ કેટલાંક કોરા દસ્તાવેજ પર મારા હસ્તાક્ષર કરાવ્યાં હતાં અને મારી આર્થિક બાબતો સંભાળવાનું કહ્યું હતું.
ફરિયાદ મુજબ, વિવેકાએ પોતાની એક સ્થાવર મિલકત (સંપત્તિ) ૨.૭૮ કરોડ રૃપિયામાં વેચી હતી અને વિવેકા અને તેનો પતિ આ રકમ બ્રિટનને પરત કરવા માગતા હતાં.
પરંતુ બરસારાએ આ રકમમાંથી બે કરોડ રૃપિયા જેટલી રકમ એક સ્ટોક બ્રોકિંગ પેઢીને આવ્યાં હતાં. અને જણાવ્યુ ંહતું કે, આ પેઢી સાથે મારેે લાંબા સમયથી સંબંધ છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં વિવેકાએ પૈસા પરત માગ્યા તો બરસારાએ તેને કહ્યું હતું કે, તમારૃં રોકાણ ૩.૭૬ કરોડ રૃપિયા સુધી પહોંચ્યું છે તેથી આ વિચાર યોગ્ય નથી.
ફરિયાદ પ્રમાણે આમાં કંઇક શંકાસ્પદ લાગતાં આ વર્ષે મે મહિનામાં વિવેકા મુંબઇ આવી હતી અને બરસારાએ તેને કહ્યું હતું કે,સઘળી રકમ રોકડી કરી વૈદ્યના હાથમાં અપાઇ હતી અને તેણે આ રકમ એક કન્સ્ટ્રકશન કંપનીમાં રોકી હતી.
બરસારાના જણાવ્યા મુજબ, કન્સ્ટ્રકશન કંપનીમાં રોકાણનું વૈદ્યએ નક્કી કર્યુ ંહતું. જયારે વૈદ્યના જણાવ્યા મુજબ, હું તો માત્ર બરસારાની સૂચના મુજબ કામ કરતો હતો, એવો આક્ષેપ વિવેકાએ કર્યો હતો.
ફરિયાદ નોંધાયા બાદ બેંકે બરસારાને નોકરી પરથી હટાવ્યો હતો, જયારે બોમ્બે હાઇ કોર્ટે ગયા મહિને વૈદ્યને જામીન મુકત કર્યો હતો. આ ધરપકડને 'હકારાત્મક કામગીરી' ગણાવી વિવેકાના વકીલ ઝુલ્ફીકાર મેમને કહ્યું હતું કે, 'હવે તેની ધરપકડ થયાં બાદ તે સહકાર આપશે અને મારી અસીલના પૈસાનો દુરૃપયોગ થયો તેે કૌભાંડની માહિતી આપશે.'
એપ્રિલ મહિનામાં વિવેકાએ ફરિયાદ નોંધાવી હતી ત્યારે બરસારાએ કહ્યુ ંહતું કે, વિવેકાએ મારી સલાહ લીધી હતી અને તેની રકમ બ્રોકિંગ કંપનીએ કેવી રીતે લીધી તેની સાથે મારે કોઇ જ લેવાદેવા નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved