Last Update : 08-November-2012, Thursday

 

સ્પેનીશ યુવતી પર બળાત્કારની ઘટના
વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત

પરદેશી ભારત છોડીને જાય એ પહેલાં તપાસ પૂરી થવી જોઇએ

મુંબઇ તા.૭
બાંદરામાં સ્પેનીશ યુવતી પર બળાત્કાર અને લૂંટના આરોપસર પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડયો હતો. જ્યારે કોઇ વિદેશી વ્યક્તિ ગુનાનો ભોગ બની હોય તે ભારત છોડીને પોતાને દેશ ચાલી જાય એ પહેલાં કેસની તપાસ પૂરી થવી જોઇએ અને વાંદરાના કેસની જેમ આરોપી પણ ઝડપથી પકડાઇ જવા જોઇએ એવો મત કાનૂની નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો.
સિનિયર ક્રિમિનલ લોયર અધીક શિરોડકરે જણાવ્યું હતું કે જ્યારે કોઇ વિદેશી નાગરિક બળાત્કાર જેવા ગંભીર ગુનાનો ભોગ બને ત્યારે પોલીસ તંત્રે ઝડપથી કાર્યવાહી હાથ ધરીને પિડિત વ્યક્તિને ન્યાય અપાવવો જોઇએ. કારણ કે આમાં દેશની વિશ્વાસનિયતાનો સવાલ હોય છે. બીજું મહિલાઓ માટે મુંબઇ શહેર એકદમ સલામત શહેર છે એવી બહારના દેશોમાં જે છાપ છે તેને પણ ઝાંખપ લાગે છે. આવાં કેસની સુનાવણી પણ ઝડપથી હાથ ધરાય એ જરૃરી છે.
શિરોડકરે વિદેશી યુવતી પર બળાત્કાર સંદર્ભે જણાવ્યું હતું કે તત્કાળ ફોરેન્સિક ટેસ્ટ કરાવીને બળાત્કાર થયો છે એ પુરવાર કરવું જોઇએ. બળાત્કારનો ભોગ બનેલી વ્યક્તિ દેશ છોડીને જાય એ પહેલાં પોલીસે ઇન્વેસ્ટીગેશન પૂરૃં કરીને ચાર્જશીટ દાખલ કરવી જોઇએ.
એડવોકેટ સ્વપ્નીલ કોઠારીએ જણાવ્યું હતું કે અગાઉ પણ વિદેશી મહિલા પર થયેલા કથિત બળાત્કારના કેસોની તપાસ ઝડપથી પૂરી કરવામાં આવી હતી. ગોવાની સરકારે તાજેતરમાં જ બળાત્કારનો ભોગ બનેલી બે રશિયન મહિલાઓના કેસની કાર્યવાહી ઝડપથી આટોપી લેવાનો નિર્ણય લીધો હતો. હરિયાણાના હિસ્સારમાં ઉપરાઉપરી બનેલા બળાત્કારના કિસ્સાની ઝડપી તપાસ પાર પાડીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હરિયાણા પોલીસે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટ સમક્ષ ચલાવવામાં આવે અને આરોપીઓ છૂટી ન જાય એ માટે તજવીજ કરી છે. મુંબઇમાં પણ આ જ રીતે વિદેશીઓના કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવીને ઝડપથી ફેંસલો લાવવો જોઇએ. અમેરિકાનું ન્યાયતંત્ર આ બાબતમાં ચાંપતી નજર રાખે છે. કોઇ વિદેશી નાગરિક બળાત્કાર કે બીજા કોઇ ગુનાનો ભોગ બને ત્યારે તેના કેસની તપાસ ઝડપથી પૂરી થાય અને તેને ન્યાય મળે એ માટે ખાસ ચીવટ રાખવામાં આવે છે. ગુનાનો ભોગ બનેલી વ્યક્તિને માનસશાસ્ત્રીની મદદ પણ પૂરી પાડવામાં આવે છે.
વકીલોના મત મુજબ સામાન્ય રીતે કેસનો નિવેડો આવતા વર્ષોના વર્ષો લાગી જતા હોય છે. વિદેશી નાગરિક કંઇ આટલો લાંબો સમય ભારતમાં રહી ન શકે. એટલે ચેપના કેસને અગ્રક્રમ રાખીને ચલાવવા જોઇએ. એડવોકેટ શિરોડકરે જણાવ્યું હતું કે સ્પેનીશ યુવતી પણ લાંબો સમય ભારતમાં રોકાઇ નહી શકે. આ જાતના કેસોમાં વિદેશી વ્યક્તિએ કેસની તારીખે હાજર રહેવા પાછા આવવું પડે ત્યારે તેનો ખર્ચ કોણ ભોગવે એ બાબતમાં કોઇ સ્પષ્ટ ગાઇડ લાઇન નથી. આ સંબંધે ક્રિમિનલ બાબતોના ધારાશાસ્ત્રી મિહિર ઘીવાલાએ કહ્યું હતું કે આરોપીને તત્કાળ પકડવાની કુનેહ દાખવનારી પોલીસે કોઇ પણ જાતની કચાસ રાખ્યા વિના સજ્જડ કેસ તૈયાર કરવો જોઇએ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved