Last Update : 08-November-2012, Thursday

 

રાજનેતા ઉપરાંત ઓબામા શું શું છે ?

રમતવીર ઓબામા ઃ ઓબામા બાસ્કેટ બોલના ખેલાડી છે. લેફ્ટ હેન્ડેડ જમ્પ શોટમાં તે માસ્ટર છે. તે મોટે ભાગે મંગળવારે બાસ્કેટ બોલ રમવાનું પસંદ કરે છે. કોલેજમાં તે બાસ્કેટ બોલ ટિમના સભ્ય હતા. તેની ઊંચાઈ છ ફિટ દોઢ ઈંચ છે, જે બાસ્કેટ બોલ પ્લેયર ખેલાડી માટે પરફેક્ટ છે.
પોકર પ્રેમી ઓબામા ઃ ઓબામા પોકર (ગંજીફાની એક રમત) રમવાના શોખીન છે. તેઓ ઈલિનોઈના સેનેટર હતા ત્યારે નિયમિત રીતે પત્તાં રમતા હતા. હવે ટાઈમ મળશે તો રમશે !
એવોર્ડ વિજેતા ઓબામા ઃ ઓબામા કોઈ સંગીતકાર નથી કે પોપ ગાયક પણ નથી છતાં તેને બે વખત ગ્રેેમી એવોર્ડ મળ્યો છે. એક એવોર્ડ ચાલુ વર્ષે જ મળ્યો છે, તેના પુસ્તક 'ઓડાસિટી ઓફ હોપ'ના ઓડિયો વર્ઝન માટે. બીજો એવોર્ડ પણ તેને તેના બીજા પુસ્તક 'ડ્રીમ્સ ફ્રોમ માય ફાધર'ના ઓડિયો વર્ઝન માટે આપવામાં આવ્યો છે.
બહુરાષ્ટ્રીય ઓબામા ઃ ઓબામાના પિતા કેન્યાના હતા, તેમની માતા યુએસએના હતાં. તેમના ઓરમાન પિતા ઈન્ડોનેશિયાના હતા. તેમની બે બહેનો લગ્ન કરી કેનેડા ગઈ છે. એ રીતે ઓબામા સાથે જોડાયેલા લોકો એકથી વધુ દેશોમાં ફેલાયેલા છે.
ડાબોડી ઓબામા ઃ અરે... અરે ઓબામા આપણા કેટલાક ડોબા નેતાઓની માફક વાહિયાત વિચારધારા ધરાવે છે એવું નથી. પણ ઓબામા ડાબોડી છે, મતલબ કે ડાબા હાથે કામ કરે છે. ૩૫ વર્ષ બાદ વ્હાઈટ હાઉસમાં કોઈ ડાબોડી પ્રમુખ આવ્યા છે.
લેખક ઓબામા ઃ ઓબામાની આવકમાં સારો એવો હિસ્સો તેના પુસ્તકોની રોયલ્ટીનો છે. ઓબામાએ ઘણા પુસ્તકો લખ્યા છે. 'ડ્રિમ્સ ફ્રોમ માય ફાધર' અને 'ઓડાસિટી ઓફ હોપ' એ બન્ને પુસ્તકોની અત્યારે દુનિયાભરમાં બોલબાલા છે. ન્યૂયોર્ક નિવાસ દરમિયાન લખેલા પુસ્તક ડ્રીમ્સ ફ્રોમ માય ફાધરમાં ઓબામાએ તેના પિતા સાથેના સંસ્મરણો લખ્યા છે, જ્યારે ઓડાસિટી ઓફ હોપમાં લખાણ તેની આત્મકથા પ્રકારનું છે. ઓબામાનું લખાણ ઉચ્ચ કક્ષાનું હોય છે.
હેરી પોટર ફેન ઓબામા ઃ ઓબામા હેરી પોટરના જબરદસ્ત ફેન છે. તેણે એ વિશેના તમામ પુસ્તકો વાંચી નાખ્યા છે. વધુમાં એ પ્રકારની કથા હોય એવા પુસ્તકો પણ વાંચતા રહે છે.

 

ઓબામા ઃ ક્યારે ક્યાં પહોંચ્યા ?
ઓગસ્ટ ૪, ૧૯૬૧ હોનોલુલુમાં જન્મ
૧૯૩૬ તેના પિતા અલગ થઈ કેન્યા ચાલ્યા ગયા
૧૯૬૭ ઈન્ડોનેશિયામાં સ્થળાંતર
૧૯૭૧ હવાઈ ટાપુ પર પરત આવ્યા
૧૯૭૯ ઓક્સિડેન્ટિલ કોલેજમાં ભરતી
ઓગસ્ટ ૧૯૮૧ કોલમ્બિયા કોલેજમાં પ્રવેશ
૧૯૮૩ ન્યૂ યોર્કમાં પધરામણી
૧૯૮૫ શિકાગોમાં સ્થળાંતર
૧૯૮૭ ઓબામાનો આધ્યાત્મિક વિકાસ કરવામાં જેનો મહત્ત્વપૂર્ણ ફાળો છે, એ જેરેમિઆહ એ રાઈટ
જુનિયર સાથે મુલાકાત
સપ્ટેમ્બર, ૧૯૮૮ હાવર્ડ લો સ્કૂલમાં દાખલ થયા
૧૯૯૦ હાવર્ડ લો સ્કૂલમાં તેઓ લો રિવ્યૂના પ્રમુખ બન્યા. લો રિવ્યુના પ્રમુખ બનનારા તેઓ પ્રથમ આફ્રિકી અમેરિકી નાગરિક હતા
૧૯૯૧ ફરી પાછા શિકાગો
ઓક્ટોબર ૧૮, ૧૯૯૨ મિશેલ રોબિન્સન સાથે શિકાગોના 'ટ્રિનિટિ યુનાઈટેડ' ચર્ચમાં લગ્ન
૧૯૯૩ કાયદાકીય પેઢીઓ સાથે જોડાયા અને લેકચરર બન્યા
૧૯૯૫ ડ્રીમ્સ ફ્રોમ માય ફાધરનું પ્રકાશન
૧૯૯૬ ઇલિનોઈની સેનેટમાં ચૂંટાયા
૧૯૯૯ પ્રથમ સંતાનનો જન્મ
૨૦૦૧ બીજી દીકરીનો જન્મ
ઓક્ટોબર ૨, ૨૦૦૨ ઇરાક યુદ્ધ વિરુદ્ધ મહત્ત્વપૂર્ણ અને અસરકારક ભાષણ
માર્ચ ૧૬, ૨૦૦૪ અમેરિકન સેનેટના પ્રાથમિક મેમ્બર બન્યા
નવેમ્બર ૨, ૨૦૦૪ યુએસએના સેનેટની બેઠક જીતી
ઓગસ્ટ ૨૦૦૬ કેન્યાની મુલાકાત લીધી
ઓક્ટોબર ૨૦૦૬ ઓડાસિટી ઓફ હોપ રિલિઝ થઈ
ડિસેમ્બર ૧૦, ૨૦૦૬ હેમ્પશાયરની પ્રથમ વખત મુલાકાત
જાન્યુઆરી ૧૬, ૨૦૦૭ પ્રમુખપદના ઉમેદવારોની રેસમાં દાખલ
સપ્ટેમ્બર ૧૨, ૨૦૦૭ ઈરાકની મુલાકાત
મે ૩૧, ૨૦૦૮ ટ્રિનિટિ યુનાઈટેડ ચર્ચના સભ્યપદેથી રાજીનામું આપ્યું
જુલાઈ ૨૪, ૨૦૦૮ પ્રમુખપદના ઉમેદવાર તરીકે પ્રથમ વખત જર્મનીના પાટનગર બર્લિનમાં ભાષણ આપ્યું. સાથે સાથે અફઘાનિસ્તાન, ઈરાક અને ઈઝરાયેલની પણ ઉડતી મુલાકાત લીધી.
ઓગસ્ટ ૨૩, ૨૦૦૮ જો બીડેનને ઉપ પ્રમુખપદ માટે પસંદ કર્યા
ઓગસ્ટ ૨૭, ૨૦૦૮ ઉમેદવારીપત્ર ભર્યું
સપ્ટેમ્બર ૨૬, ૨૦૦૮ પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજાઈ
નવેમ્બર ૪, ૨૦૦૮ પ્રમુખ તરીકે નિશ્ચિત
નવેમ્બર ૬, ૨૦૧૨ બીજી વખત પ્રમુખ તરીકે નિશ્ચિત

 

ઓબામાની ઓળખ ઃ એબીસીડી
બરાક ઓબામાના જીવન સાથે એબીસીડી બહુ સરસ રીતે સંકળાયેલી છે. એક ઝલક...

A - એન ઓબામાની માતાનું નામ છે.
B - બારાક ઓબામા નામ તેની સાથે જોડાયેલું જ છે.
C - - શિકાગો શિકાગોમાં ઓબામા વર્ષો સુધી રહ્યાં છે.
D - 'ડ્રીમ્સ ફ્રોમ માય ફાધર' તેના પુસ્તકનું નામ છે.
E - ઈલેકશન યુએસએના પ્રમુખ તરીકે તેની પસંદગી ઈલેકશન દ્વારા થઈ છે.
F - ફિફ્ટી વન લોક પ્રિયતામાં ઓબામાને ફિફટી વન (૫૧) પરસેન્ટ મત મળ્યા છે.
G - ગાર્ડન ઓબામાના ઘરના ગાર્ડન વિશે એવો વિવાદ થયો હતો કે તે જાહેર જમીન છે, જે ઓબામાએ પચાવી પાડી છે.
H - હવાઈ જ્યાં ઓબામા જન્મ્યા છે.
I - ઈન્ડોનેશિયા તેમના ઓરમાન પિતા ઈન્ડોનેશિયાના હતા.
J - જકાર્તા ઈન્ડોનેશિયાના જકાર્તામાં તેઓ રહેતા હતા.
K - કેન્યામાં ઓબામાના પિતાનો જન્મ થયો છે.
L - લિઓ ઓબામાની રાશી છે.
M - ઓબામાની પત્નીનું નામ મિશેલ છે.
N - નાદમી ઓઉચી આ નામના એક બ્રિટિશ ઈરાકી શ્રીમંતે ઓબામાને ૩૫ લાખ ડોલરનું ફંડ આપી ખાતુ ખોલ્યું હતું.
O - ઓપ્રા વિન્ફ્રે ઓપ્રાના એક શોમાં હાજર રહ્યાં બાદ ઓબામાની લોકપ્રિયતામાં ચમત્કારીક ઉછાળો આવ્યો હતો.
P - પોકર રમવામાં ઓબામા વિશ્વભરમાં ચેમ્પિયન બની શકે એટલા વિદ્વાન છે.
Q - ક્વિટ સિગારેટ ઓબામાએ સિગારેટ છોડી દીધી છે.
R - રેઝકો એમ્ટોનિયો ઓબામાનું જંગી ફંડ ઉભું કરવામાં રેઝકો એમ્ટોનિયો નામના સજ્જને પડદા પાછળ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
S - સ્પ્રિંગફિલ્ડ ઓબામાએ ૨૦૦૭માં અહીંથી ઉમેદવારી નોંધાવી હતી. જે તેને માટે પાયારૃપ નસીબદાર મનાય છે.
T - ટ્વેન્ટિથ જાન્યુઆરી ૨૦૧૩ના આ દિવસે ઓબામા પ્રમુખપદના શપથ લેશે.
U - યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા જે દેશના ઓબામા પ્રમુખ બનશે.
V - વિકટરી રોમ્નીને હરાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે.
W - વિસ્કોન્સીન આ નામના સ્થળે તેમણે કરેલા પ્રચારે તેમની જીતમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનું કહેવાય છે. વિસ્કોન્સીનમાં તેમણે કહ્યું હતું, 'હું પ્રમુખપદના ઉમેદવાર બન્યો એ પછી પ્રથમ વખત મને મારા પર ગૌરવ થાય છે.'
X - એક્સલ બોર્ડ ઓબામાના માધ્યમો સાથેના સંપર્કની જવાબદારી એક્સેલ બોર્ડે નિભાવી હતી.
Y - યંગ ઓબામાને જિતાડવામાં યંગ અમેરિકનોનો ફાળો મહત્ત્વપૂર્ણ છે. ઓબામા પોતે પણ યંગેસ્ટ પ્રેસિડેન્ટ હશે.
Z - ઝેડ રેપ ઓબામાના પ્રચાર માટે ઝેડ નામના રેપ આર્ટિસ્ટે 'નાઈન્ટીનાઈન પ્રોબ્લેમ્સ' નામનું આલ્બમ બહાર પાડયું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved