Last Update : 08-November-2012, Thursday

 

ઓબામા જીતતાં સ્ટીમ્યુલસ પેકેજ વધવાની આશા
અમેરિકા હવે બોન્ડ બાઈંગ વધારવા વધુ ડોલર છાપશે એવી ભીતિ

આના પગલે વિશ્વ બજારમાં ડોલર તૂટી જતાં સોનાના ભાવો ૩૫થી ૪૦ ડોલર ઉછળતાં ઘરઆંગણે પણ દિવાળી પૂર્વે ઝવેરી બજારો ઉંચકાયા

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૭
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ઓબામાનો વિજય થતાં વિશ્વના વિવિધ બજારોમાં સમીકરણો ઓવરનાઈટ ઓચિંતા બદલાઈ ગયા છે અને તેના છાંટા ભારતના વિવિધ બજારો પર આજે ઉડયા હતા. આના પગલે ભારતમાં આજે શેરબજાર વધવા ઉપરાંત દિવાળી નજીક આવી છે ત્યારે ઝવેરી બજારોમાં તાજેતરની મંદીનો આંચકો પચાવી સોના-ચાંદીના ભાવો પણ ઝડપી ઉછળતાં તહેવારોની ખરીદી માટે ઝવેરી બજારમાં આવતા ગ્રાહકો હેબતાઈ ગયા હતા. કરન્સી બજારમાં આજે વિવિધ વલણો સામે ડોલર ઘટી ગયો હતો. મુંબઈ બજારમાં આજે સોનાના ભાવોે ૧૦ ગ્રામના રૃ.૪૦૦ ઉછળ્યા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૧૦૦૦થી વધુ ઉછળ્યા હતા. સોનું રૃ.૩૧ હજારની સપાટી પાર કરી ગયું હતું જયારે ચાંદીના ભાવો આજે એક તબક્કે વધી રૃ.૬૧ હજારને પાર કરી ગયા હતા. અમેરિકામાં ઓબામાનો વિજય થતાં ત્યાં આર્થિક વિકાસ માટે શરૃ થયેલી સ્ટીમ્યુલસ પેકેજમાં બોન્ડ બાઈંગની યોજના આગળ ધપવાની આશા ઊભી થઈ છે. આવા બોન્ડ બાઈંગ માટે હવે અમેરિકાની સરકારે વધુ ડોલર છાપવા પડશે એવી ગણતરીએ આજે ડોલરના ભાવો તૂટી ગયા હતા અને ડોલર તૂટી જતાં વિશ્વ બજારમાં સોનામાં હેજફંડોની વ્યાપક લેવાલી નિકળતાં વિશ્વ બજારમાં સોનાના ભાવો સ્પ્રિંગની જેમ ઉછળી ઔંશના ૧૭૦૦ ડોલરને પાર કરી ગયાના સમાચારો હચા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૬૯૩ ડોલર વાળા ઓબામાની જીતના પગલે આજે ૩૫થી ૪૦ ડોલર ઉછળી ઉંચામાં ૧૭૩૨થી ૧૭૩૩ ડોલર બોલાઈ ગયા હતા.
મુંબઈમાં સોનાના ૧૦ ગ્રામના ભાવો આજે વધી ૯૯.૫૦ના રૃ.૩૧૧૮૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૩૨૦ બોલાયા હતા જયારે ચાંદીના ભાવો આજે ૯૯૯ના કિલોના રૃ.૫૯૭૨૫ વાળા ઉંચામાં રૃ.૬૧૦૪૦ બોલાઈ ગયા હતા. ડોલરના ભાવો જો કે રૃ.૫૪.૪૩ વાળા આજે તૂટી નીચામાં રૃ.૫૩.૯૬ બોલાઈ છેલ્લે રૃ.૫૪.૨૧ આસપાસ રહ્યા હતા, વિશ્વ બજારમાં વિવિધ છ પ્રમુખ ચલણોની સામે ડોલર ઘટતાં ડોલર ઈન્ડેક્સ આજે ૦.૦૯ ટકા ઘટયો હતો. ફોેરવર્ડ બજારમાં ડોલરના પ્રીમિયમો છ મહિનાના ૧૬૧થી ૧૬૩ પૈસા તથા ૧૨ મહિનાના વધી ૨૯૯થી ૩૦૧ પૈસા રહ્યા હતા. આમ હાજર ડોલર આજે ઘટયો હતો છતાં ફોરવર્ડ ડોલરના પ્રીમિયમો ઉંચા બોલાઈ રહ્યા હતા. જે દર્શાવે છે કે અમેરિકાના અર્થતંત્ર માટે હવે ભાવિ આશાવાદ બળવત્તર બન્યો છે.
વિશ્વ બજારમાં મોડી સાંજે સોનાના ભાવો ઉંચેથી ફરી ઘટી છેલ્લે ૧૭૧૭થી ૧૭૧૮ ડોલર તથા ચાંદીના ઘટી ૩૧.૭૫થી ૩૧.૯૦ ડો લર બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈ બજારમાં પણ મોડી સાંજે સોનાના ભાવો ઉંચેથી ફરી નીચા આવી છેલ્લે ૯૯.૫૦ના રૃ.૩૧૧૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૩૦૦ બોલાઈ રહ્યા હતા. જયારે ચાંદીના ઘટી છેલ્લે રૃ.૬૦૩૦૦થી ૬૦૩૫૦ બોલાઈ રહ્યા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો આજે રૃ.૪૦૦૦ વધી ઉંચામાં રૃ.૩૬૬૦૦૦ બોલાયા પછી છેલ્લે મોડી સાંજે રૃ.૩૬૫૦૦૦ રહ્યા હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved