Last Update : 08-November-2012, Thursday

 

સુરત : હીરાના બે વેપારીઓના રૂ।.38.05 લાખ લૂંટાયા

વરાછા પોલીસની આબરૃ લીલામ

 

 

બાઇક સવારોએ લાભેશ્વર ચોકી પાસેથી રૃ।. ૩.૦૫ લાખ અને ગ્રીનપાર્ક સોસાયટી પાસેથી રૃ।. ૩૫ લાખ લૂંટાયા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
સુરતમાં હીરાની લેવડ-દેવડને પગલે જે વિસ્તારમાં પોલીસની વધુ સતર્કતાની જરૃર છે તે વરાછથા વિસ્તારમાં લૂંટારૃઓએ આજે પોલીસની આબરૃ લિલામ કરી હતી. મોટરસાયકલ સવાર લૂંટારૃઓએ ગણતરીના કલાકોમાં જ બે સ્થળેથી હીરા વેપારીઓની રૃ. ૩૮.૦૫ લાખની ચીલઝડપ કરી હતી. તે પૈકી રૃ. ૩.૦૫ લાખની ચીલઝડપ તો લાભેશ્વર પોલીસ ચોકી નજીક જ થઇ હતી.
સુરતમાં દિવાળીના સમયે લૂંટની ઘટનાઓને ટાળવા હીરાની લેવડ-દેવડ જયાં વધુ થાય છે તે વરાછા વિસ્તારમાં પોલીસતંત્ર દ્વારા વધુ સતર્કતા રાખવામાં આવે છે પરંતુ હાલ વરાછા પોલીસ મથકનો કાર્યભાર સંભાળતા પી.આઇ. ટી.કે. પટેલને તે બાબત ગંભીર લાગતી નથી. આથી વરાછા વિસ્તારમાં સામી દિવાળીએ પોલીસ વધુ સતર્ક નથી. પોલીસની નિષ્ક્રીયતાને પગલે જ આજે ગણતરીના કલાકોમાં મોટરસાયકલ સવારોએ બે સ્થળેથી રોકડા રૃ. ૩.૦૫ લાખ અને રૃ. ૩૫ લાખ મળી રૃ. ૩૮.૦૫ લાખની લૂંટ કરતા વરાછથા પોલીસની આબરૃ લૂંટાઇ ગઇ હતી.
પ્રથમ બનાવમાં પરવત ગામ ઠાકોરદ્વાર રોહાઉસ ખાતે રહેતા તનસુખભાઇ વાલગીયા હીરા વેપારી છે અને વરાછા મીનીબજાર ડાયમંડ વર્લ્ડમાં ઓફિસ ધરાવે છે. આજે બપોરે તેમની પત્ની હેતલબેન સાસુ સાથે એકટીવા ઉપર પુત્ર માટે દવા લેવા નીકળ્યા હતા.
તે સમયે તનસુખભાઇએ ફોન કરતા હેતલબેન મીનીબજાર ગયા હતા અને તેમના કહેવાથી લક્ષ્મીવિલાસ સોસાયટી સ્થિત વરાછથા કો.ઓ. બેન્કમાંથી દિવાળીમાં વતન જવા માટે અને ખરીદી માટે રૃ. ૩.૦૫ લાખ ઉપાડી પોતાની બેગમાં મુકી ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે રોકડ ભરેલી બેગ હેતલબેનના સાસુએ પકડી રાખી હતી.
દરમિયાન લાભેશ્વર ચોકડી ડાહ્યાપાર્ક સોસાયટી પાસે રેડીમેઇડ ગારમેન્ટના શોરૃમમાં કપડા જોવા તેમણે એકટીવા પાર્ક કર્યું હતું અને રોકડ ભરેલી બેગ ગળામાં લટકાવી હેતલબેન દુકાન તરફ જતા હતા ત્યારે જ કાળા રંગની મોટરસાયકલ ઉપર આવેલા હેલ્મેટધારી બે યુવાન રૃ. ૩.૦૫ લાખ અને મોબાઇલ ફોન સાથેની બેગ ઝુંટવી ભાગી છુટયા હતા. હેતલબેને બૂમાબૂમ કરી હતી પરંતુ બંને ભાગી છુટવામાં સફળ રહ્યાં હતાં. ચીલઝડપની આ ઘટના લાભેશ્વર ચોકીની નજીક બની હતી.
બીજી ઘટનામાં પાર્લેપોઇન્ટ સ્થિત આભૂષણ એપાર્ટમેન્ટમાં રહેતા અસેષભાઇ દોશી વરાછા સવાણી એસ્ટેટ ખાતે ધાનેરા ડાયમંડના નામે હીરાનું કારખાનું ધરાવે છે. દિવાળી હોવાથી કારીગરોના પગાર-બોનસ માટે આજે સાંજે તેમને ત્યાં છેલ્લા ત્રણ વર્ષથી કામ કરતા દશરથભાઇ ઇશ્વરભાઇ સોનજી ઉપરાંત અન્ય ત્રણ કર્મચારી નીતિન વી. મહેતા, મયુરભાઇ અને નરેશભાઇ બે મોટરસાયકલ ઉપર વરાછા યશપ્લાઝા કોમ્પલેક્ષ સ્થિત સારસ્વત બેન્કમાં પૈસા ઉપાડવા ગયા હતા.
ચારેયે કુલ રૃ. ૭૦ લાખ ઉપાડયા હતા. તે પૈકી રૃ. ૩૫ લાખ લઇ દશરથભાઇ અને નીતિનભાઇ એક મોટરસાયકલ ઉપર તેમજ રૃ. ૩૫ લાખ લઇ મયુરભાઇ અને નરેશભાઇ બીજી મોટરસાયકલ ઉપર કારખાને જવા નીકળ્યા હતા. મયુરભાઇ અને નરેેશભાઇ આગળ નીકળી ગયા હતા જયારે દશરથભાઇ અને નીતીનભાઇ પાછળ રહી ગયા હતા.
તેઓ બેન્કથી થોડા જ અંતરે ગ્રીનપાર્ક સોસાયટી પાસે પહોંચ્યા હતા ત્યારે બે અજાણ્યા યુવાનો મોટરસાયકલ ઉપર આવ્યા હતા. તેમણે દશરથભાઇની મોટરસાયકલને ધક્કો મારતા દશરથભાઇ અને નીતિનભાઇ નીચે પટકાયા હતા. ત્યારે જ બંને યુવાનો તેમની પાસેની રૃ. ૩૫ લાખ ભરેલી બેગ ઝુંટવી ભાગી છુટયા હતા. વરાછથા પોલીસ રૃ. ૩.૦૫ લાખની લૂંટમાં કંઇ સમજે તે પહેલા જ વધુ રૃ. ૩૫ લાખની લૂંટ થતાં ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા અને તપાસ શરૃ કરી હતી. જો કે, મોડે સુધી પોલીસને કોઇ સફળતા હાથ લાગી ન હોવાનું વરાછા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved