Last Update : 08-November-2012, Thursday

 

હવે શ્રેષ્ઠ સમય આવશે
અમેરિકાને મંદીમાંથી બહાર લાવવા રોમ્ની સાથે મળીને કામ કરીશ ઃ ઓબામા

કાર્યકર્તાઓ, પત્ની, મતદારોનો આભાર માન્યો ઃ રોમ્નીએ હાર સ્વીકારી, લોકહિત સર્વોપરી ગણાવ્યું

(પી.ટી.આઇ.) વૉશિંગ્ટન, તા. ૭
રિપબ્લિકન હરિફ મીટ રોમ્નીને મોટી સરસાઈ સાથે હરાવ્યા પછી અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ અમેરિકાની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે, તેઓ અમેરિકાને આગળ લઈ જવા માટે તેમના હરીફ સાથે મળીને કામ કરશે અને અમેરિકાના શ્રેષ્ઠ દિવસો આવશે.
તેમના વિજય પછીના સંબોધનમાં જણાવ્યું કે, જોરદાર ટક્કર આપવા બદલ હું રોમ્ની આભાર માનું છું કે, હું જાણું છું કે, મારો પરિવાર અમેરિકાને જેટલો પ્રેમ કરે છે એટલે એમનો પરિવાર પણ અમેરિકાને ચાહે છે. અમારા બન્ને વચ્ચેની લડાઈ માત્ર અમેરિકાના પ્રેમને ખાતર હતી, કારણ કે અમે બંને અમેરિકાને પ્રેમ કરીએ છીએ. તેમણે કહ્યું કે, તમારી ભાવનાઓના કારણે જ નિરાશામાંથી બહાર નીકળી શક્યા છીએ, આપણો પંથ લાંબો છે, આપણે મનમાં સમજીએ છીએ અમેરિકાની ઉત્તમ ઘડી આવવાની બાકી છે.
તેમણે જણાવ્યું હતું કે, હું વોટ આપનારા તમામનો આભાર માનું છું રોમ્નીની સાથે બેસીને ચર્ચા કરવા માગું છું કે, આપણે દેશને કેવી રીતે આગળ લઈ જઈ શકીએ એમ છીએ.
ઓબામા કાલે વૉશિંગ્ટન પરત ફરશે. ૬૫ વર્ષીય રોમ્નીએ જણાવ્યું હતું કે, તેમણે હાર સ્વીકારી ઓબામાને અભિનંદન પાઠવ્યા છે અને ચૂંટણી પ્રચાર તેમના ટેકેદારો, પત્ની તથા પરિવારજનોએ જે મદદ કરી તે તમામનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
ઓબામાએ જણાવ્યું હતું કે, તમામ મતભેદો હોવા છતાં અમેરિકા એવું ભવિષ્ય ઇચ્છે છે કે જ્યાં બાળકોને ઉત્તમ શિક્ષણ મળે, ભેદભાવ વિનાના સમાજમાં બાળકો ઉછરે, દેશ સુરક્ષિત હોય અને બાળકો નવી શોધ કરે એવો માહોલ હોય. તેમણે કહ્યું કે મતભેદ ખાલી એટલો જ છે કેઅમે અલગ રસ્તા પસંદ કર્યા છે આપણી અર્થવ્યવસ્થા સુધરી રહી છે અને એક દાયકા સુધી ચાલેલ જંગ ખતમ થઈ ગયો છે.
અમેરિકાની પ્રજાને સંબોધન કરતા ઓબામાએ જણાવ્યું હતું કે, તમે મને કામ કરવા માટે મતો આપ્યા છે. અમે તમારા માટે નોકરીઓના સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરીશું. અમેરિકા સંવેદનાસભર દેશ છે અને મુશ્કેલીઓની વચ્ચે પણ ઉજ્જવળ ભાવિ માટે આશાવાન છું.
ચૂંટણી પ્રચાર દરમિયાન ઓબામા અને રોમ્ની વચ્ચે બેરોજગારી અને એક ટ્રિલિયન ડોલરથી વધુની ફેડરલ બજેટ ખાધ ઘટાડવા તેમજ રાષ્ટ્રીય હેતુ ઘટાડવા જોરદાર ચર્ચાઓ થઈ હતી.
ઓબામાએ શિકાગો ખાતેના જોશીલા ભાષણમાં જણાવ્યું હતું કે, 'આ કોઈ આકસ્મિક સંજોગ નથી તમારા બધાના સપોર્ટથી વિજય સાકાર થયો છે. પ્રચાર અભિયાન દરમિયાન તમે બધા એક પછી એક ઇંટ ગોઠવતા ગયા અને બધી જ જવાબદારી પોતાનું કામ સમજીને ઉપાડી લીધી અને હું તમામને વચન આપું છું કે, બધાની સાથે મળીને આગળ વધીશું.'
રોમ્નીએ રાષ્ટ્રપતિને જીત પર અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ''તેમણે ચૂંટણી પ્રચાર અભિયાન દરમ્યાન તેમની પૂરી તાકાત કામે લગાડી હતી. હવે વિભાજક રાજકીય વાતો છોડીને બંને પાર્ટીઓ લોકહિતને સર્વોપરી ગણીને કામ કરે એવો પ્રયાસ થવો જોઈએ. રોમ્નીએ ઉમેર્યું કે મને આશા છે કે આ દેશને અલગ ઢંગથી ચલાવાની આશા પર ખરો ઉતરી શક્યો હોત પરંતુ અમેરિકાએ બીજા નેતાને પસંદ કર્યા છે એટલે હું તમારી સાથે મળીને ઓબામા અને આ દેશ માટે પ્રાર્થના કરું છું.''

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved