Last Update : 08-November-2012, Thursday

 

અને...કોન્સ્ટેબલને કહેવું પડયુ કે પોતે પોલીસમાં નથી

-લુંટારૃઓથી બચવા

 

-તરસાલી પાસે ટોળકી ઝાડીમાં ખેંચી ગયા બાદ

 

 

લુંટારૃ ટોળકીઓ પોલીસ જવાનને ખુબ માર મારી સોનાના દાગીના પણ લુંટી લીધા ઃ પોલીસની લાજ બચાવવા ફરિયાદ પણ ના થઇ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
કાયદો અને વ્યવસ્થા સંભાળતી પોલીસ જ્યારે લુટારુ ટોળકીનો ભોગ બને અને ઢોર માર ખાય તેમજ પોતાના દાગીના પણ લુંટી લેવાયા હોય ત્યારે પોલીસ કેટલી સલામત છે તે અંગે અનેક પ્રશ્નો ઉભા થાય છે. જો પોલીસ પોતાનુંજ રક્ષણ ના કરી શકતી હોય તો સામાન્ય પ્રજા પણ તેમની પાસે શું અપેક્ષા રાખી શકે તે વિચારવાનું રહે છે.
બે દિવસ પહેલા તરસાલી ચોકડી પાસે જિલ્લાની એલસીબી શાખાના એક બહાદુર કોન્સ્ટેબલને લુંટારૃટોળકી ઝાડીઓમાં ખેચી ગઇ હતી અને ખુબજ માર માર્યો હતો. જ્યારે પોલીસનો જવાન છે તેમ ખબર પડી ત્યારે ટોળકી તેને મોતને ઘાટ ઉતારવા તૈયાર થઇ હતી જો કે પોતે પોલીસવાળો નથી પરંતુ કાશ્મીરમાં ફરજ બજાવે છે તેમ કહેતા ટોળકી પોલીસ જવાને પહેરેલા દાગીના લુંટીને ફરાર થઇ ગઇ હતી. માંડ-માંડ જીવ બચતા આખરે પોલીસનો જવાન હાલ રજા ઉપર છે તેમજ સારવાર લઇ રહ્યો છે.
પ્રાપ્ત માહીતી મુજબ વડોદરા જિલ્લા પોલીસની મહત્વની બ્રાંચ એલસીબીમાં ફરજ બજાવતો એક જવામર્દ જવાન મોડીરાત્રે અન્ય સાથી જવાનો સાથેથી છુટો પડયા બાદ તરસાલી હાઇવે પરથી પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે ચોકડી પાસે લગભગ સાડા દશ વાગ્યાની આસપાસ એક વાહન શંકાસ્પદ જણાતા તેની પાસે ઉભેલી ચાર વ્યક્તિઓ પાસે જઇ પુછપરછ કરતા ચારેય જણા રોષે ભરાયા હતા અને આ કોન્સ્ટેબલને પકડીને નજીકની ઝાડીમાં ખેંચી ગયા હતાં. કોન્સ્ટેબલ કશુ વિચારે તે પહેલાજ ચારેય લુંટારૃઓએ ખુબજ માર માર્યો હતો અને પોતાની પાસેની બધી વસ્તુઓ આપી દેવા જણાવ્યુ હતું. દરમિયાન પોલીસ જવાન પાસેથી એક હથકડી મળતા લુંટારૃઓ વધુ રોષે ભરાયા હતા અને આ તો પોલીસવાળો છે હવે તેને પતાવી દેવોજ જોઇએ તેમ કહી તેને વધુ માર માર્યો હતો.
લુટારૃઓના હુમલામાં ઘેરાઇ ગયેલા કોન્સ્ટેબલના ખિસ્સામાંથી પર્સ પડી જતા તેમાંથી તેના પિતાનો પોલીસડ્રેસમાં ફોટો પણ નીચે પડી ગયો હતો આ તકનો લાભ ઉઠાવી કોન્સ્ટેબલે પોતે પોલીસમાં નથી પરંતુ પિતા પોલીસમાં ફરજ બજાવે છે અને પોતે જમ્મુ-કાશ્મીરમાં નોકરી કરે છે તેમ કહ્યુ હતું. પોતાનો જીવ બચાવવા માટે કોન્સ્ટેબલે અનેક વિનવણી કરી હતી જેથી લુંટારૃ ટોળકી કોન્સ્ટેબલે શરીર પર પહેરેલા સોનાના દાગીના લુંટી લીધા હતા અને તેઓ ફરાર થઇ ગયા હતાં. લુંટારૃ ટોળકીનો ભોગ બનેલો કોન્સ્ટેબલ ઝાડીઓમાંથી બહાર આવ્યો હતો ત્યારબાદ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જો કે પોલીસે પોતાની લાજ રાખવા આ અંગે કોઇ ફરિયાદ નોંધાવી ન હોવાનું જાણવા મળ્યુ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved