Last Update : 08-November-2012, Thursday

 

કાપોદ્રાના વિડીયોગૃહ સંચાલકની લાશ મળી
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી

ગરમ મીજાજના દિલીપ વસોયાના મોંઢા પર ચપ્પુના અનેક ઘા મરાયાઃ ઘરથી થોડે જ દૂર લાશ સળગાવાઇ

બારડોલી, બુધવાર
સુરત નજીક કામરેજ તાલુકાના સરથાણા ગામની સીમમાં સીમાડા રોડ પર કંતાનના કોથળા અને શેતરંજીમાં પોટલું બાંધી સળગાવી દીધેલી હાલતમાં યુવાનની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. મરનાર યુવાન સુરતના કાપોદ્રા ખાતે રહેતો હતો અને વિડીયો થીયેટર ચલાવતો હતો. હત્યા કરનારા અજાણ્યા શખ્સે માથા તથા મોંના ભાગે ચપ્પુ જેવા તિક્ષ્ણ હથિયારથી અસંખ્ય ઘા કરી યુવાનની લાશનું શેતરંજીમાં પોટલું બાંધી રોડ નજીક ફેંકી સળગાવી દીધી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ આજે બુધવારે વહેલી સવારે ૭ વાગે જિલ્લા કંટ્રોલને જાણ થઇ હતી કે સુરત નજીકના સરથાણા ગામની સીમમાં સીમાડા રોડ પર કંતાન અને શેતરંજીના પોટલામાં માનવ લાશ સળગી રહી છે. જે આધારે લસકાણા બીટ જમાદાર જયંતિભાઇ અને પીઆઇ એચ.એન. હુડા સ્થળ પર ધસી ગયા હતા. લાશ પરની આગ ઓલવી નાંખી કંતાનના કોથળા અને શેતરંજી ખોલતાં યુવાનને મોં, કપાળ અને માથાના ભાગે ચપ્પુ જેવા તિક્ષ્ણ હથિયાર વડે અસંખ્ય ઘા કરી હત્યા કરી હતી. યુવાનને બાંધી દઇ પલાઠી વાળી બેસાડી તે સ્થિતિમાં જ કંતાના કોથળા અને શેતરંજીમાં બાંધી દીધો હતો. મોં પર કાપડના કટકા વીંટાળી દીધેલા હતા. બાદમાં જ્વલનશીલ પદાર્થ નાંખી આગ ચાંપી દીધી હતી.
પોલીસે લાશની ઓળખ માટે કાર્યવાહી શરૃ કરતાં નજરે જોનારા કેટલાક યુવાન પૈકી એક જણાએ મરનાર કાપોદ્રા ખાતે વ્રજભૂમિ ટાઉનશીપમાં રહેતો હોવાનું અને ગતરોજ રાત્રીથી ગુમ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ ટીમ વ્રજભૂમિ ટાઉનશીપ પર પહોંચતાં ત્યાંથી ગુમ થયેલા દિલીપ ગોવિંદભાઇ વસોયા (ઉ.વ.૪૭, રહે. વ્રજભૂમિ ટાઉનશીપ, કાપોદ્રા-સુરત. મૂળ રહે. જામનગર)ની પત્ની હીનાબેન અને ભત્રીજા મિલનને લઇ ઘટના સ્થળે પહોંચતાં હીનાબેને પોતાના પતિ દિલીપ વસોયાની ઓળખ કરી હતી. જેથી પોલીસે હીનાબેનની ફરિયાદ લઇ અજાણ્યા શખ્સો દ્વારા દિલીપના મોંઢા પર ચપ્પુના અસંખ્ય ઘા કરી હત્યા બાદ લાશને કોથળામાં પેકીંગ કરી સળગાવી દઇ પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.
હીનાબેને પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, દિલીપ વસોયા સાથે લગ્ન થયા બાદ તે વરાછા ગીતાંજલિ સીનેમાની પાછળ વિડીયો થિયેટર ચલાવતો હતો. દિલીપ વસોયા ગરમ મીજાજનો અને ગુસ્સામાં કોઇની પણ સાથે ઝઘડો કરી નાંખતો હતો. ૩ વર્ષ અગાઉ કોઇક જોડે ઝઘડો થયો હતો અને બે દિવસ અગાઉ પણ ઝઘડો કર્યો હતો.
ગતરોજ મંગળવારે સાંજે ૭ વાગે દિલીપ વસોયા ઘરે જમીને પોતાનો મોબાઇલ ફોન તથા પાકીટ મુકીને નીચે માવો ખાવા માટે ગયો હતો. જે રાત્રે ૧ વાગે પણ પરત ન આવતા હીનાબેને દૂરના ભત્રીજા મિલનને જાણ કરતાં મિલન પોતાના કાકા દિલીપ વસોયાને શોધવા નીકળ્યો પરંતુ સવાર સુધી કોઇ ભાળ મલી નહોતી. વ્રજભૂમિ ટાઉનશીપથી માત્ર અડધા કિ.મી. દૂર સવારે ૭ વાગે દિલીપ વસોયાની લાસ સળગતી હાલતમાં મળી હતી. પોલીસે મોબાઇલ ફોનની કોલ ડીટેઇલ, સગા-સંબંધી, મિત્રોની પૂછપરછ કરી હત્યા કરનારા શખ્સની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી છે.

 

DYSPએ ડી-સ્ટાફનો ઉધડો લીધો, તમારે માત્ર દારૃ જ શોધવાનો છે ?
બારડોલી, બુધવાર
ઘાતકી હત્યા બાદ લાશ સળગાવી દેવાના ચકચારી બનાવમાં કામરેજ પોલીસનો ડી-સ્ટાફ સ્થળ પર ન આવતાં ડીવાયએસપીએ ઉધડો લીધો હતો. ડી-સ્ટાફે મત્ર દારૃ જ શોધવા દોડવાનું આવી ગંભીર ઘટનાની તપાસ નથી કરવાની ? તેવા શબ્દો ઉચ્ચારતા મામલો ગરમાયો છે.
સરથાણા ગામે સીમાડા રોડ પર યુવાન દિલીપ વસોયાની લાશ હત્યા કરી કોથળા અને શેતરંજીમાં પોટલું બાંધી સળગાવેલી હાલતમાં મળતાં પીઆઇ એચ.એન. હુડા સ્ટાફ સાતે સ્થળ પર દોડી ગયા હતા. સવારે ૭ વાગે ઘટનાની જાણ થતાં ડીવાયએસપી જગદીશ પટેલે પણ સ્થળ પર પહોંચી ઓળખ માટે કવાયત સરૃ કરી હતી. દરમિયાન સવારે ૧૦ વાગ્યા સુધીમાં પણ ડી-સ્ટાફ પોસઇ બ્રહ્મભટ્ટ, પોસઇ પારધી અને સ્ટાફ સ્થળ પર નહી પહોંચતાં ડીવાયએસપી જગદીશ પટેલ ગુસ્સે ભરાયા હતા. શું ડી-સ્ટાફે માત્ર દારૃ જ શોધતાં ફરવાનું છે ? આવા ગંભીર બનાવમાં કોઇ જવાબદારી નથી ? ઘટનાને ત્રણ કલાક સુધી શું કરતા હતા ? જેવા અનેક સવાલો કરી સ્થળ પર જ સ્ટાફનો ઉધળો લઇ લીધો હતો. યુવાનની લાશ સળગાવવાના ચકચારી બનાવમાં એલસીબી સ્ટાફ પણ દોડી ગયો હતો. પરંતુ કામરેજ ડી-સ્ટાફ ન પહોંચતાં મામલો ગરમાયો હતો. કામરેજ પોલીસની હદમાં ૪ જેટલા હત્યાના ગુના વણઉકેલ્યા છે અને ઘરફોડ, લૂંટ જેવા ગંભીર ગુનાની લાંબી યાદી છે. છતાં ડી-સ્ટાફની કામગીરી શૂન્ય જણાય છે ત્યારે ડીએસપી પ્રદિપ સેજુળે દ્વારા કામરેજ ડી-સ્ટાફની કામગીરીની સમિક્ષા કરવા આવશ્યક હોવાનું ચર્ચાય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved