Last Update : 08-November-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૮-૧૧-૨૦૧૨, ગુરૃવાર
આસો વદ નોમ

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૫૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૯ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૪૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૧ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૩૮ મિ. (સૂ) ૭ ક. ૩૪ મિ. (મું) ૭ ક. ૩૧ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મઘા રાત્રે ૧૧ ક. ૨૯ મિ. સુધી પછી પૂર્વા ફાલ્ગુની.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરુ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-સિંહ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન હેમંત ઋતુ રા.દિ. કા.-૧૭, માસ-તિથિ-વાર - આસો વદ નોમ ને ગુરુવાર.
- હવામાનમાં, બજારોમાં અસર ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૨૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ખોરદાદ માસનો ૨૩ રોજ દએપદીન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપે વાણીમાં મીઠાસ, વ્યવહારની નમ્રતા નોકરી-ધંધાના કામ ઉકેલવામાં, ઉઘરાણી પ્રાપ્ત કરવા માટે રાખવી પડે.

 

વૃષભ ઃ હરોફરો, કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. પરિવારના અંગત મતભેદ, જીદ, મુમતથી વિવાદ થાય.

 

મિથુન ઃ નોકરી-ધંધાના કામ અંગે, ઉઘરાણીના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. કોઇને મળવા જવું પડે.

 

કર્ક ઃ આપના નોકરી-ધંધાના, ઘર-પરિવારના કામમાં આપ ધ્યાન આપી શકો. સીઝનલ ધંધો - આવક થવાથી રાહત રહે.

 

સિંહ ઃ વિચારોની દ્વિઘા- ઉતાવળ- ઉશ્કેરાટ નોકરી-ધંધાના કામમાં, સાંસારીક જીવનમાં ચિંતા તકલીફ રખાવે. શાંતિ રાખવી.

 

કન્યા ઃ અન્યના કારણે આપને શાંતિ રાહત જણાય નહીં. આરોગ્યની કાળજી રાખવી. નોકરી-ધંધાના કામમાં જાગૃતિ રાખવી.

 

તુલા ઃ આપને નોકરી-ધંધાના કામની જવાબદારી, કામગીરી વધવાના કારણે ધ્યાન રાખવું પડે. વધારે સમય ફાળવવો પડે.

 

વૃશ્ચિક ઃ સરકારી, ખાતાકીય કામગીરી, જવાબદારીમાં, રાજકીય કામમાં, નોકરી-ધંધાના કામમાં ખર્ચ કરી સંબંધો સાચવવા પડે.

 

ધન ઃ નોકરી-ધંધાની રોજીંદી કામગીરી જે વિલંબમાં પડેલ હોય તે ઉકેલવા માટે કોઇને મળવાનું થાય, ચર્ચા વિચારણા થાય.

 

મકર ઃ આજે આકસ્મિક ચિંતા, ઉપાધિ, શારિરીક, માનસિક અસ્વસ્થતા આપને અનુભવાય. છતાં ધીરજ, શાંતિ રાખવી પડે.

 

કુંભ ઃ નોકરી-ધંધાના, પત્ની- સંતાન- પરિવારના કામમાં ધ્યાન આપી શકો. વિલંબમાં પડેલ કામ ઉકેલાતા સાનુકુળતા રહે.

 

મીન ઃ વિલંબમાં પડેલા નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. સરકારી ખાતાકીય કામ, ઉઘરાણીનું કામ થઇ શકે કામ ઉકેલાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૮-૧૧-૨૦૧૨, ગુરૃવાર

 

આજથી શરૃ થતા આપના જન્મવર્ષના પ્રારંભે હૃદય-મનને શાંતિ જણાય નહીં. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમે ચિંતા-બંધનમાંથી મુકત થતા જાવ અને નોકરી-ધંધાના તમારા કાર્યક્ષેત્રમાં ધ્યાન આપી શકો. પરિવારના વ્યવહારીક, સામાજીક પ્રશ્ન ઉકેલાતા જાય. ધર્મકાર્ય- આધ્યાત્મિકતાથી આનંદ રહે.- નોકરી-ધંધામાં વર્ષારંભે પીસ્તાલીસ દિવસ આપે સાવધાની- જાગૃતિ રાખવી. નુકસાન-વિવાદ - બંધન થાય નહીં તેની તકેદારી રાખવી. જોખમી, ઉતાવળીયા કોઈ નિર્ણય કરવા નહીં.- નોકરી-ધંધાના કામમાં વર્ષનો ઉત્તરાર્ધ આપને યશ સફળતાનો રહે. તમારી આવક વધવાની શરૃ થાય. માન સન્માન મળે તેવી કામગીરી થાય. પરિવારની સંયુકત આવક શરૃ થવાથી, વધવાથી પરિવારની સુખ સંપત્તિ, શાંતિમાં વધારો થાય.- સ્ત્રીવર્ગને વર્ષ આરોહ - અવરોહનું રહે. સગા સંબંધી મિત્રવર્ગ પરિવાર, પિયરના કારણે ચિંતા- મુશ્કેલી રહે. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ ચિંતા દૂર થતી જાય. આનંદ મળવાની શરૃઆત થાય.- વિદ્યાર્થીઓને વર્ષનો ઉત્તરાર્ધ વિદ્યાભ્યાસમાં સાનુકુળ રહે.

 

સુપ્રભાતમ્

- દુર્જન કે સ્વજન પણ ઘણા માણસો સાથે વેર કરવું નહિ. જુઓ, ફેણ ચઢાવેલા નાગને પણ કીડીઓ કરડી ખાય છે.
ઝાઝા નબળા લોકથી, કદી ન કરીએ વેર,
કીડી કાળા નાગનો પ્રાણ જ લે આ ખેર.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલી છગનને સવારની ચા પીતા પીતા કહી રહી હતી, 'તમે માનશો ?'
'શું ?' છગને કહ્યું, 'બોલ તો ખબર પડે !'
'મેં તમને જોયા વિના જ લગ્ન કર્યા,' લીલી બોલી, 'કેન યુ બિલીવ ?'
'ત્યારે કેન યુ બિલીવ ?' છગન બોલ્યો, 'મેં તને જોયા પછી પણ લગ્ન કર્યા...!'

[Top]
 

આજ ની રેસીપી

દિવાળીનાં નાસ્તા-મીઠાઈ

પૂરીચાટ

 

સામગ્રી ઃ મેંદાની કડક પૂરી ૨૦-૨૫ નંગ, ૨૦૦ ગ્રામ રાજમા, ચાર ટેબલસ્પૂન બટર, બે ટેબલસ્પૂન ટામેટા સોસ, લાલ મરચું, મીઠું, તાંદુરી મસાલો કેે ચીલી હોટ સોસ, બારીક સમારેલી કોબી, ટામેટાં, લીલા કાંદા.

 

રીત ઃ રાજમાને ત્રણ-ચાર કલાક પલાળીને કૂકરમા બાફી લેવા. હવે એક વાસણમાં રાજમા, બટર, ટમેટો સોસ, મરચું-મીઠું, તંદુરી મસાલો બઘું નાખી ગરમ કરો. રાજમાને થોડા ક્રશ કરવા ઘટ્ટ થવા દેવું. પીરસતી વખતે ડિશમાં ત્રણ-ચાર પૂરી મૂકી ઉપર ગરમ રાજમાનું પૂરણ મૂકી ઉપર કોબી, ટામેટાં, કાંદો હોટ ચીલી સોસ નાખી ચીઝ ભભરાવવું. રાજમા આગલા દિવસે તૈયાર કરીને ફ્રીઝમાં રાખવા તો બીજા દિવસે આરામથી મહેમાનને પીરસી શકાય.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved