Last Update : 07-November-2012, Wednesday

 

ટીવીનું ડિજિટલ ભાવિ

 

ભારતીય ટીવી ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ પક્ષ માટે ૧ નવેમ્બરનો દિવસ ઐતિહાસિક બની રહેશે. કારણ કે એ દિવસથી ભારતનાં ચાર મહાનગર- મુંબઇ, કોલકાતા, ચેન્નઇ અને દિલ્હીમાં ટીવીનું ડિજિટલ પ્રસારણ ફરજિયાત બન્યું. એટલે કે ટીવીમાં ડીટીએચ કનેક્શન કે સેટ ટોપ બોક્સ હોય, તો જ ટીવી ચેનલો જોઇ શકાય. નહીંતર અંધારપટ.
આવો નિર્ણય ફરજિયાત રીતે લાદવા સામે કચવાટ અને અસંતોષ હોય તે સમજી શકાય એમ છે. કારણ કે, તેનાથી સ્થાનિક કેબલ ઓપરેટરના કસદાર ધંધા પર સીધી અને માઠી અસર થવાની હતી. ટીવી પ્રસારણ ડિજિટલ ન હોય ત્યારે એ ત્રણ તબક્કે દર્શક સુધી પહોંચે છે. સૌથી પહેલાં વિવિધ ચેનલો કાર્યક્રમો તૈયાર કરીને તેમને પ્રસારિત કરે છે. મલ્ટી-સીસ્ટમ ઓપરેટર એ કાર્યક્રમના વિતરણની જવાબદારી સંભાળે છે અને છેલ્લે આવે છે સ્થાનિક કેબલ ઓપરેટર. તેમની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. કારણ કે પ્રસારણ ડિજિટલ ન હોય ત્યારે ચેનલ કાર્યક્રમ બનાવીને મૂકી દે અને મલ્ટી-સીસ્ટમ ઓપરેટર તેને આગળ ધપાવે, તો પણ દર્શકના ઘર સુધી કઇ ચેનલ પહોંચશે એની સત્તા સ્થાનિક કેબલ ઓપરેટર પાસે રહે છે. પ્રસારણ ડિજિટલને બદલે 'સાદું' (એનલોગ) હોય ત્યારે કેબલ કનેક્શનમાં ફક્ત ૧૦૦ ચેનલો જ સમાવી શકાય છે. એટલે ચેનલોની પસંદગીનું કામ અને સ્થાનિક કેબલ ઓપરેટરનો દબદબો ઓર વધે છે.
સ્વાભાવિક છે કે સ્થાનિક કેબલ ઓપરેટર આ બાબતનો ભરપૂર આર્થિક ફાયદો ઉઠાવે અને ચેનલો પાસેથી સારીપેઠે નાણાં વસૂલી શકે. પરંતુ આટલેથી તેમની ભૂમિકા અટકતી નથી. દર્શકો ચેનલોનું પ્રસારણ જોવા માટે જે ફી ચૂકવે છે, તે પણ ચેનલને કે મલ્ટી-સીસ્ટમ ઓપરેટરને નહીં, સ્થાનિક કેબલ ઓપરેટરને જ ચૂકવે છે. સ્થાનિક કેબલ ઓપરેટરે કેટલાં ગ્રાહકોને કનેક્શન આપ્યાં છે અને તેમની પાસેથી મહિને ફીની કુલ કેટલી રકમ મળી છે, એ જાણવા માટે મલ્ટી-સીસ્ટમ ઓપરેટરને ન છૂટકે કેબલ ઓપરેટરની વાત પર ભરોસો રાખવો પડે છે. ટૂંકમાં, ચેનલો રૃપિયા ખર્ચીને સામગ્રી તૈયાર કરે ને મલ્ટી-સીસ્ટમ ઓપરેટરો મોંઘાં ઉપકરણો વસાવીને એ સામગ્રીનું વિતરણ કરે, તેમ છતાં તેના વળતર માટે તેમણે સ્થાનિક કેબલ ઓપરેટરના ઓશિયાળા રહેવું પડે છે, જેનું રોકાણ લઘુતમ છે અને તેને થતો ફાયદો મહત્તમ છે.
ચેનલો અને મલ્ટી-સીસ્ટમ ઓપરેટરને સતત એવો ધોખો રહ્યો છે કે સ્થાનિક કેબલ ઓપરેટર કદી કનેક્શનનો સાચો આંકડો કહેતા નથી, ગ્રાહકોના આંકડા ગુપચાવે છે અને તેમના તરફથી મળતી ફી બારોબાર પોતાની તિજોરીભેગી કરી દે છે. આવું ન થાય અને સ્થાનિક કેબલ ઓપરેટરની જરૃર જ ન રહે, એવી સગવડ ડિજિટલ પ્રસારણમાં છે. ચારે મહાનગરોમાં થયું તેમ, ડિજિટલ પ્રસારણ ફરજિયાત બની જાય એટલે એ ઝીલવા માટે ડાયરેક્ટ ટુ હોમ કનેક્શનની ડિશ કે સેટટોપ બોક્સ જોઇએ. એ ન હોય તો ટીવીમાં દૂરદર્શન સિવાયની એકેય ચેનલ ન દેખાય.
પરંતુ ટીવી સાથે સેટટોપ બોક્સ - ડીટીએચની ડિશ લાગી ગઇ, તો પછી સ્થાનિક કેબલ ઓપરેટરની કશી જરૃર નહીં. કારણ કે ચેનલો સામગ્રી બનાવે અને મલ્ટી-સીસ્ટમ ઓપરેટર પોતાના સાધનસરંજામથી તેને સીધી ગ્રાહકના ઘરમાં રહેલાં સેટ ટોપ બોક્સ અને ડિશ સુધી પહોંચતી કરી દે. આ કારણથી કેબલ ઓપરેટરનાં સંગઠનો ઘણાં નારાજ થયાં હતાં. તેમણે વિરોધ કરી જોયો. પશ્ચિમ બંગાળનાં વિરોધપ્રેમી મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આ મુદ્દાને રાજકીય રંગ આપવા પ્રયાસ કરી જોયો, પણ કોઇનો ગજ વાગ્યો નથી. કારણ કે ટીવી પ્રસારણનું ડિજિટલ થવું એ ટેકનોલોજીની અનિવાર્ય આગેકૂચનો જ હિસ્સો છે. તેને થોડા સમય પૂરતી કદાચ અટકાવી શકાય, પણ તેને સદંતર રોકવી શક્ય નથી.
મુંબઇ અને દિલ્હીમાં લગભગ તમામ દર્શકોનાં ટીવી ડિજિટલ પ્રસારણ માટે સજ્જ થઇ ચૂક્યાં છે. કોલકાતામાં મમતા બેનરજીની વિરોધ હિલચાલ પર ભરોસો રાખ્યા વિના, ૮૩ ટકા દર્શકોએ સેટટોપ બોક્સ લઇ લીધાં છે. ચેન્નઇમાં પ્રમાણમાં આ પ્રક્રિયા ધીમી છે. ડિસેમ્બર, ૨૦૧૪ સુધીમાં આખા દેશમાં ટીવીનું ડિજિટલ પ્રસારણ ફરજિયાત બનાવવાની સરકારની ગણતરી છે અને તેમાં અત્યારે તો સ્થાનિક કેબલ ઓપરેટર સિવાય સૌનો ફાયદો જ છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved