Last Update : 07-November-2012, Wednesday

 

ભાઈબીજે જ્યાં લાખો લોકો સ્નાન કરશે તે દેશની 'ડાઇંગ ગોડેસ'

 

- ચાર લાખ પચાસ હજાર કરોડ ખર્ચાયા બધા પાણીમાં ગયા, સુપ્રીમની લાલ આંખ

 

અઠવાડીયા પછી ભાઈબીજ આવી રહી છે. ભાઈબીજે યમુનામાં સ્નાનનું મહત્ત્વ શ્રદ્ધાળુઓમાં છે. લાખો શ્રદ્ધાળુઓ ભાઈબીજનું સ્નાન કરશે. શ્રદ્ધાળુઓ જેને યમુના મૈયાના નામે વધાવે છે તે યમુનાને ગંદકીનું સામ્રાજ્ય ધરાવનાર બની ગઈ છે. યમુના સાથે ઘણી ધાર્મિક વાતો જોડાયેલી છે.
ધાર્મિક વાતોની જેમ યમુના સાથે ગંદા પાણીની ગટરો પણ જોડાયેલી છે. દિલ્હીના કારખાનાઓના ગંદાપાણીનો નિકાલ સીધો જ યમુનામાં કરે છે. યમુના મૈયામાં પાણી સાથે ગંદકી વહે છે અને છેલ્લે તે ગંદા નાળામાં ફેરવાય છે તે સામે વૈષ્ણવ સંપ્રદાયે પણ સરકારને રજૂઆત કરી છે.
નાનું છોકરું પણ સમજી શકે છે કે નદીનું પાણી દૂષિત કેમ થાય છે. પરંતુ સત્તાવાળાઓ લાચાર છે, ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે ખળખળ વહેતી યમુના ગંદા વહેણમાં પરિવર્તન પામે છે. બે દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટે યમુના નદીની ગંદકીની ચિંતા વ્યક્ત કરીને સત્તાવાળાઓને ખખડાવ્યા હતા. કેમકે આ સત્તાવાળાઓએ અત્યાર સુધીમાં ચાર લાખ પચાસ હજાર કરોડ રૃપિયા યમુનાના શુદ્ધિકરણ પાછળ ખર્ચી નાખ્યા છે. આ ૪,૫૦,૦૦૦ કરોડ હકીકતે પાણીમાં ગયા છે.
ચાર લાખ પચાસ હજાર કરોડ યમુના શુદ્ધિકરણ માટે વપરાય છતાં યમુના ગંદી રહે ત્યારે આટલી જંગી રકમ ક્યાં ગટર થઈ ગઈ તે પણ મોટો પ્રશ્ન છે.
આટલી મોટી રકમ કંઈ યમુનાના પાણીમાં વહી નથી ગઈ પણ શુદ્ધિકરણના વિવિધ શેખચલ્લી આઇડયાના નામે લૂંટી લેવાઈ છે. ગંગાના શુદ્ધિકરણ માટે જેમ પૈસા વેડફાયા એમ યમુનાના શુદ્ધિકરણ માટે વેડફાયા છે.
આપણે નદીને માતા કહીએ છીએ. તે જીવનદોર છે. છતાં આ કુદરતી માતાની સાચવણી આપણે કરી શકતા નથી. ભારતની અનેક નદીઓ તેના મૂળ સ્થાનેથી ખડખડ કરતી નીકળે છે પણ અંતે તે એક ગંદાનાળાની જેમ વહે છે. આ નદીઓમાં કિનારા પરના કારખાનાના પાણી ઠલવાય છે. ઘણી નદીઓમાં અર્ધ બળેલા મૃતદેહો ઠલવાય છે. દરેકના કિનારા પર ગંદકીના ઢગલા હોય છે.
નદીઓના શુદ્ધિકરણ માટે કોઈ ચોક્કસ પ્લાન નથી જેના કારણે અશુદ્ધિ વધતી જાય છે. તેના પર જામ્યા પછી ઉહાપોહ થાય છે ત્યારેત ે ગંદકી દૂર કરવા કરોડો ખર્યા છે પરંતુ ગંદકી ના થાય એવા કોઈ પગલાં લેવાતા નથી.
સુપ્રીમ કોર્ટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણાની સરકારોને ચેતવણી આપી છે કે ૭ નવેમ્બર પહેલાં યમુના શુદ્ધિકરણનો પ્લાન રજૂ કરવા જણાવ્યું છે. સુપ્રીમે એમ પણ કહ્યું છે કે જો આ રાજ્ય સરકારો સક્રિય નહીં બને તો તે સીધી દરમ્યાનગીરી કરશે.
યમુના શુદ્ધિકરણમાં ઘણી સંસ્થાઓ જોડાયેલી છે. સરકારે એવો નિર્ણય કર્યો હતો કે કિનારા પર ગંદા પાણીનો નિકાલ કરતી ૧૦ ફૂટ ઉંડે સુધીની પાઇપ મળે તો તેને કાઢી નાખવી પરંતુ ગંદા પાણીનો નિકાલ કરતા કારખાનાઓ પાસે પાણીના નિકાલનો કોઈ રસ્તો નથી. એટલે આ કારનાખાવાળાઓએ પાણીના નિકાલની પાઈપો ૨૦ ફૂટ અંદર ઉતારી દીધી. પાણી બેકફૂટના મારે એટલે તેની પણ વ્યવસ્થા કરી દીધી હતી. સત્તાવાળાઓ સબસલામત સમજ્યા પણ તેમના જ ભ્રષ્ટ અધિકારીઓએ કરાખાનાવાળાને આઇડીયા આપ્યો હતો.
વ્યક્તિગત સ્તરે યમુનાને ગંદી બનતી અટકાવી શકાય છે. જેમકે વિધીના ફૂલો તેમાં ના નાખવા અર્ધ બળેલા મૃતદેહો તેમાં ના પધરાવવા બાબતની મન્યતાઓ તોડવી, સાબુથીસ્નાન ના કરવું, ગંદાપાણીની પાઈપ અંદર નજરે પડે તો સરકારને લખવું વગેરે સૂચના યમુનાના કિનારે મુકાઈ છે. સરકાર યમુના શુદ્ધિકરણ બાબતે ગંભીર નથી એટલે જ યમુનામાં બેસુમાર ગંદકી ઠલવાય છે.
ભગવાન કૃષ્ણને જન્મ વખતે યમુના નદીએ માર્ગ કરી આપ્યો હતો. નદીમાં રહેતા શેષનાગે વરસાદની અસર ના થાય એટલે બાલકૃષ્ણ પર છત્ર ધર્યું હતું. સૂર્યની પુત્રી અને મૃત્યુના રાજા યમની બહેનપણી છે.
યમનોગી પરથી યમુના આવ્યું. આજે તે ગંદગોત્રી બની ગઈ છે. આપણે ત્યાં જન્માષ્ટમી રંગેચંગે ઉજવાય છે. પરંતુ કૃષ્ણજન્મમાં મહત્ત્વનું સ્થાન ધરાવતી યમુનાને આપણે ભૂલી ગયા છીએ કહે છે કે ૩૦ વર્ષ પહેલાં યમુનાનો ખળખળ અવાજ મોડી રાત્રે દિલ્હીમાં સાંભળી શકાતો હતો.
જોકે ત્યારે દિલ્હીની વસ્તિ ૭૫ લાખની હતી આજે દિલ્હીની વસ્તિ દોઢ કરોડ ઉપર પહોંચી ગઈ છે. ૧૩૭૬ કિ.મી.નો ટ્રેક કાપતી યમુનાને યમુના મૈયા તરીકે પૂંજાય છે પરંતુ એક અંગ્રેજી લેખકે તેને
"India's dying goddees' કહ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 

 

 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved