Last Update : 07-November-2012, Wednesday

 

૧૨ વીવીઆઈપી હેલિકોપ્ટર ખરીદી માટે થયેલા રૃપિયા ૩,૫૬૪ કરોડના સોદામાં ૩૫૦ કરોડ રૃપિયાની લાંચ ચુકવાઈ છે
હેલિકોપ્ટર ખરીદીમાં લાંચઃ બોફોર્સના ધડાકા આજેય સંભળાય છે!

બોફોર્સ કાંડમાં માત્ર ૬૪ કરોડ રૃપિયાની જ લાંચ ચુકવાઈ હતી. પણ બોફોર્સમાંથી પ્રેરણા લેવાની હોય એમ ભારતમાં થતી તમામ મોટી લશ્કરી ખરીદીઓમાં નાના-મોટા પાયે કરપ્શન બહાર આવે જ છે. પડોશમાં પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મનો ટાંપીને બેઠા છે, ત્યારે ભારત એક પણ વિવાદ-રહિત લશ્કરી સોદો પાર નથી પાડી શકતું.

થિએટરોમાં આજકાલ જેમ્સ બોન્ડની 'સ્કાયફોલ' નામની ફિલ્મ ધૂમ મચાવી રહી છે. બોન્ડની ફિતરત પ્રમાણે ફિલ્મમાં ઘણાબધા સ્ટંટ પણ છે. એક સ્ટંટમાં બે હેલિકોપ્ટર આવે છે. 'એડબલ્યુ ૧૦૧' અને 'એડબલ્યુ ૧૫૯' પ્રકારના એ હેલિકોપ્ટર ફિલ્મમાં ધૂમ મચાવીને જતાં રહે છે. એ બે પૈકી ૧૦૧ પ્રકારના હેલિકોપ્ટરો આજકાલ ભારતના સંરક્ષણ મંત્રાલયમાં ધૂમ મચાવી રહ્યાં છે. એ ધૂમ હેલિકોપ્ટર ખરીદીમાં અપાયેલી લાંચની છે!
ભારત સરકારે વીવીઆઈપીઓ માટે ૧૨ હેલિકોપ્ટર ખરીદવાનું નક્કી કર્યું. ફેબુ્રઆરી ૨૦૧૦માં ઈટાલિયન કંપની ઓગસ્ટા વેસ્ટલેન્ડ (એડબલ્યુ)ને રૃપિયા ૩,૫૬૪ કરોડનો કોન્ટ્રાક્ટ અપાઈ પણ ગયો. ભારતમાં સરકારી કાર્યક્રમો દરમિયાન નેતાઓ-અધિકારીઓ-સામાન વગેરેની હેરાફેરીમાં હાલ રશિયન બનાવટના હેલિકોપ્ટરો વપરાય છે. એ જુના થયા છે, માટે તેને નિવૃત્ત કરી નવા હેલિકોપ્ટરો તેમનું સ્થાન લે એવો સરકારનો આશય હતો. તત્કાલિન નાણામંત્રી પ્રવણ મુખર્જીએ હેલિકોપ્ટર માટે નાણા છુટ્ટા કરવાની મંજૂરી પણ આપી દીધી. સામાન્ય રીતે આવી મોટી ખરીદીના સોદાઓ બહુ ધીમી ગતીએ થતાં હોય છે. મંજૂરી, ચૂકવણી, ડિલિવરી વગેરેમાં વર્ષોના વરસ નીકળી જતાં હોય છે. પણ આ સોદો રહસ્યમય રીતે સડસડાટ આગળ વધી રહ્યો હતો.
બધુ હેમખેમ આગળ વધી રહ્યું હતું એવામાં ઈટાલિયન સત્તાધિશોને ખબર પડી કે હેલિકોપ્ટર સોદામાં કંઈક ગોલમાલ છે. સોદો આગળ વધતો અટકાવાયો અને તપાસ થઈ. તપાસમાં બહાર આવ્યું કે સ્વિત્ઝરલેન્ડ સ્થિત ગુઈડો રાલ્ફ હેશ્કે નામના વચેટિયાને ડીલ ઢીલ વગર પુરી થાય એ માટે રૃપિયા ૩૫૦ કરોડની લાંચ આપવામાં આવી છે! સ્વાભાવિક રીતે જ રાલ્ફ ઉપરાંત ભારતના એજન્ટ, બિઝનેસમેન, સરકારી અધિકારીઓ અને નેતાઓ સહિતનું નેટવર્ક આ લાંચમાં સંડોવાયેલું છે. ઈટાલિયન સરકારને ખબર પડતાં જ નેપલ્સની કોર્ટમાં કેસ કરી દેવાયો. ઇટાલિમાં ભારત કરતા ખાસ્સા ઝડપી કેસ ચાલે છે એટલે એક પછી એક દોષિતોના નામ બહાર આવવા લાગ્યાં છે. એ નામોમાં રાલ્ફ ઉપરાંત તેનો એક સાથીદાર કાર્લો ગેરોસા પણ છે. ઈટાલિયન મૂળનો કાર્લો ચંદિગઢમાં આવેલી એક કંપનીમાં ભાગીદાર પણ છે. કાર્લો અને રાલ્ફ વચ્ચેની ટેલિફોનિક વાત નેપલ્સની કોર્ટ સમક્ષ રજુ થઈ છે. એ વાતમાં સ્પષ્ટ થાય છે કે ભારતમાં પૈસા ચુકવાઈ રહ્યાં છે. એ વાતચીતમાં એવુ પણ સાબિત થાય છે કે કમિશનની ચૂકવણી પછી કાર્લોએ પોતાની દિલ્હી સ્થિત ઓફિસમાંથી બધા જુના કમ્પ્યુટરો, કાગળો વગેરે કાઢી ત્યાં નવી સામગ્રી વસાવી લીધી. જેથી તપાસ થાય તો જુનો ડેટા હાથ જ ન લાગે!
૩૫૦ કરોડના કમિશનનો મોટો ભાગ તો વળી માઈકલ નામનો બ્રિટિશ ઉદ્યોગપતિ લઈ ગયો છે. માઈકલને દિલ્હીમાં ભારતના ઘણા રાજનેતાઓ સાથે ઘરોબો છે. અલબત્ત, ભારતમાં કમિશન કોને કોને ચૂકવાયું તેની વિગતો હજુ બહાર નથી આવી. ઇટાલિમાં ચાલી રહેલી તપાસ પણ ભારતીય માંધાઓને શોધવામાં જ ગૂંચવાઈ પડી છે. નાણા વળી મોરેશિયશ અને ટયુનિશિયાના રસ્તે ભારતમાં આવ્યા છે. માટે સરળતાથી ફંડનું ટ્રેકિંગ પણ થઈ શકે એમ નથી. ભારતમાં પૈસા માઈકલ દ્વારા પહોંચ્યા હોય એવી શક્યતા છે અને માઈકલ ઇટાલિયન નાગરિક નથી. માટે ઇટાલિયન તપાસકર્તાઓના હાથ ત્યાં બંધાઈ જાય છે. ભારતમાં બોફોર્સ કાંડ બહુ ગાજેલો છે. બોફોર્સ તોપમાંથી ફેંકાયેલા ગોળાના પડધાઓ થોડી વારમાં શમી જાય પણ બોફોર્સ કાંડના પડઘા દાયકાઓ પછી પણ ગાજી રહ્યાં છે. બોફોર્સની લાંચની રકમ બહુ નાની હતી પણ એ જાણે પાયાનો પથ્થર હોય એમ એ પછી લશ્કરમાં ગોલમાલ બહાર આવતી જ રહી છે. આમ જનતાને દેશના લશ્કર અને ઓલિવ ગ્રીન વર્દીમાં સજ્જ લશ્કરી અધિકારીઓ પ્રત્યે ખાસ્સુ માન છે. પણ આવા નિયમિત રીતે બહાર આવતા કૌભાંડોથી લોકોની લશ્કર પ્રત્યેની છાપ હલકી થતી જાય છે. થોડા અધિકારીઓ જગતની ત્રીજા નંબરની ભારતીય સેનાને બરબાદ કર્યા કરે છે.
ભારત ફ્રાંસ પાસેથી સ્કોર્પિયન પ્રકારની સબમરીનો ખરીદવાનું હતું. ભારે વિરોધ અને અનેક વાંધાઓ છતાં સરકારે કોઈ કારણોસર ૨૦૦૫માં ૧૯ હજાર કરોડના એ સોદાને મંજૂરી આપી દીધી. પરિણામ? કૌભાંડ બહાર આવ્યું ત્યારે ખબર પડી કે અભિષેક વર્મા નામના વચેટિયા દ્વારા ૫૦૦ કરોડ રૃપિયાની લાંચ તો ચુકવાઈ જ છે. એ પહેલાં લશ્કર માટે ૭૦૦૦ ટેટ્રા ટ્રક ખરીદીનું કૌભાંડ પણ બહાર આવી ચુક્યુ છે. ટ્રક ખરીદી માટે પોતાને ૧૪ કરોડની લાંચ ઓફર થઈ હોવાની વાત પૂર્વ લશ્કરી વડા જનરલ વી.કે.સિંહ કરી ચુક્યા છે. પણ તપાસથી વધુ કશી કાર્યવાહી થઈ નથી. જોવાની વાત એ છે, કે ટેટ્રા ટ્રકની ખરીદીમાં ગોલમાલ હોવાની સંરક્ષણ મંત્રી એ.કે.એન્ટનીને જાણ હતી એવો આક્ષેપ પણ થયો હતો.
સામાન્ય રીતે એવું લાગે કે લશ્કરમાં થતી શસ્ત્રોની ખરીદીમાં જ કૌભાંડો થતા હોય છે. પણ એવુ નથી. કેટલાક લશ્કરી અધિકારીઓએ જાત-ભાતના કૌભાંડોથી સેનાની છાપ કલંકિત કરવામાં અનેક રંગો પૂર્યા છે. મુંબઈની આદર્શ સોસાયટીનું ગેરકાયદે બાંધકામ અને પછી એમાં બનેલા મોંઘા ફલેટ્સની ગેરકાયદે ફાળવણીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચવાણની ખુરશી છીનવી લીધી છે. એટલું જ નહીં મહારાષ્ટ્રના એ પહેલાના મુખ્યમંત્રીઓ વિલાસરાવ અને સુશિલકુમાર સિંદેના નામો પણ ઉછળ્યા છે. બાદમાં જ્યાં કૌભાંડની ફાઈલો હતી એ બિલ્ડિંગને જ રહસ્યમય રીતે આગ લાગી હતી અને અપેક્ષિત રીતે મહત્ત્વના કાગળો પણ બળીને ખાખ થયા છે.
કારગીલ યુદ્ધ વખતે સરકારે તત્કાળ ૫૦૦ શબપેટીઓ ખરીદવાનું નક્કી કર્યું હતું. ખરીદીતો થઈ ગઈ પરંતુ બાદમાં તપાસ થઈ ત્યારે ખબર પડી કે કોઈ એજન્ટને બહુ મોટી રકમ ચુકવાઈ છે. ભારતે દરેક કોફીન માટે ૨૫૦૦ ડોલરની ચૂકવણી કરી હતી જે તેની મુળ કિંમત કરતાં ૧૩ ગણી વધારે હતી. પરિણામે ભારત સરકારને પોણા બે લાખ ડોલરનો ધૂંબો લાગ્યો હતો. વીસેક હજાર ફીટની ઊંચાઈએ સિઆચીનમાં કામ કરતાં ભારતીય સૈનિકો ત્યાં ટકી શકે એ માટે વિશિષ્ટ પ્રકારનો ખોરાક જોઈએ. એ ખોરાકની ખરીદીમાં પણ કેટલાક ઉચ્ચ લશ્કરી અધિકારીઓએ રોકડી કરી લીધી હતી. સરકાર તરફથી ફાળવવામાં આવતો ફૂડનો જથ્થો લશ્કરી અધિકારીઓ બારોબાર વેચી દેતા હતાં. સદભાગ્યે એ દુષ્કર્મની બરાબર તપાસ થઈ અને તેમાં સંડોવાયેલા ૧૩ લશ્કરી અધિકારીઓને સજા પણ થઈ છે.
પ્રમાણમાં સ્વચ્છ ગણાતા લશ્કરમાં પણ બહુ ઝડપથી એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યાં છે. એક કૌભાંડની તપાસ પુરી ન થાય ત્યાં બીજુ કૌભાંડ બહાર આવી ચુક્યુ હોય છે. પરિણામે પુરુલિયા કાંડ, સુકના જમીન કેસ, ઓર્ડેનન્સ ફેક્ટરી બોર્ડ સ્કેમ, બારાક મિસાઈલ કાંડ વગેરે ભુલાતા જાય છે. કૌભાંડની તપાસ થાય, સજા થાય, બીજી વખત સાવધાની રખાય એ વાત બાજુ પર રાખો. સૌથી મોટુ નુકસાન ભારતીય લશ્કરને થઈ રહ્યું છે. વારંવાર થતી ગેરરીતીઓ ટાળવાને બદલે સરકારે લશ્કર માટેની ખરીદી જ મોફૂફ રાખી દે છે. લશ્કરનું અપગ્રેડેશન અટકી પડયું છે. પરિણામે લશ્કરને સમયસર જરૃરી સાધનો મળતાં નથી. એ સંજોગોમાં સળગતી સરહદો પર ફરજ બજાવવી મુશ્કેલ થતી જાય છે. આતંકવાદીઓ પાસે આધુનિક રાઈફલો હોય પણ ભારતીય સૈનિકો પાસે નહીં. ડિફેન્સ ડીલમાં ચૂકવાતા કમિશનોને કારણે સરકારે સંખ્યાબંધ લશ્કરી ખરીદીઓ અટકાવી રાખી છે. હકીકતે કૌભાંડની યોગ્ય તપાસ થાય અને બીજી વખત કૌભાંડ ન થાય એવી સ્થિતિ સર્જવી જોઈએ. પણ સરકારને એવું ફાવતું નથી. વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલમાં પણ તપાસ ઈટાલિમાં થઈ રહી છે, એટલે તપાસ શુદ્ધ રીતે થશે એવી આશા રાખી શકાય એમ છે. ઈટાલિની તપાસમાં એક પછી એક નામો ખુલી રહ્યાં છે, ત્યારે ભારત સરકાર આળસ મરડીને બેઠી થઈ છે અને હવે ખાતરી આપી રહી છે, કે અમે આ કેસની ગંભિરતાથી તપાસ કરીશું. પણ ભારતમાં કૌભાંડોના તપાસની ગંભિરતા કેવીક છે, એનાથી મોટા ભાગના ભારતીયો સારી રીતે વાકેફ છે..માટે એ દેશની ખાજો દયા.

Share |
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved