Last Update : 07-November-2012, Wednesday

 

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'

- ખેતીવાડીમાં વપરાતા જંતુનાશકોનો ઘરમાં ઉપયોગ ન કરવો જોઇએ. જંતુનાશકો આરોગ્યને નુકસાન પહોંચાડે છે.

ખેતી માટેના જંતુનાશકોનો ઘરમાં ઉપયોગ ન કરવાની તથા પ્રમાણીત પેસ્ટ કંટ્રોલ કંપનીઓની જ મદદ લેવાની નિષ્ણાતોની સલાહ
આખું વર્ષ ઘરમાં કોઇને કોઇ રીતે જંતુઓ પ્રવેશી જતા હોય છે. કીડી, વાંદા, ગરોળી, માખી, ઉંદર, મચ્છર વગેરે જંતુઓનો ત્રાસ કોઇને કોઇ રીતે સહન કરવો પડે છે. જંતુઓ સામાન્યરીતે પાણી, ખોરાક અથવા બહેતર વાતાવરણ મેળવવા માટે ઘરમાં ઘૂસી જતા હોય છે. ઉપદ્રવ મચાવવા ઉપરાંત તેઓ આપણા જીવનમાં પણ ખલેલ પાડે છે અને સ્વચ્છ જગ્યામાં ગંદકી કરી મૂકે છે. આવા જંતુઓને દૂર કરવા માટે લોકો જુદા જુદા રસ્તાઓ અપનાવતા હોય છે. અમદાવાદી ગૃહીણી અમિશા બહેને કહ્યું હતું કે 'અમે અમારા ઘરમાંથી જંતુઓ ભગાવવા માટે એરોસલ આધારિત પેસ્ટ રીપેલન્ટ સ્પ્રેનો ઉપયોગ કરીએ છીએ. થોડા થોડા સમયે પંપ દ્વારા જંતુનાશકોના છટકાવને લીધે અમારે ત્યાં જંતુઓની મોટાભાગે કોઇ સમસ્યા સર્જાતી નથી અને ઘર હંમેશા સ્વચ્છ રહે છે.' જજીસ બંગલો પાસે રહેતા વૈશાલી બહેને કહ્યું હતું કે 'મને વાંદા અને ઉંતરોથી ખૂબજ ડર લાગે છે. આ ઉપરાંત મને દવાઓનો છંટકાવ કરવો ગમતો નથી. આથી અમે બે ત્રણ મહીને એક વખત પેસ્ટ કંટ્રોલવાળાને બોલીવી લઇએ છીએ અને અમે ઘરમાંથી બહાર નીકળી જઇએ છીએ.આમ કરવાથી એક પ્રકારની સુગ અને માનસીક ત્રાસમાંથી છૂટકારો મળે છે. આ ઉપરાંત પ્રોફેશનલ લોકો પાસેથી કામ લેવાથી સ્વચ્છતાનું ઊંચામાઊંચુ ધોરણ જાળવી શકાય પરિવારના સભ્યો માટે સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ સુનિશ્ચિત કરી શકાય છે. પેસ્ટ કંટ્રોલ માટેનું લાઇસન્સ ધરાવતી તથા પ્રમાણિત કંપની પાસે જ અમે સફાઈ કરાવીએ છીએ. તેમના દ્વારા કયાં-કયાં રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે તથા તેનાથી આરોગ્યને કોઇ ખતરો છે કે નહીં એ વિશે માહિતી મેળવીએ છીએ.'
અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં રહેતા વર્ષાબહેને કહ્યું હતું કે 'અમુક પ્રકારની કાળજી રાખવામાં આવે તો જંતુઓનો ઉપદ્રવ અટકાવી શકાય છે. જમ્યા પછી તરત જ એઠવાડ ઉપાડી લઇને લાદી બરોબર સાફ કરવી જોઇએ. વાસણો બરાબર સાફ કરીને વધેલો કચરો બહાર ફેંકી દેવો જોઇએ. રસોડા અને ઓરડાના ખાંચા, તિરાડો અને ખૂણાઓની નિયમીત સફાઈ કરવી જોઇએ.'
પેસ્ટીસાઇડ્સને લગતા એક નિષ્ણાતે જણાવ્યું હતું કે 'સ્થાનિક વેપારીઓ પાસેથી જંતુનાશકો ખરીદવા ન જોઇએ. આ ઉપરાંત ખેતીવાડીમાં વપરાતા જંતુનાશકોનો ઘરમાં ઉપયોગ ન કરવો જોઇએ. જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ આરોગ્યને નુકસાન પહોંચાડે છે. આથી એમ કરતા ખાસ બચવું જોઇએ. ઘરની સાફ ત્યારે જ કહેવાય જ્યારે ઘરમાં જીવજંતુ જેવા ઉપદ્રવ ન હોય સામાન્ય રીતે જીવજંતુઓને ભગાડવા માટે લોકો અવનવા નુખસાઓ કરતા હોય છે જેમાં કેટલીક વાર ખેતીવાડીમાં ઉપયોગમાં લેવામાં આવતી જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા હોય છે પણ આ પ્રકારની દવાઓ જંતુઓનો નાશની સાથે વ્યક્તિના સ્વાસ્થ્યને મોટુ નુકસાન પહોચાડે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved