Last Update : 07-November-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

સરકાર માટે બધું આસાન નથી...
નવી દિલ્હી, તા.૬
ગયા રવિવારે રામલીલા મેદાન ખાતેની રેલીની સફળતાથી વડાપ્રધાન અને સોનિયા ગાંધી ભલે જોરદાર ઉત્સાહમાં હોય અને ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટના પગલાંને ટેકો મળવાનો સંકેત મળતો હોય પરંતુ પક્ષના ટોચના સૂત્રો કહે છે કે બધું દેખાય છે એટલું આસાન નથી. કેટલાક મુદ્દાઓના કારણે સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. આર્થિક પરિવર્તનના પગલાં અને મતદારોની ઈચ્છાઓ વચ્ચે સરકાર ફસાઈ છે. ઉદાહરણ તરીકે છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમવાર સરકાર ઘઉંના ભાવ વધારવા ગલ્લાં-તલ્લાં કરે છે. કૃષિ ઉત્પાદનોના ભાવો બીજી તરફ લાખ્ખો મતદાર એવા કિસાનોને નાખુશ કરવા પણ પોષાય એમ નથી.
જીએસટી માટે સહમતી
નાણા પ્રધાન પી. ચિદમ્બરમ્ ટેક્સના માળખામાં પરિવર્તન લાવવા મથે છે. ખાસ કરીને તેમની નજર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પર છે. જીએસટી અંગે તેમણે સાથી પક્ષોના રાજ્યના વિચાર જાણવા પ્રયાસ કર્યા છે. આગામી અઠવાડીયે યોજાનાર બેઠકમાં તે જીએસટી અંગે રાજ્યોને સમજાવી શકશે એમ મનાય છે. સરકાર સામે બીજો પડકાર જાહેર ક્ષેત્રના એકમો અંગે છે. જાહેર ક્ષેત્રના એકમો માટે રોકાણ મેળવવાનો ટાર્ગેટ સેટ થઈ શકતો નથી. વડાપ્રધાને આ એકમોને અઢી કરોડ આપવા કહ્યું હતું પણ તે લોકો પૈસા છોડતા નથી. આ રોકાણો શા માટે અટક્યા તે અંગે સરકાર એક ઉચ્ચસ્તરીય પેનલ પણ બેસાડી રહી છે.
ગડકરીને રક્ષણ
એક તરફ ભાજપના પ્રમુખ નીતીન ગડકરીને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ રક્ષણ આપી રહ્યું છે તો બીજી તરફ તેમની સામેના આક્ષેપોના કારણે ભાજપમાં મતભેદો વધી રહ્યા છે. આ મતભેદોના કારણે ગડકરીના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ગડકરી સામે વિરોધ દર્શાવવા રાજ્યસભાના સભ્ય રામ જેઠમલાણીના પુત્ર અને ભાજપની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય મહેશ જેઠમલાણીએ રાજીનામું આપ્યું છે. ભાજપમાં બનતી ઘટનાઓ અંગે સીનિયર લીડર જશવંતસિંહે પણ પોતે નારાજ હોવાનું એક અંગ્રેજી અખબારમાં લખ્યું છે. 'એ સીરીયસ ક્રાઈસીસ ઓફ ઈન્ક્રેડીબીલીટી' ટાઈટલ હેઠળ લખાયેલા આર્ટીકલમાં તેમણે સરકારની સિસ્ટમ અને વિપક્ષ સામે પ્રશ્નો ઉભા કર્યા હતા. ગડકરી માટે સ્વામી વિવેકાનંદ અંગેની ટીકા વિવાદાસ્પદ બની હતી. ભાજપનો એક પણ નેતા તેમના ટેકામાં આગળ નથી આવ્યો. ભાજપના પ્રવક્તા રાજીવ પ્રતાપ રેડ્ડીએ પણ ઢીલો પ્રતિભાવ આપ્યો છે.
કોંગ્રેસની તાકાત
એક તરફ ભાજપના નેતાઓ ગડકરીના મુદ્દે નારાજ હતા, જેની અસર હિમાચલ પ્રદેશના ચૂંટણી પ્રચાર પર પડી હતી. તે કોંગી નેતા વીરભદ્ર સિંહ પર અસરકારક હુમલો કરી શક્યા નહોતા. બીજી તફ કેન્દ્રના અનેક નેતાઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હોવા છતાં કોંગ્રેસે રામલીલા મેદાન ખાતે સફળ રેલી યોજી હતી. ભાજપે રવિવારે જ દિલ્હીમાં વિરોધ દેખાવો કરવાની જાહેરાત કરી હતી પણ તે ફ્લૉપ-શૉ સમાન નીવડયા હતા. મુરલી મનોહર જોષી જેવા સીનિયર નેતા વિરોધમાં જોડાયા હોવા છતાં વિરોધને ગજવી શક્યા નહોતા. આવતા વર્ષે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ હોવા છતાં ભાજપનો ફ્લોપ શૉ ચિંતાજનક છે. ભાજપના નેતાઓને એવું લાગે છે કે જો આમ જ ચાલશે તો ત્રણ વાર જીતનાર શિલા દીક્ષિત વધુ એકવાર જંગ જીતી જશે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved