Last Update : 07-November-2012, Wednesday

 

અણ્ણા હઝારેની ખાલી જગા અરવિંદ કેજરીવાલે પુરી પરંતુ પ્રજાનો વિશ્વાસ જીતવો મુશ્કેલ
કોંગ્રેસ-ભાજપની ૧૫૦ બેઠકો માટે શક્યતા

ઓનલાઇન - અરૃણ નહેરૃ
- બાબા રામદેવના પૈસાનો કલર બ્લેક છે, પર્પલ છે કે વ્હાઈટ છે તે શોધવાનું બાકી ઃ ઉશ્કેરાટ ફેલાવવાના પ્રયાસો ઃ આંદોલનમાં જગ્યા મેળવવાના પ્રયાસો
- રાજ્યવાર પરિસ્થિતિ પ્રવાહી ઃ ૨૦૧૪ માટે રાજકીય મુદ્દા પર ભાર મુકવાની કવાયત ઃ ચૂંટણીને હજુ એક વર્ષ છતાં પ્રી-પ્લાનીંગ માટે તડામાર તૈયારી...

 

હું વારંવાર કહેતો આવ્યો છું કે, શિકારીનો જ શિકાર થવાનો છે. અણ્ણા હજારેના કેસમાં આવું જ થયું હતું જેમની ઝુંબેશ સારા કારણો માટે શરુ થઈ હતી પરંતુ તેમણે બેફામ ભાષાનો ઉપયોગ કરીને ચૂંટાયેલી વ્યવસ્થા સામે પણ પડકાર ઉભો કરતા અને પોતે સુપર છે એમ સાબિત કરવામાં વ્યસ્ત રહ્યા હતા. અણ્ણા હજારેને સાથ પણ એવા જ લોકોનો મળ્યો અંતે તે દિશા ભૂલી ગયા અને એકથી વધુ પ્રસંગોએ થાપ ખાઈ ગયા હતા. મને એવું લાગી રહ્યું છે કે અણ્ણાના કેમ્પમાં ચાલેલા જૂથવાદે વધુ નુકસાન કર્યું છે. આ લોકોના મતભેદો વારંવાર સપાટી પર આવતા તેમના ટેકેદારો વચ્ચે પોતાની રજૂઆત અંગે સમતોલ સ્થિતિ રાખી શક્યા નહોતા.
ટીમ અણ્ણા દ્વારા આચરાતી હિંસાના માર્ગને આમ આદમી સ્વીકારવા તૈયાર નહોતા તો બીજી તરફ ટીમ અણ્ણા દરેક મુદ્દે અતિશયોક્તિ બતાવે તે પણ સહન થાય એમ નહોતું. જ્યારે મુંબઈમાં અણ્ણા હજારેનું સ્વાગત ખાલીખમ મેદાને કર્યું ત્યારે ઘણાને આઘાત લાગ્યો હતો. સોશ્યલ નેટવર્ક કામ નહોતું લાગ્યું, કેટલાક સમાચાર માધ્યમોને હિસ્ટેરિયા આવે એવી સ્થિતિ હતી. લોકોને આકર્ષવાની એક જુદી જ કેટેગરી બાબા રામદેવ ધરાવે છે. યોગ ગુરૃ તરીકે તેમનાં ઘણાં અનુયાયીઓ છે તેમણે દેશભરમાં પ્રવાસ કર્યો છે તેમનું મોટું બિઝનેસ સામ્રાજ્ય છે જેના માટે પણ તે દેશમાં ફરે છે પરંતુ મને લાગે છે કે, રાજકીય મહેચ્છા માટે યોગનો ઉપયોગ કરવાની તેમની વાત ખોટી છે. તેમના આ વિચારને આર.એસ.એસ.ના કેટલાક લોકોનો ટેકો મળ્યો છે. તેમના બિઝનેસ સામ્રાજ્ય અંગે તે મુશ્કેલીમાં છે પરંતુ તેમના પૈસાનો રંગ કાળો છે, પર્પલ છે કે રેડ છે કે વ્હાઇટ છે તે સ્પષ્ટ થતું નથી. હું કોઈનું અપમાન થાય તેમ નથી લખતો પરંતુ તેમની એક યાદ મારા મનમાં તાજી છે કે જ્યારે રામલીલા મેદાનમાંથી તે મહિલાના સલવાર કમીઝ પહેરીને ભાગ્યા હતા અને માત્ર એક કોન્સ્ટેબલે તેમને પકડી પાડયા હતા. ત્યારબાદ તેમના વિશે બહુ સાંભળવા નહોતું મળતું પરંતુ છેલ્લે હરદ્વારમાં તે આયાતી માલ-સામાનને આગ લગાડતા હોવાનું સાંભળ્યું હતું.
અણ્ણા હજારેએ ખાલી કરેલી જગ્યાને અરવિંદ કેજરીવાલે ભરી દીધી હતી. અણ્ણાની ટીમના અનેક ટુકડા પડી ગયા હતા. એટલું સ્પષ્ટ બની ગયું હતું કે, દરેકનો વિકલ્પ રાજકીય સત્તા મેળવવાનો હતો. યુપીએ સરકારે આપેલા નબળા પ્રતિભાવના કારણે અરવિંદ કેજરીવાલના પ્રયાસોમાં હિંમત આવી હતી. નબળો પ્રતિભાવ વિરોધ પક્ષોએ પણ આપ્યો હતો. અરવિંદ કેજરીવાલે રાજકીય પક્ષ ઉભો કરવાનો દાવો કર્યો છે, અરવિંદની પદ્ધતિ ઉશ્કેરાટ ફેલાવીને તેમાંથી ઉભા થતા વિવાદનો લાભ લેવાની છે. જો તેમાં હિંસા સર્જાય તો તેમને વધુ લાભ મળે એમ હોય છે. એને ટી.વી. પર પણ સારું કવરેજ મળે છે પરંતુ આ રીતે ટકી રહેવું મુશ્કેલ હોય છે. તેમના છેલ્લા દેખાવોમાં ૨૦૦ લોકો હતા જેમાંના મોટા ભાગના મારૃતિમાંથી ડીસમીસ કરેલા કામદારો હતા. ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના ભૂતપૂર્વ સભ્ય એની કોહલી સામે ભૂતકાળમાં ઘણા પ્રશ્નો ઉઠયા હતા. તેમને પણ નવેસરના આંદોલનના સેટઅપમાં જગ્યા મળી ગઈ હતી.
મને લાગતું હતું કે આંદોલન હિંસક બનશે અરવિંદ કેજરીવાલ પણ આવું જ ઇચ્છતા હતા. તેમણે અપમાનજનક ભાષા અને ઉશ્કેરણીજનક પ્રવચનોનો સહારો લીધો હતો.
કેટલાકને તેમની વાતોથી નુકસાન થયું હતું. આ સમયનો લાભ અસામાજિક તત્ત્વો પણ ઉઠાવે તેવી દહેશત વ્યક્ત થઈ હતી. સત્તાવાળાઓએ ટોળાને વિખેરવા પગલા લીધા હતા જેના કારણે વિરોધ પડતો મૂકવો પડયો હતો.
૨૦૧૪ની ચૂંટણીઓની તૈયારી કરી રહેલા કોંગ્રેસ અને ભાજપે રાજકીય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બંને ૧૫૦ બેઠકો મેળવવા જોરદાર લડત આપવાના છે મેં અહીં નીચે મારું અનુમાન આપેલું છે આ શરુઆતનું અનુમાન છે ચૂંટણીને હજુ એક વર્ષની વાર છે તે સમય દરમ્યાન ઘણું બદલાઈ જશે.
આ ઉપરાંત આ સમય દરમ્યાન દસ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ આવશે તેથી સ્થિતિ પ્રવાહી છે.
૨૦૧૪ની સ્થિતિ નીચે દર્શાવી છે અહીં રાજ્યવાર પરિસ્થિતિ દર્શાવતા રહીશું. યાદીમાં કોંગ્રેસ અને ભાજપની જીતની બેઠકો દર્શાવાઈ છે.
રાજ્ય બેઠકોની કોંગ્રેસ ભાજપ

રાજ્ય

બેઠકો

કોંગ્રેસ

ભાજપ

આંધ્ર પ્રદેશ

૪૨

૧૫

Nil

આસામ

૧૪

બિહાર

૪૦

૧૨

છત્તીસગઢ

૧૧

ગોવા

Nil

?

હરિયાણા

૧૦

હિમાચલ

જમ્મુકાશ્મીર

Nil

ઝારખંડ

૧૪

ગુજરાત

૨૬

૧૮

કર્ણાટક

૨૮

૧૦

કેરળ

૨૦

૧૦

Nil

મધ્યપ્રદેશ

૨૯

૨૧

મહારાષ્ટ્ર

૪૮

૧૪

૧૨

ઓરિસ્સા

૨૧

Nil

પંજાબ

૧૩

રાજસ્થાન

૨૫

૧૮

તમિલનાડુ

૩૯

Nil

ઉત્તરપ્રદેશ

૮૦

૧૫

૧૪

ઉત્તરાખંડ

Nil

?

પ. બંગાળ

૪૪

દિલ્હી

ઉત્તરાખંડ

કુલ

 

૧૪૫

૧૩૭

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 

 

 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved