Last Update : 07-November-2012, Wednesday

 
 

શહેરમાં વિદેશના ૭૨ જેટલા ક્રિકેટ પત્રકારોનો કાફલો
ઈંગ્લેન્ડની ટીમનું અમદાવાદમાં આગમન ઃ ૧૫ દિવસનું રેકોર્ડ રોકાણ

ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ડેરેક પ્રિંગલ ક્રિકેટ પત્રકાર તરીકે આવ્યો છે
ભારતના ક્રિકેટરો ૧૩ નવેમ્બરે શહેરમાં દિવાળી મનાવશે
૧૫ થી ૧૯ નવેમ્બર દરમ્યાન પ્રથમ ટેસ્ટ મેચ
૮ નવેમ્બરથી મોટેરા 'બી' ગ્રાઉન્ડ પર પ્રેકટિસ મેચ

અમદાવાદ, મંગળવાર
પ્રવાસી ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ટેસ્ટ રમવા માટે આજે બપોરે ચાર વાગે આવી પહોંચી હતી. ઈંગ્લેન્ડની ટીમ ૮ નવેમ્બરથી હરિયાણા સામે મોટેરા 'બી' ગ્રાઉન્ડમાં પ્રેકટિસ મેચ રમશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ૧૫ નવેમ્બરથી રમાશે. ૨૦ નવેમ્બરે ઈંગ્લેન્ડની ટીમ અમદાવાદથી રવાના થશે. આમ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં ભાગ્યે જ બન્યું હોય તેમ વિદેશી ટીમ એક જ શહેરમાં બે અઠવાડિયા જેટલું રોકાણ કરશે. ઈંગ્લેન્ડની ટીમ ૬ થી ૨૦ નવેમ્બર અમદાવાદમાં રહેવાની છે.
આવતીકાલે ખેલાડીઓ પ્રેકટિસ કરવા ગ્રાઉન્ડ પર જવાના નથી. જોકે પીટરસન ગ્રાઉન્ટ અને સ્ટેડિયમની કંડિશન જોવા બહુ જ આતુર હોઈ તે એકલો સ્ટેડિયમમાં આંટો મારશે તેમ ખેલાડીઓના મેનેજમેન્ટની જવાબદારી સંભાળતા ગુ્રપમાં ગુસપુસ ચાલતી હતી. જોકે સત્તાવાર રીતે તો ઈંગ્લેન્ડની ટીમ હોટલમાં જ રહેશે તેમ જણાવાયું હતું. ભારતની ટીમના ક્રિકેટરો ૧૧ નવેમ્બરથી આવવાનું શરૃ કરશે. તેઓ ૧૩ નવેમ્બરે દિવાળી અહીં જ ઉજવશે. આજે સાંજે હોટલમાં છ ખેલાડીઓ બેલ, ટ્રોટ, પ્રાયર, ઓનિયન, સમિત પટેલ અને મોર્ગને ત્રણ ત્રણના ગુ્રપમાં આવીને ટીવી મિડિયા અને પ્રિન્ટ મિડિયા જોડે એક-એક રાઉન્ડ ટેબલ પર બેસીને વાતચીત કરી હતી.આ ટેસ્ટ મેચ કરવા માટે દેશ-વિદેશના ૧૫૦ પત્રકારો આવવાના છે જેમાના ૭૨ પત્રકારો વિદેશના છે જેમાં મોટાભાગના ઈંગ્લેન્ડના છે.ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ડેરેક પ્રિંગ્લે પણ આજે સ્પોર્ટસ પત્રકાર તરીકે તેની ફરજ બજાવવા ઈંગ્લેન્ડના ખેલાડીઓને પ્રશ્ન પૂછતો હતો.
૩૦ ટેસ્ટ અને ૪૪ વન ડે રમી ચૂકેલો પ્રિંગલ ક્રિકેટની નિવૃત્તિ પછી ઈંગ્લેન્ડના અખબાર 'ધ ઈન્ડિપેન્ડન્ટ' અને હાલ 'ધ ડેઈલી ટેલિગ્રાફ' તરફથી આ શ્રેણી કવર કરવા આવ્યો છે. ૬ ફૂટ પાંચ ઈંચની ઉંચાઈ ધરાવતો કદાવર બાંધાનો પ્રિંગલ મોટેરાના પ્રેસ બોક્સમાં બેસીને ભૂતકાળમાં ઘણી મેચો કવર કરી ચૂક્યો છે.
ઈંગ્લેન્ડના ખેલાડીઓ અને પત્રકારો અમદાવાદમાં શોપિંગની, દિવાળીના તહેવારની ઉજવણી કરવાની અને મૂવિ ની મજા પણ માણશે જ કેમ કે ૧૫ દિવસ ટાઈમ પાસનો પ્રશ્ન રહેવાનો જ. પ્રથમ ટેસ્ટને પણ હજુ ૯ દિવસની વાર છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved