Last Update : 07-November-2012, Wednesday

 
સુશીલકુમાર શિંદે એમનુંં નિવેદન પાછું ન ખેંચે ત્યાં સુધી
ભારત-પાક ક્રિકેટ મૅચ રોકવાની બાળ ઠાકરેએ દેશવાસીઓને કરેલી હાકલ

''હું પથારીવશ છું છતાં મારું લોહી ઊકળી રહ્યું છે ઃ મુંબઈ પર ૨૬/૧૧એ થયેલા હુમલા કેવી રીતે ભૂલાય?''

મુંબઈ,તા.૬
શિવસેનાના મુખપત્ર સામના માં પ્રસિદ્ધ થયેલાં નિવેદનમાં પક્ષના વડા બાળ ઠાકરેએ 'ભારતના કટ્ટર હિન્દુઓ અને દેશભક્તો'ને હાકલ કરી છે કે આવતા મહિને નિર્ધારિત ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રેકિટ મેચમાં ખલેલ પહોંચાડે.
''બધા આવકાર્ય છે'' એવા કેન્દ્રના ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેની ટકોરની ટીકા કરતાં ઠાકરેએ કહ્યું કે શિંદે તેમનું નિવેદન પાછું ન ખેંચે ત્યાં સુધી મેચો નહિ રમાડવા દેવાય.
'ભૂતકાળ ભૂલીને પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું જોઈ' એવા શિંદેના નિવેદનના સંદર્ભમાં ઠાકરે કહ્યું કે ''તમારામાં થોડીક પણ શરમ રહી હોય તો આ નિવેદન પાછું ખેંચો''
પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભારતીય પ્રવાસને કેન્દ્રના ગૃહ ખાતાએ મંજૂરી આપી છે. એ વાત મહત્ત્વની છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની એકપણ મેચ મુંબઈ કે મહારાષ્ટ્રમાં યોજવામાં આવી નથી.
ભૂતકાળમાં શિવસેનાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ પૂર્વે પિચ ખોદીને ભારત-પાકિસ્તાનની મેચ રફેદફે કરી નાખી હતી.
મુંબઈ પર ૨૬/૧૧એ થયેલા ત્રાસવાદી હુમલાને યાદ કરીને ઠાકરેએ પૂછ્યું કે 'એને કેવી રીતે ભૂલી શકાય?' તેમણે કહ્યું કે ''હું પથારીવશ છું તો પણ મારું લોહી ઊકળી રહ્યું છે.''
ત્રાસવાદીઓ અજમલ કસાબ અને અફઝલ ગુરુને ફાંસી આપવામાં થઈ રહેલા વિલંબ માટે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીકા પણ કરી હતી.
જો કે ઠાકરેના નિવેદનની નેશનેલિસ્ટ કોંગ્રેસ પાર્ટીએ ટીકા કરી હતી. એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે એવો આક્ષેપ કર્યો હતો કે ''જ્યારે પણ ભારત-પાક ક્રિકેટ શ્રેણીની જાહેરાત કરવામાં આવે છે ત્યારે સેના રાજકીય લાભ ખાટવાની કોશીષ કરે છે.
''હું સેનાને ૨૦૦૪ની ઘટના યાદ અપાવવા માગું છું જ્યારે પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદ, જેનો પુત્ર દાઉદ ઈબ્રાહિમની પુત્રીને પરણ્યો હતો, તેને ઠાકરેના નિવાસસ્થાને આવવાનું આમંત્રણ અપાયું હતું અને તેનું સ્વાગત કરવા બંને, ઉદ્ધવ અને રાજ બહાર ઊભા હતા.
જો કે તેમણે એમ પણ કહ્યું કે સામનાના તંત્રી લેખમાં જે કાંઈ લખાયંુ છે તે બાળ ઠાકરેની જાણ બહાર લખાયું છે અને તેમનો પક્ષ રાજકારણ, સંસ્કૃતિ અને રમતગમતને ભેળવવામાં માનતો નથી.'

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved