Last Update : 07-November-2012, Wednesday

 

ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસની માન્યતા રદ કરવાની સ્વામીની અરજી ફગાવાઈ

પક્ષે ભંડોળનો કેવી રીતે ઉપયોગ કર્યો એ કાર્યક્ષેત્રમાં આવતું ન હોવાની પંચની દલીલ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૬
કોંગ્રેસ પક્ષની માન્યતા રદ કરવાની જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીના યાચિકા આજે ચૂંટણી પંચે ફગાવી દીધી હતી. સુબ્રમણ્યમે દાવો કર્યો હતો કે કોંગ્રેસે હેરાલ્ડ ટ્રિબ્યુનને વિના વ્યાજે ૯૦ કરોડ રૃપિયાની લોન આપી હતી એટલા માટે કોંગ્રેસની માન્યતા રદ કરી દેવી જોઇએ.
મુખ્ય ચૂંટણી કમિશનર વી એસ સંપથની આગેવાની હેઠળ પૂર્ણ કક્ષાની બેઠક યોજ્યા બાદ ચૂંટણી પંચે સુબ્રમણ્યમની અરજી એમ કહીને ફગાવી દીધી હતી કે તે કોઇ રાજકીય પક્ષની માન્યતા રદ કરાવવા માટેના ધારાધોરણોને લાગુ પડતી નથી. ચૂંટણી પંચે સુબ્રમણ્યમને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે પ્રસ્તુત કિસ્સાને ધ્યાનમાં લઇને કોંગ્રેસની માન્યતા રદ કરવાની તમારી અરજી આ પ્રકારની માન્યતાના પરિશિષ્ઠ ૧૬ એ માં દર્શાવેલા ધારાધોરણો મુજબની નથી.
ચૂંટણી પંચે એવું જણાવ્યું હતું કે ત્રીજી અને પાંચમી નવેમ્બરે સુબ્રમણ્યમે લખેલા પત્રો પણ ચૂંટણી પ્રતિકો (અનામત અને ફાળવણી) કાયદા, ૧૯૬૮, કે જે નમૂનારૃપ આચારસંહિતાના ભંગ બદલ કે પંચની સૂચનાને અનુસરવામાં નિષ્ફળ જવા બદલ કોઇ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષની ચૂંટણી પંચને સત્તા આપે છે, તેને લાગુ પડતા નથી. પંચે એવું પણ જણાવ્યું હતું કે રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ એક્ટ, ૧૯૫૧ મન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને ભંડોળ કેવી રીતે ઊભું કરવું તેની સૂચના આપે છે પરંતુ એ ભંડોળનો રાજકીય પક્ષોએ કેવી રીતે ઉપયોગ કરવો એ અંગે કાયદામાં કોઇ જોગવાઇ નથી.
ચૂંટણી પંચના પત્રમાં એવું જણાવાયું છે કે જો કોઇ પક્ષ ઈન્કમટેક્સ એક્ટ, ૧૯૬૧ની જોગવાઇઓ મુજબનું આચરણ કરવામાં નિષ્ફળ જાય તો તે બાબત ચૂંટણી પંચની સત્તામાં આવતી નથી.
ઉલ્લેખનીય છે કે સુબ્રમણ્યમે એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે એસોસિયેટેડ જર્નલ્સના પ્રાઇવેટ લિ. નામની કંપનીને ૯૦ કરોડ રૃપિયાથીયે વધુ રકમની લોન આપીને નિયમોનો ભંગ કર્યો હોવાથી કોંગ્રેસની માન્યતા રદ કરવી જોઇએ.
ચૂંટણી પંચના નિર્ણય અંગે સુબ્રમણ્યમે કડક ટીકા કરતા જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી પંચના નિર્ણય સામે અદાલતમાં જશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved