Last Update : 07-November-2012, Wednesday

 

રાજકીય પ્રવૃત્તિઓ માટે કેજરીવાલને દાન આપવામાં આવ્યું નથી ઃ મૂર્તિ

તાતા પછી ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૬
તાતા પછી હવે ઇન્ફોસિસનાં સ્થાપક નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે તેમણે રાજકીય પ્રવૃત્તિઓ માટે અરવિંદ કેજરીવાલને નાણા આપ્યા ન હતાં અને બે મહિના અગાઉ કેજરીવાલ દ્વારા નાણાકીય મદદ માટે કરવામાં આવેલી વિનંતી તેમણે ફગાવી દીધી હતી.
૨૦૦૮માં મૂર્તિએ કેજરીવાલનાં પબ્લિક કોઝ રિસર્ચ ફાઉન્ડેશનને માહિતી અધિકાર કાયદા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પાંચ વર્ષનાં સમયગાળા માટે દર વર્ષે ૨૫ લાખ રૃપિયા આપવાની સંમતિ દર્શાવી હતી. આ ઉપરાંત મૂર્તિએ આટલી જ રકમ કેજરીવાલનાં ફાઉન્ડેશનને આપવા માટ તાતાને પણ તૈયાર કર્યા હતાં.
મૂર્તિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેજરીવાલે નાણાકીય મદદ માટે સપ્ટેમ્બર ૨૦૧૨માં મારો સંપર્ક કર્યો ત્યારે મે ઇનકાર કર્યો હતો. આમ કેજરીવાલને તેની રાજકીય પ્રવૃત્તિઓ માટે મેં નાણાકીય મદદ કરી નથી.
અણ્ણા હઝારેનાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી અલગ થયા પછી કેજરીવાલે ભ્રષ્ટાચાર સામે લડવા અને પરિવર્તન લાવવા માટે રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરી હતી.
મૂર્તિએ જણાવ્યું હતું કે કેજરીવાલે ૨૦૦૮માં માહિતી અધિકાર ક્ષેત્રે અસાધાર ફાળો આપનાર અધિકારી, એનજીઓ અને નાગરરિકને એવોર્ડ આપવા માટે ભંડોળ આપવાની વિનંતી કરી હતી. મૂર્તિએ જણાવ્યું હતું કે મે ૨૦૦૮માં ૨૫ લાખ, ૨૦૦૯માં ૨૫ લાખ, ૨૦૧૦માં ૩૭ લાખ અને ૨૦૧૧માં ૨૫ લાખ રૃપિયા કેજરીવાલનાં ફાઉન્ડેશનને આપ્યા હતાં.
મૂર્તિએ જણાવ્યું હતું કે કેજરીવાલે મે, ૨૦૧૧માં મને પત્ર લખી જણાવ્યું હતું કે ફાઉન્ડેશન જન લોકપાલ બિલની રચનામાં વ્યસ્ત હોવાથી તે આ વર્ષે એવોર્ડ આપી શકે તેમ ન હોવાથી તે આ નાણાનો ઉપયોગ જનલોકપાલ બિલનાં પ્રચાર કરવા માટે પરવાનગી માંગે છે. મૂર્તિએ જણાવ્યું હતું કે દેશને અસરકારક લોકપાલની જરૃર હોવાથી તેમણે કેજરીવાલની આ વિનંતીને ગ્રાહ્ય રાખી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved