Last Update : 07-November-2012, Wednesday

 
ઇન્ટરપોલની સાધારણ સભામાં શિંદેનું નિવેદન
ત્રાસવાદીઓ બનાવટી કંપનીઓ મારફતે શેરબજારમાં નાણા રોકે છે

૧૯૯૩ના મુંબઇ વિસ્ફોટના આરોપીઓને પાકિસ્તાન સાચવી રહ્યુ છે

રોમ, તા. ૬
નકલી કંપનીઓ દ્વારા શેર બજારોમાં રોકાણ કરવાની આતંકવાદી જૂથોની યુક્તિથી ચિંતિત ભારતે આ ખતરાનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહકારની અપીલ કરી છે. ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ આજે અહીં ઇન્ટરપોલની સાધારણ સભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે એ કહેવાની જરૃર નથી કે આતંકવાદીઓને નાણાં મળવાથી જ તેમને શકિત મળે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૧૯૯૩નાં મુંબઇનાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોનાં કાવતરાખોર પાકિસ્તાનમાં છુપાયેલા છે અને મજબૂત પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હોવા છતાં ઇસ્લામાબાદ દ્વારા આ આરોપીઓની વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
તેમણે જણાવ્યું હતું કે ૧૯૯૩ના મુંબઇ વિસ્ફોટોનો મુખ્ય કાવતરાખોર દાઉદ ઇબ્રાહીમ છે અને તે હજુ પણ ભાગેડુ છે. તે પણ પાકિસ્તાનમાં છુપાયેલો હોવાની વાત ઘણી વખત સામે આવી છે.
તેમણે જણાવ્યું હતું કે વિશ્વનીય સુત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આતંકવાદીઓ નકલી કંપનીઓ દ્વારા શેરબજારમાં નાણા રોકી રહ્યા છે. તેઓ બનાવટી બિઝનેસ દર્શાવી મની લોન્ડરિંગ કરી રહ્યાં છે.
શિંદેએ જણાવ્યું હતું કે સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય એ છે કે આતંકવાદનાં નાણાના સ્ત્રોતોની માહિતી મેળવવી જેમાં નકલી નોટો, તેના વાહકો અને પ્રવાહની રીતો જાણી તેના પર અંકુશ મૂકવો સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યમાં ઇન્ટરપોલ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે ભારતે આતંકવાદનો સામનો કરવા માટે એક પ્રણાલીનો સ્વીકાર કર્યો છે જેમાં મંત્રણાઓ, લોકશાહી રાજકીય પ્રક્રિયાઓ અને કાયદાનાં નિયમોને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ભારત આ માળખા હેઠળ આતંકવાદનો સામનો કરે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved