Last Update : 07-November-2012, Wednesday

 
જર્મનીમાં થયેલું સંશોધન
આગામી ૨૦૦ વર્ષમાં ભારતને ભયંકર દુષ્કાળનો સામનો કરવો પડશે

ગ્લોબલ વોર્મિંગના કારણે ચોમાસુ નબળું પડશે ઃ ગરમી પણ અસહ્ય વધશે

(પી.ટી.આઈ.) લંડન, તા. ૬
પોતાના વિશાળ કૃષિ ક્ષેત્ર માટે ભારત આજે પણ કુદરતી વરસાદ પર આધારીત છે. વૈજ્ઞાાનિકોનું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે ભારતને અવાર નવાર કારમા દુષ્કાળનો ભોગ બનવું પડશે. તેની વરસાદ ખેંચી લાવનારી પ્રણાલીમાં અવાર-નવાર અડચણ સર્જાશે. આ આગાહી આગામી ૨૦૦ વર્ષ માટેની છે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં આ બાબત સ્પષ્ટ બની છે.
સંશોધકોએ વ્યકત કરેલા મત અનુસાર આ પ્રકારનું વાતાવરણમાં પરિવર્તન ભારતમાં ૪૦ થી માંડીને ૭૦ ટકા સુધી વરસાદમાં ઘટાડો કરશે. જેની વિપરીત અસર ભારતના મહત્ત્વના કૃષિ ક્ષેત્ર પર પડશે જે સરવાળે અર્થતંત્ર પર વિપરીત અસર કરશે. કેમ કે ખેતીની જમીન માટે તાજા પાણીનો શ્રોત આજે પણ વરસાદ ગણાય છે.
દેશની વસ્તી અત્યારે ૧ અબજ ૨૦ કરોડ જેટલી છે. દેશમાં જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન ચોમાસાની ઋતુ ચાલતી હોય છે અને ખેતી ક્ષેત્ર આ ગાળા દરમ્યાન જ અન્ન ઉત્પાદન કરતું હોય છે. હવે જો ખેતીને પ્રાપ્ત થતો પાણીનો કુદરતી જથ્થો અટકે તો તેનાથી ખેત ઉત્પાદન તેમજ અન્ન પૂરવઠા પર તેની વિપરીત અસર પડી શકે છે. જે લાંબેગાળે ભૂખમરો સર્જી શકે.
જર્મનીની પોસ્ટડેમ યુનિવર્સિટીની પોસ્ટડેમ ઇન્સ્ટીટયુટ ફોર કલાઇમેટ ઇમ્પેકટના સંશોધકોએ એ બાબત શોધી કાઢી છે કે આપણે જેમ ૨૧મા સૈકાના અંત તરફ આગળ વધતા જઈએ અથવા તો ૨૧મા સૈકાથી ૨૨માં સૈકા તરફ આગળ વધીએ તેમ પેસિફિક સમુદ્રના ઉષ્ણતામાનમાં વધારો થતો જશે. પેસિફિકના વોકર સર્ક્યુલેશનને કારણે ચોમસામાંની તરાહમાં મોટે પાયે પરિવર્તન આવશે. તેમ બ્રિટનના એક અવાણી સંશોધન સામયિકમાં આગાહી કરવામાં આવી છે.
વોકર સકર્યુલેશન સામાન્ય રીતે વરસાદ વાળી અથવા ભેજયુકત ભારે હવાને અરબ સાગર અથવા પશ્ચિમી સમુદ્રમાં લાવીને સ્થિર કરે છે. જે સમયાંતરે ભૂભાગમાં આવીને આવીને વરસે છે જે પશ્ચિમી ભારતની ખેતી માટે જીવાદોરી સમાન છે. તે જ પ્રમાણે હિન્દ મહાસાગરમાં જે ભારે હવા પેદા થાય તે દક્ષિણ તેમજ દક્ષિણના પૂર્વ- પશ્ચિમ કિનારા પર વરસાદ લાવે છે. પણ જયારે અલ નીનોનો સમુદ્રી પ્રવાહ ઉદભવે છે ત્યારે તે ભારત પર ભારે દબાણ સર્જે છે. ખાસ કરીને ગ્રીષ્મ ઋતુમાં જયારે ચોમાસુ સર્જાતું હોય છે.
સંશોધકોનું માનવું જો કે થોડું વિરોધાભાસી એ પ્રકારે છે કે વધેલા ઉષ્ણતામાનને કારણે વરાળયુક્ત ભારે હવાનું પ્રમાણ તો વધશે જેનાથી ચોમાસું ભારે બનવું જોઈએ પણ અલ નીનોના પ્રવાહની તીવ્રતામાં વધારો નહીં થઇ શકે. તેવું આ સંશોધકો માને છે. તેનાથી ૪૦ થી ૭૦ ટકા સુધી વરસાદ ઘટી શકે છે. આ સંશોધકોએ ભારતના મટીરીયોલોજીકલ ડિપાર્ટમેન્ટ પાસેથી ૧૮૭૦ સુધીના વરસાદી આંકડા મેળવ્યા બાદ તેમણે આ તારણ કાઢયું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved