Last Update : 07-November-2012, Wednesday

 
બુ્રકસ હેકિંગ કૌભાંડનાં આરોપી
બ્રિટનમાં વડા પ્રધાન કેમેરોન અને મહિલા પત્રકાર બુ્રકસ વચ્ચે પ્રેમાલાપ

કેમેરોન-બુ્રક્સના ઉષ્માસભર બે SMS લીક થયા પરંતુ બંને વચ્ચે ૧૩૦થી વધુ SMS થયા છે

લંડન, તા.૬
મીડીયા વ્યવસાયી રૃપર્ટ મર્ડોકના ન્યુઝ ઈન્ટરનેશનલની મહિલા સીઈઓ રેબેકા બુ્રક્સના ફોન હેકિંગ મામલાની તપાસમાં તેમના અને વડાપ્રધાન ડેવિડ કેમરૃન વચ્ચેના ૧૩૦ ટેક્સ્ટ મેસેજીસની વાત બહાર આવતા બ્રિટનમાં ખળભળાટ મચી ગયો છે. બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમેરોન ફોન હેકિંગ વિવાદમાં ઘેરાયેલી રેબેકા બુ્રક્સ સાથે આદાન પ્રદાન કરવામાં આવેલા ઉષ્માસભર ટેકસ્ટ મેસેજીસ જાહેરમાં આવી જતાં ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. ન્યુઝ ઈન્ટરનેશનલની સીઈઓ રેબેકાને મોકલેલા એક સંદેશામાં કેમેરોને લખ્યું છે કે, તેમના પરિવારને ઘોડે સવારી કરવા દેવા બદલ આભાર આ ઘોડો એકદમ તેજ, અને ચપળ હોઈ કાબુ કરવો મુશ્કેલ હતો, તેમ છતાં સવારી મજેદાર રહી.
બ્રિટનના અખબાર મેઈન ઓન સંડે દ્વારા આ ટેક્સ્ટ મસેજ મેળવવામાં આવ્યો છે. ૨૦૦૯ના કોન્ઝવેટિવ પાર્ટીના એક સંમેલનના ભાષણનો ઉલ્લેખ કરીને ૪૪ વર્ષીય રેબેકાએ ડેવિડ કેમરોનને મોકલેલા એક સંદેશામાં જણાવ્યું હતું કે, તમારૃં ભાષણ સાંભળીને હું ખૂબ જ ભાવુક બની ગઈ હતી, બે વખત રડી પડી, આપની સાથે કામ કરવાનું પસંદ કરીશ.
આ ટેકસ્ટ અંગે ડાઉનીંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે આ સંદેશાઓ સત્તાવાર છે અને પ્રધાનમંત્રી તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે. ઓક્ટોબર ૨૦૦૯માં આમાના બે એસએમએસ જાહેરમાં આવી ગયા હતા.
વાસ્તવમાં આ પ્રકારના કુલ ૧૩૦ ટેકસ્ટ મેસેજીસ અને ઈમેલ હોવાની વાત છે. આ અંગે કેમેરોનેે લેવિસન તપાસ પંચ સમક્ષ હાજર રહ્યા હતા. ન્યાયમૂર્તિ લોર્ડ લેવીસનના નેતૃત્વમાં તપાસ ચાલે છે. કેમરોને તપાસ સમીતિ સમક્ષ જણાવ્યું હતું કે બ્રિટનમાં નેતાઓ અને મીડિયા વચ્ચેના સંબંધો ખોટા રસ્તે ચડી ગયા છે અને તેને ફરી સાચા માર્ગે વાળવા ટેકસ્ટ મેસેજીસ તપાસ પંચને સોંપવામાં આવ્યા છે પરંતુ ગઈ કાલે મજૂર પક્ષના નેતાએ એવો આક્ષેપ કર્યો હતો કે લેવિસન તપાસ પંચને લગભગ ૧૩૦ થી ૧૫૦ જેટલા મેસેજની આપલેની માહિતી આપવામાં જ આવી નથી. ડાઉલીંગ સ્ટ્રીટે વળતા જવાબમાં જણાવ્યું છે કે કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા કેમરોનના મોબાઈલમાંથી ડેટા મેળવવામાં આવ્યો હતો. કેમરોનના મોબાઈળમાં બધા મેસેજીસ સચવાયા ન હતા, જ્યારે બુ્રકસનું કહેવું છે કે કેમરોન બીજા એક ખાનગી મોબાઈલનો પણ ઉપયોગ કરતા હતા અને નિયમિત રીતે મેસેજ દ્વારા તેના સંપર્કમાં રહેતી. હતી મજૂર પક્ષના નેતા બ્રાયને તમામે તપાસ મેસેજીસ જાહેરમાં મુકવાની માગણી કરી છે. બ્રાયનના કહેવા પ્રમાણે કેમરોનના તમામ મેસેજીસ અને ઈમેલની તપાસ થાય તો જ બીએસકેવાયબી બિડ ઉપરાંત બીજી મહત્વની બાબતો બહાર આવશે.
બ્રાયને તપાસ પંચ સમક્ષ જણાવ્યું કે તપાસનો મતલબ એ છે કે, પોલીસ, પ્રેસ અને રાજકારણીઓ વચ્ચેના સંબંધોની હકીકત પ્રજા સમક્ષ આવે. કારણ કે ખુદ પ્રધાન મંત્રી રેબેકાને સળંગ બે વર્ષથી રોજ મેસેજીસ મોકલતા હતા, તો તેની વાસ્તવિકતાની પ્રજાને ખબર પડવી જોઈએ. કેમેરોન અને બુ્રક્સ છ વર્ષમાં ૨૨ વખત મળ્યા છે. કેમરોને તપાસપંચ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે મેસેજમાં લખેલા 'એલઓએલ'નો મતલબ છે 'લાફિંગ આઉટ લાઉડ' નહીં કે 'લોટ્સ ઓફ લવ'.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved