Last Update : 07-November-2012, Wednesday

 

ત્રણ માસમાં ચીનની સરહદે ૧૦૦થી વધુ યુએફઓ દેખાઈ

આકાશમાં ચળકતો ઉડતો પદાર્થ ઓળખવામાં તપાસ એજન્સીઓ નિષ્ફળ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૬
ભારતીય સેનાને છેલ્લા ત્રણ મહિનામાં જમ્મુ કાશ્મીરના લદાખ અને પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં છેલ્લા ત્રણ મહિનામાં ચીનના સરહદી વિસ્તારોમાં ૧૦૦થી વધારે ચળકતા ઉડતા વણ ઓળખાયેલા પદાર્થ (યુએફઓ) ઉડતા જોવા મળ્યાં હતા. આ યુએફઓને લોકભાષામાં ઉડતી રકાબી તરીકે ઓળખાવાય છે. પરગ્રહવાસીઓ આ યુએફઓ મારફતે આવતા હોવાની વાત ઘણઆં વર્ષોથી સંશોધનનો વિષય બની રહી છે.
સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કાર્ગીલ અને બોટ પાસેના વિસ્તારમાં તૈનાત કરાયેલા ૧૪ ર્કોટસે સેનાના મુખ્ય મથકે આ સંબંધે એક રિપોર્ટ મોકલ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાંગગોંગ સો બેકની નજીકના વિસ્તારમાં આ યુએફઓ જોવા મળી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ યુએફઓ ચીન તરફથી ધીરે ધીરે ભારતીય સીમામાં આવ્યા બાદ આસમાન તરફ જઈ ત્રણથી પાંચ કલાકમાં અદ્રશ્ય થઈ જાય છે. જો કે લશ્કરે તપાસ બાદ જણાવ્યું હતું કે આ વણ ઓળખાયેલો પદાર્થ કોઈ ઉપગ્રહ કે ચીની ડ્રોમ નથી. યુએફઓની ઓળખ માટે એક ખાસ પ્રકારનું રડાર બનાવવામાં આવ્યં છે પરંતુ તેનાથી પણ કોઈ વિશેષ જાણકારી મળી શકી નથી.
સેનાના અધિકારીઓએ સ્પેકટ્રમ એનેલાઈઝર અને મોબાઈલ રડારનો પણ ઉપયોગ કર્યો હતો. પરંતુ તે પકડી શકાયો ન હતો. તેનો મતલબ એ થઈ શકે કે તે નોન-મેટાલીક પદાર્થ હોવો જોઈએ. સેનાના અધિકારીઓએ આ પદાર્થ ન ઓળખી શકવા બદલ ચિંતા વ્યક્ત કરી છે કારણ કે આ ચીનનું જાસુસીનું સાધન પણ હોઈ શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાંચ છ વર્ષ પહેલા પણ આ પ્રકારે યુએફઓએ દેખા દીધી હતી. પરંતુ આ બાબત ઉચ્ચ સ્તરે લઈ જવાઈ ન હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૦૪માં કેટલાક પર્વતારોહકોએ બાહૌલ અને સ્પીટી વેલીમાં હિમાચલ પ્રદેશ પાસે યુએફઓ જોઈ હતી ત્યારબાદ વિવિધ એજન્સી દ્વારા તપાસ થઈ હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved