Last Update : 07-November-2012, Wednesday

 

ભાજપ છોડી નવો પક્ષ સ્થાપતા પૂર્વે
કર્ણાટકમાં યેદીયુરપ્પાના શક્તિ પ્રદર્શનથી ભાજપમાં ભંગાણનાં એંધાણ

રાજ્યની ભાજપ સરકાર ઉથલી પડે તેવી અટકળો ઃ જોકે યેદીયુરપ્પાનો નનૈયો

(પીટીઆઇ) બેંગાલૂરુ, તા. ૬
ભાજપ પ્રમુખ નીતિન ગડકરીના વિવાદોને લઇને કેન્દ્ર સ્તરે પક્ષમાં ઘમાસાણ મચ્યું છે ત્યારે કર્ણાટક ભાજપમાં પણ ભંગાણની શક્યતા સર્જાઇ છે. ભાજપથી અલગ થઇને નવો રાજકીય પક્ષ સ્થાપવાની જાહેરાત કરનાર કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદીયુરપ્પાએ આજે યોજેલા ભોજન સમારંભમાં કર્ણાટક ભાજપના ધારાસભ્યો અને સાંસદો મોટી સંખ્યામાં હાજર રહેતા યેદીયુરપ્પા કર્ણાટકની ભાજપ સરકારને ઉથલાવશે એવી અટકળોએ જોર પકડયું છે.
ડૉલર કોલોની ખાતેના પોતાના નિવાસસ્થાને ભોજન સમારંભ ગોઠવીને યેદીયુરપ્પાએ આજે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. ભોજન સમારંભમાં ૬૦ ધારાસભ્યો, ૧૦થી ૧૧ સાંસદો અને ૧૮થી ૨૦ કારોબારીના સભ્યો હાજર રહ્યા હોવાનો દાવો તેમણે કર્યો હતો.
ભોજન સમારંભ અને બેઠક બાદ યેદીયુરપ્પાએ નવો પક્ષ રચવાના પોતાના નિર્ણય અંગે મક્કમ હોવાનું જણાવ્યું હતું. જો કે તેમણે દાવો કર્યો હતો કે તેઓ જગદીશ શેટ્ટારની સરકારને અસ્થિર નહીં કરે. તેમણે કહ્યું હતું કે પક્ષ રચાયા બાદ તેઓ શેટ્ટારની સરકારને બહારથી ટેકો આપશે.
જળ સંસાધન મંત્રી બાસવરાજા બોમ્માઇએ જણાવ્યું હતું કે હાજર રહેલા તમામ ધારાસભ્યો, સાંસદો અને કારોબારી સભ્યો યેદીયુરપ્પાને ટેકો આપવાનું વચન આપ્યું હતું.
બોમ્માઇએ આજની બેઠકને પક્ષવિરોધી પ્રવૃત્તિ ગણાવવાનો ઈન્કાર કરતા કહ્યું હતું કે લોકશાહીમાં દરેકને વાટાઘાટો કરવાનો અધિકાર છે.
તેમણે કહ્યું હતું કે યેદીયુરપ્પાના સમર્થકો તેના નવા પક્ષ રચવા સહિતના તમામ નિર્ણયોમાં તેમની પડખે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved