Last Update : 07-November-2012, Wednesday

 

આરએસએસના ગુરુમૂર્તિની મધ્યસ્થીની ભૂમિકાથી
ગડકરીને જીવતદાન ઃ ભાજપમાં તીવ્ર મતભેદો

મોડી રાત્રે ભાજપ કોર ગુ્રપની બેઠકમાં ગડકરીમાં વિશ્વાસ વ્યકત કરાયો ઃ અડવાણીની સૂચક ગેરહાજરી
રામ જેઠમલાણીએ ખુલ્લો બળવો કરી ગડકરીનું રાજીનામું માગ્યું ઃ જસવંત, યશવંતસિંહા પણ નારાજ

સુષમા, સુશીલ મોદી ગડકરી તરફે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૬
આજે સમગ્ર દિવસમાં ગડકરીના રાજીનામા મુદ્દે વિરોધ પક્ષ ભાજપ બે જૂથોમાં વહેચાઇ ગયું હોય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા હતા. સુષ્મા સ્વરાજ, સુશીલ મોદી, અનંતકુમાર અને બલબીર પુંજ ગડકરીના સમર્થનમાં અને રામ જેઠમલાણી, યશવંત સિંહા, જસવંત સિંહ અને શત્રુઘ્ન સિંહા ગડકરીની વિરુદ્ધમાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતાં. આજે રામ જેઠમલાણીએ ગડકરીનું તાત્કાલિક રાજીનામુ માંગીને ખુલ્લો બળવો કર્યો હતો. અડવાણી પણ ગડકરીથી નારાજ હોવાનુ જાણવા મળ્યુ હતું. જો કે આ બધાની વચ્ચે મોડી રાત્રે દિલ્હી ભાજપ કોર ગુ્રપની બેઠકમાં આ વિવાદનો અંત આવી ગયો હતો. આ બેઠકના અંતે ભાજપે જણાવ્યું હતું કે ગડકરીએ કોઇ ભૂલ કરી નથી. ભાજપ ગડકરીની સાથે છે. પક્ષને ગડકરી પર સંપૂર્ણ વિશ્વાસ છે. ગડકરી પ્રમુખ પદે ચાલુ રહેશે. ભાજપ કાર્યાલયની બહાર ગડકરીના સમર્થનમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. એમ મનાય છે કે, આરએસએસના એસ.ગુરુમૂર્તિની મધ્યસ્થીથી ગડકરીને જીવતદાન મળી ગયું છે. જો કે સુત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં અડવાણી ગેરહાજર રહ્યા હતાં.
આ અગાઉ આજે સવારે ભાજપ પ્રમુખ નિતિન ગડકરીએ સ્વામી વિવેકાનંદ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની સરખામણીવાળા પોતાના નિવેદન અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. લેખિત નિવેદન જારી કરી તેમણે જણાવ્યું હતું કે મારો ઇરાદો સ્વામી વિવેકાનંદનું અપમાન કરવાનો ન હતો.તેમણે જણાવ્યું હતું કે જો મારા શબ્દોના કારણે જો કોઇની પણ લાગણી દુભાઇ હોય તો તે માટે હું માફી માંગુ છું. ગડકરી દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં તેમની કંપનીઓમાં નાણાકીય ગેરરીતિઓ કરવામાં આવી હોવાના આરોપોને ધ્યાનમાં રાખી ભાજપનાં કેટલાક નેતાઓ દ્વારા તેમના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.
ભાજપના વરિષ્ઠ નેતા રામ જેઠમલાણી ગડકરીના રાજીનામાની માંગને વળગી રહ્યા હતાં અને જણાવ્યું હતું કે ગડકરીએ તાત્કાલિક રાજીનામુ આપી દેવુ જોઇએ. તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે જસવંત સિંહ અને યશવંત સિંહા સહિતનાં કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ તેમની સાથે છે.
જેઠમલાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે આ મુદ્દે તેમણે ગડકરી અને અડવાણીને પત્ર લખ્યા છે. જો કે તેમણે આ પત્ર અંગે વધુ વિગતો આપી ન હતી. ઉલ્લેખનીય છે કે ગયા મહિનામાં જ જણાવ્યું હતું કે ગડકરીને બીજી વખત ભાજપનાં પ્રમુખ બનાવવા જોઇએ નહીં. જો તેમને પ્રમુખ બનાવવામાં આવશે તો ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપને નુકસાન થશે.
રામ જેઠમલાણીના પુત્ર મહેશ જેઠમલાણીએ પણ ગઇકાલે ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાંથી રાજીનામુ આપી દીધુ હતું અને જણાવ્યું હતું કે જ્યાં સુધી ગડકરી પ્રમુખ તરીકે ચાલુ રહેશે ત્યાં સુધી તે કારોબારીમાં જોડાશે નહીં.
ભાજપના રાજ્યસભાના સાંસદ જેઠમલાણી આજે આરએસએસના વિચારક એસ. ગુરુમૂર્તિને મળ્યા હતાં. આ બેઠક ૪૦ મિનિટ સુધી ચાલી હતી. તેમણે આ બેઠકમાં ગડકરીને નિર્દોષ સાબિત કરી શકે તેવા પુરાવાઓની માંગ કરી હતી. તેમણે ગુરુમૂર્તિને જણાવ્યું હતું કે હું ગડકરીને કેટલાક પ્રશ્નો પૂછવા માંગુ છું.
જેઠમલાણી દ્વારા ગડકરીના રાજીનામાની માંગ કરવામાં આવ્યા પછી ગડકરી પક્ષનાં વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ અને અરૃણ જેટલીને મળ્યા હતાં. પક્ષના અન્ય નેતાઓની પરસ્પરની મુલાકાતોમાં વધારો થયો છે. બલબીર પુંજ અને ગુરુમૂર્તિ લાલ કૃષ્ણ અડવાણી અને સુષ્મા સ્વરાજને મળ્યા હતાં. ધર્મેન્દ્ર પ્રસાદ અને સુષ્મા સ્વરાજ વચ્ચે પણ બેઠક યોજાઇ હતી. યશવંત સિંહા પણ સુષ્મા સ્વરાજને મળ્યા હતાં. જશવંત સિંહ અને યશવંત સિંહાએ પણ એકબીજાસાથે વાતચીત કરી હતી.
જો કે આ તમામ અટકળોનો મોડી રાત્રે એ સમયે અંત આવી ગયો હતો જ્યારે ભાજપ કોર ગુ્રપની બેઠકનાં અંતે જાહેરાત કરવામાં આવી હતી કે ગડકરી પક્ષ પ્રમુખ તરીકે ચાલુ રહેશે. ભાજપે જણાવ્યું હતું કે ગડકરીએ કોઇ ભૂલ કરી નથી અને પક્ષને તેમના પર સંપૂર્ણ વિશ્વાસ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved