Last Update : 07-November-2012, Wednesday

 

વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ભરાયાં પહેલાં
આદર્શ આચારસંહિતાના નામે નાગરિકો પર ત્રાસ શા માટે ?

વ્યક્તિ સ્વતંત્રતા પર તરાપ લાદવા અંગે કઇ સત્તા છે, ચૂંટણી પંચ ખુલાસો કરેઃ હાઇકોર્ટ

અમદાવાદ,મંગળવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતના પગલે સમગ્ર ગુજરાતમાં ચૂંટણીપંચે લાદેલી આદર્શ આચારસંહિતા અન્વયે અઢી લાખથી વધુ રોકડ લઇ જનાર વ્યક્તિ અંગે હાથ ધરાયેલી કાર્યવાહીની કાયદેસરતાનો પ્રશ્ન આજે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ચેમ્બર્સ ઑફ કૉમર્સ સહિતની સંસ્થાઓએ કરેલી રિટની સુનાવણીમાં ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. આદર્શ આચારસંહિતાના નામે નાગરિકો પર ત્રાસ શા માટે ત્રાસ ગુજરાવામાં આવે છે અને વ્યક્તિ સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકાર પર તરાપ લાદવા માટે ચૂંટણીપંચ પાસે કઇ કાનૂની સત્તા છે એવા ઉપસ્થિત કરાયેલા મુદ્દે હાઇકોર્ટે ચૂંટણીપંચને ખુલાસો કરવા જણાવ્યું હતું.
ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેન્ચ સમક્ષ જાહેરહિતની રિટ અંગે હાથ ધરાયેલી કાર્યવાહીમાં હાઇકોર્ટે ચૂંટણીપંચની કાર્યવાહી અંગે ગંભીર નોંધ લેતાં ટકોર કરી હતી કે જે તે પક્ષોના ચૂંટણીમાં ઉમેદવારો ઉમેદવારી નોંધાવે તે પછી શંકાસ્પદ રોકડની હેરાફેરી બાબતે રકમ જપ્ત કરવાની કાર્યવાહી કરે તે સમજી શકાય તેવી બાબત છે પરંતુ ઉમેદવારી નોંધાયા પહેલાં હાલમાં આદર્શ આચારસંહિતાના અમલ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંગે ચૂંટણીપંચ પાસે કઇ સત્તા છે? હાલમાં અઢી લાખથી ઉપરની રકમ લઇ જનારને થતી હેરાનગતિ વ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ લાદતી હોય તેમ જણાય છે. ચૂંટણી અંગે જાહેરનામું બહાર પાડવાથી ચૂંટણીનું સમાપન થાય ત્યાં સુધી રોકડ રકમ કબજે કરવા અંગે થઇ રહેલી આ કાર્યવાહીનો ચૂંટણીપંચ પોતાની કાનૂની સત્તા અંગે ખુલાસો કરે.
ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ અને ભાગ્યોદય જનપરિષદ વતી સિનિયર એડવોકેટ્સ ભાસ્કર તન્ના અને મહિર જોષીએ રજુઆત કરી હતી કે ભારતના બંધારણ અને ૧૯૫૧ ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમને સાથે વાંચતા ચૂંટણીપંચને ઉમેદવારી નોંધાયા પહેલા આવું ઓચિંતું સર્ચ અને સિઝર કરવાની કોઇ સત્તા નથી. ચૂંટણીલક્ષી અન્ય સત્તાઓ અને આદર્શ આચારસંહિતા ઉમેદવારો અને રાજકીય પક્ષોને લાગુ પડે તે સમજી શકાય તેમ છે પરંતુ સામાન્ય પ્રજાજનોને લાગુ પાડી શકાય નહીં અને ચૂંટણીમાં ઉમેદવારી કોણ કરવાનું છે તેની તો હજુ કોઇને ખબર નથી. આવી જો કોઇપણ કાયદેસરની સત્તા ચૂંટણીપંચ ધરાવતું હોય તો પણ તે ઉમેદવારો ઉમેદવારી નોંધાવે તે પછી અમલી બની શકે અને ચૂંટણીના પરિણામો જાહેર થાય ત્યાં સુધી અમલમાં રહી શકે.
ચૂંટણીપંચના એડવોકેટ પર્સી કવિનાએ દલીલ કરતાં કહ્યું હતું કે અનુચ્છેદ ૩૨૪ હેઠળ ચૂંટણીપંચને તમામ ચૂંટણીઓ હાથ ધરવા અંગે દેેેખરેખ રાખવાની, નિર્દેશો આપવાની અને અંકુશ રાખવાની અબાધિત સત્તા છે. આ ચૂંટણીઓના સમયગાળા દરમ્યાન બિનહિસાબી રોકડના પ્રવાહને રોકવાની પણ સત્તા છે. તે અંગે સર્ચ અને સિઝરની થતી કાર્યવાહીથી સામાન્ય પ્રજાને ત્રાસ આપવામાં આવતો હોવાની દલીલમાં ખરેખર તો ચૂંટણી દરમ્યાન રોકડ લેવડદેવડના દુષણને નિવારવાના ઉદ્દેશના કારણે થતી અગવડતાની બાબત છે પરંતુ તેનાથી જાહેર હિત સચવાય છે. નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી હાથ ધરવાની પ્રક્રિયા છે. હાઇકોર્ટે ચૂંટણીપંચને સત્તાઓ વાપરવા દેવી જોઇએ. આવતીકાલે આ રિટ અગે વધુ સુનાવણી ચાલુ રહેશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved