Last Update : 07-November-2012, Wednesday

 

દિવાળી ટાંકણે બજારમાં શુદ્ધ-ઘીના નામે વેંચાતા વિવિધ પ્રકારના 'ઘી'ની રામાયણ

બટર ઓઈલ, પામતેલ વિ.નો ઉપયોગ કરી શુદ્ધ-ઘીની સુગંધ મેળવી આવા 'ઘી' તરીકે ઓળખાતા પદાર્થોનો દિવાળી ટાંકણે વપરાશ વધતા મીઠાઈ ઉત્પાદકોમાં ચિંતાની લાગણી

મુંબઈ,મંગળવાર
દિવાળીના તહેવારો નજીક આવ્યા છે અને મીઠાઈઓ તથા વિવિધ ચીજોમાં ધીનો વપરાશ આ દિવસોમાં વધુ થાય છે. ત્યારે શુદ્ધ ઘી-ઘી જેવું સ્વરૃપ અને દેખાવ તથા સુગંધ ધરાવતા વિવિધ ઘીનું ઉત્પાદન કરતા ઉત્પાદકો સક્રિય બન્યાના નિર્દેશો બજારમાંથી વહેતા થયા છે. હકીકતમાં પ્યોર-શુદ્ધ ઘી બનાવતા ઉત્પાદકોની ઉત્પાદન પડતર કિલોના રૃ.૩૫૦થી ૪૦૦ જેટલી આવે છે ત્યારે ઉપર જણાવ્યા મુજબના 'ઘી' (!)ના બજારભાવો કિલોના રૃ.૨૪૦થી ૨૫૦ બોલાઈ રહ્યા છે. ઘણા મીઠાઈ ઉત્પાદકો તથા બલ્ક વપરાશ કારો આવું ઘી વપરાશમાં લઈ ઉત્પાદન ખર્ચ નીચો રાખવા પ્રયત્નો કરી રહ્યા છે અને બજારમાં મોંઘવારીના માહોલમાં ટકી રહેવા પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ આવું ઘી મીઠાઈ આરોગતા ગ્રાહકો માટે આરોગ્યની દ્રષ્ટિએ નુકશાનકારક સાબિત થવાની ભીતિ છે.
બજારમાં ચર્ચાતી વાતો મુજબ ર્ડેન્માર્કથી આયાત તથા બટર ઓઈલનો ઉપયોગ આવા ઘી ઉત્પાદકો કરી રહ્યા છે. આવા બટર ઓઈલમાં પ્રક્રિયા અને બ્લેન્ડીંગ કર્યા પછી ઘીની સુગંધ લાવવા જર્મનીથી આયાત થતા અમુક કેમિકલ્સનો પણ ઉપયોગ થાય છે. આવા ઉત્પાદકો સુગંધ લાવવા આવા ઘીની ઉપર પ્યોર-શુદ્ધ ઘી પણ છંટકાથી દેતા હોય છે. આયાતી બટર ઓઈલ કિલોના રૃ.૬૦થી ૭૦ની પડતરમાં ઇમ્પોર્ટરોને પડતું હોવાની ચર્ચા છે. વિશ્વ બજારમાં વિવિધ ચરબીના ઉત્પાદનોમાં બાય-પ્રોડકટ તરીકે આવું બટર ઓઈલ બને છે જેમાંથી બનતા ઘીનો વપરાશ કોલેસ્ટોરલ વધારે છે એવી ચર્ચા સંભળાઈ છે. આ ઉપરાંત અમુક ઉત્પાદકો આયાતી પામતેલની ફ્રીઝ કરી (થીજવી) બ્લેન્ડીંગ તથા સુગંધની પ્રક્રિયા કરી ઘીના સ્વરૃપમાં વેંચતા થયાની પણ હવા બજારમાં ચગી છે.
એકંદરે આવા પ્રકારના ઘીની ઉત્પાદકોને પડતર કિલોના રૃ.૧૮૦ જેટલી થાય છે. જયારે બજારભાવો રૃ.૨૪૦થી ૨૫૦ મળે છે. આની સામે હકીકતમાં પ્યોર-શુદ્ધ ઘી બનાવતા ઉત્પાદકો દૂધમાંથી નિકળતા ક્રિમનો ઉપયોગ કરે છે. આવા ક્રિમનો ભાવ કિલોના રૃ.૨૮૦ આસપાસ પડે છે અને આવા ક્રિમનું પ્રોસેસીંગ કરતાં આવા એક કિલો ક્રિમમાંથી આશરે ૫૦૦થી ૬૦૦ ગ્રામ શુદ્ધ-ૃઘી બને છે. આ ઉપરાંત વિવિધ ખર્ચ ગણતાં શુદ્ધ-ઘીના બજાર ભાવો કિલોના રૃ.૪૫૦થી ૫૦૦ આસપાસ થઈ જાય છે. આનાથી અડધા ભાવે નકલી-શુદ્ધ-ઘી વેંચાય છે! દિવાળીના દિવસોમાં મુંબઈમાં શુદ્ધ-ઘીનાં વપરાશ ૩૫૦થી ૪૦૦ ટનનો તથા વનસ્પતિનો વપરાશ હજારેક ટનનો થઈ જાય છે. શુદ્ધ-ઘીના નામે વેંચાતા અને લેભાગુ તત્વો દ્વારા બનાવતા ઘીમાં ૧૫ કિલોના ડબ્બામાં શુદ્ધ-ઘીનું પ્રમાણ માંડ ૮૦૦થી ૧૦૦૦ ગ્રામ જેટલું જ હોય છે એવું ગણિત ઘી બજારમાં મંડાય છે! અમુક ઘી બનાવવા તો અમુક વર્ગ મટનટેલો પણ વાપરતો હોવાની ચર્ચા છે. ચરબીનું પ્રમાણ ધરાવતા પદાર્થો આવું ઘી બનાવવા વપરાતા હોય છે. હકીકતમાં ઘીની શુદ્ધતા ચકાસવા લેબોરેટરી ટેસ્ટ કરાવી શકાય છે. પૃથ્થકરણ કરાવી સર્ટિફાઈટડ પણ કરાવી શકાય છે એવું સૂત્રોએ જણાવ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved