Last Update : 07-November-2012, Wednesday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૭ નવેમ્બરથી મંગળવાર ૧૩ નવેમ્બર સુધી

 

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજીપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે કુલ ૭૮ કાર્ડ દ્વારા ભાવિ ફળકથન કરવામાં આવે છે જેમાં દરેક કાર્ડ પર રેખાંકન કરેલા ચિત્રનું અલગ અલગ અર્થઘટન થતું હોય છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઇન્ટરનેટ દ્વારા ગુગલ પરથી મેળવી શકાય છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

મેષ (અ. લ. ઇ.) ઃ The World - ધ વર્લ્ડ દુનિયાના નકશાનું વિવિધ મહત્ત્વના સ્થળોને દર્શાવતું ચિત્ર તમારા માટે પ્રવાસ- મુસાફરીનું આયોજન થઈ શકવાનું સૂચવી જાય છે. આવકમાં વધારો થશે કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઉજવણી કરી શકશો. તા. ૧૦, ૧૧, ૧૨, ૧૩ શુભ.

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Ten of wands- ટેન ઓફ વૉન્ડસ દસ ભાલા આકારની દર્શાવવામાં આવેલી લાકડીઓનું ચિત્ર તમને કોઈ વાદવિવાદમાં ન ઉતરવાની સલાહ આપે છે. સ્વ-પ્રયત્નો દ્વારા કરવામાં આવતા કાર્યોમાં સફળતા મળશે. તમારા અગત્યના કાર્યો અંગે સંતાનોનો સહકાર લઈ શકશે તા. ૭, ૧૨, ૧૩ શુભ.

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Hangedman - ધ હેંગમેન ઉંધા માથે લટકાવાયેલી વ્યક્તિનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા એકાદ કાર્યમાં નિષ્ફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. નવા કાર્યોની શરુઆત કરવા ઉતાવળા ન બનવું સંતાનો સાથે વાદ-વિવાદ થશે ખર્ચાઓ વધુ પ્રમાણમાં થશે. તા. ૮, ૯ શુભ.

 

કર્ક (ડ. હ.) Five of Wands - ફાઇવ ઓફ વોન્ડ્સ એક વૃદ્ધ અશક્ત વ્યક્તિ ધીમા પગલે ચાલી રહેલી દર્શાવવામાં આવેલી છે. તે ચિત્ર તમને દરેક કાર્યોમાં ધીરજ રાખવા સૂચવી જાય છે. સ્વ-આરોગ્ય અંગે સામાન્ય કાળજી રાખવી આકસ્મિક મુસાફરીનો યોગ ઉદ્ભવશે તા. ૭, ૧૦, ૧૧ શુભ.

 

સિંહ (મ. ટ.) ઃ The Sun - ધ સન ઉગતા સૂર્યનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. શુભ સમાચાર મળશે તમારા વ્યવસાય ક્ષેત્રે લાભદાયક પરિસ્થિતિ સર્જાશે યશ મેળવી શકશો તા. ૮, ૯, ૧૨, ૧૩ શુભ.

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ Judgement - જજમેન્ટ સ્ત્રી- પુરુષનું એકબીજા સાથે વાતચીત કરી રહેલું અને સાથે રહેલી વડિલ વ્યક્તિનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા દાંપત્યજીવનમાં કોઈ વિખવાદ સર્જાયો હોય તેનો સુખદ ઉકેલ આવવાનું સૂચવી જાય છે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મેળવી શકશો તા. ૭, ૧૦, ૧૧ શુભ.

 

તુલા (ર. ત.) ઃ The Star - ધ સ્ટાર આકાશમાં ચમકી રહેલા તારલાઓનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા માટે સુખ-શાંતિમાં વધારો થવાનું સૂચવી જાય છે. વર્તમાન સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. તમારી અંગત જરૃરિયાતોને લઈ આકસ્મિક ખર્ચાઓ થઈ શકશે. તમારા વ્યવસાય ક્ષેત્રે લાભદાયક પરિસ્થિતિ સર્જાશે. તા. ૭, ૮, ૯, ૧૨, ૧૩ શુભ.

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Moon - ધ મૂન આકાશમાં ખીલી ઉઠેલા ચંદ્રનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમે કોઈ મહત્ત્વના નિર્ણયો મક્કમતાપૂર્વક લઈ શકવાનું સૂચવી જાય છે. સહકુટુંબ પ્રવાસ મુસાફરીનું આયોજન કરી શકાશે. નવી ચીજવસ્તુઓની ખરીદી અંગે ખર્ચાઓ થઈ શકશે. મિત્રો સાથેની મુલાકાત લાભદાયક બની રહેશે. તા. ૮, ૯, ૧૦, ૧૧ શુભ.

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ Temperance - ટેમ્પરન્સ પરી સમાન સુંદર રાજકુમારીનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમને જીવનસાથીનો સહકાર પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે. અવિવાહિત હોય તેઓને યોગ્ય જીવનસાથીની પસંદગી કરી શકવા અંગેની તક પ્રાપ્ત થશે. નાણાંકીય બાબતો માટે નોંધપાત્ર નિર્ણયો લેવાના આવશે. તા. ૧૦, ૧૧, ૧૨, ૧૩ શુભ.

 

મકર (ખ. જ.) ઃ Four of Wands - ફોર ઓફ વોન્ડ્સ પર્વતીય વિસ્તારમાં દૂર દેખાઈ રહેલ એક જૂના મકાનનું દર્શાવવામાં આવેલું ંચિત્ર તમારી વડીલોપાર્જિત મિલ્કતો અંગે કોઈ મહત્ત્વના નિર્ણયો લઈ શકવાનું સૂચવી જાય છે. વિલંબમાં પડેલા કાર્યોને ઉકેલી શકશો. સ્વ-આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે, વધુ પડતી દોડાદોડી રહેશે તા. ૭, ૧૨, ૧૩ શુભ.

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ Page of swords- પેજ ઓફ સ્વોડસની હાથમાં ભાલા સાથે ઉભેલી શક્તિશાળી વ્યક્તિનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારે એકાદ કસોટીમાંથી પસાર થવાનું આવવા સૂચવી જાય છે. જેમાં તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી વિજય મેળવી શકવાનું સૂચવી જાય છે. વારસાગત પ્રશ્નોને લઈ કૌટુંબિક નિર્ણયો લેવાના આવશે. વડીલ વ્યક્તિઓનો સહકાર મેળવી શકશો તા. ૭, ૮, ૯ શુભ.

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Chariot - ધ શેરીઓટ પાંચ ઘોડાવાળા રથને હંકારી રહેલા સારથિનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા માટે નવીન કાર્યની શરુઆત કરી આગળ વધવા સૂચવી જાય છે. જીવનસાથીનો સહકાર મેળવી શકશો. સંતાનોની કારકિર્દી માટે નોંધપાત્ર નિર્ણયો લેવાના આવશે તથા તેઓની પ્રગતિ જોવા મળશે. ખર્ચાઓ વધુ પ્રમાણમાં થશે તા. ૮, ૯, ૧૦, ૧૧

 

ફિલ્મ અભિનેત્રી શ્રીદેવીનો ગ્રહોની દ્રષ્ટિએ વર્તમાન સમય

 

તાજેતરમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ ઇંગ્લીશ વિંગ્લીશમાં ફિલ્મ અભિનેત્રી શ્રીદેવીએ ૧૪ વર્ષ બાદ રૃપેરી પરદા પર પુનઃ આગમન કર્યું છે જણે માત્ર ચાર વર્ષની ઉંમરે અભિનયની બાળ કલાકાર તરીકે તમિલ ફિલ્મ કુંદનકસનાઈથી શરુઆત કરીહતી અને આજ દિન સુધીમાં હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ તથા કેટલીક કન્નડ ફિલ્મોમાં પણ કામ કરેલું છે. શ્રીદેવીનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૬૩ના રોજ થયેલો છે જેની તુલા લગ્નની જન્મ કુંડળીમાં ચતુર્થ સ્થાને પોતાની સ્વરાશિમાં રહેલા મકર રાશિના શનિ દ્વારા તથા શશયોગ તેમજ લગ્નેશ શુક્રનું ચંદ્રની કર્ક રાશિમાં દસમા સ્થાને લાભેશ સૂર્યની સાથેની યુતિ અને કર્મેશ તરીકે પોતાની ઉચ્ચની વૃષભ રાશિમાં રહેલા ચંદ્ર તેમજ ચંદ્ર- શુક્રના પરિવર્તન યોગના કારણે અભિનય ક્ષેત્રે ખૂબ જ પ્રસિદ્ધિ આપવા ઉપરાંત ટોચનું સ્થાન આપ્યું અને હાલમાં કર્મેશ ચંદ્ર સાથે પસાર થઈ રહેલા ગુરૃના કારણે પુનઃ ફિલ્મ ક્ષેત્રે આવતા પ્રદર્શિત થયેલી ફિલ્મને સારો આવકાર સાંપડયો છે એ સંજોગોમાં ગ્રહોની દ્રષ્ટિએ વર્તમાન સમય વિશે જ્યોતિષની દ્રષ્ટિએ અવલોકન કરતા જણાવી શકાય કે મે ૨૦૧૨થી સપ્ટેમ્બર ૨૦૧૪ દરમ્યાન ગુરૃ મધ્યે રાહુની અન્તર્દશામાં તેનું જબરજસ્ત ભાગ્ય પરિવર્તન અને લોકપ્રિયતા જોવા મળશે. મિથુન રાશિમાં રહેલા ભાગ્યસ્થાને ઉચ્ચના રાહુના કારણે પુનઃ એકવાર પ્રતિષ્ઠા હાંસલ કરશે. ૨૩ ડિસેમ્બરના તુલા રાશિમાં પ્રવેશતો રાહુ ગોચરના ઉચ્ચના શનિ સાથે આવતા પંચમેશ તરીકે સંતાન સ્થાનનો અધિપતિ બળવાન થતો હોઈ મે ૨૦૧૩થી મે ૨૦૧૪ દરમ્યાન પોતાની દિકરી જ્હાનવી અને ખુશીની કારકિર્દીને નવો વળાંક આપશે અને સંતાનોને સાથે રાખીને ફિલ્મ ક્ષેત્રે કંઈક નવું નિર્માણ કરશે.

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved