Last Update : 07-November-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૭-૧૧-૨૦૧૨, બુધવાર
આસોવદ આઠમ - કાલાષ્ટમી
પૂર્વમાં શનિ ઉદય
બજારોમાં - હવામાનમાં ફેરફારી?

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૯ મિ., સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૪૬ મિ., સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૯ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૪૩ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૧ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૩૭ મિ., (સૂ) ૭ ક. ૩૪ મિ., (મું) ૭ ક. ૩૧ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૧૧ ક. ૦૫ મિ. સુધીમાં જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ આશ્લેષા રાત્રે ૧૧ ક. ૦૫ મિ. સુધી પછી મઘા. આજે રાત્રે ૧૧ ક. ૦૫ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે આશ્લેષા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૃ-વૃષભ,
શુક્ર-કન્યા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન
ચંદ્ર- રાત્રે ૧૧ ક. ૦૫ મિ. સુધી કર્ક પછી સિંહ
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન હેંમત ઋતુ રા.દિ. કા. ૧૬
માસ, તિથિ, વાર ઃ
આસોવદ આઠમને બુધવાર
- કાલાષ્ટમી
- શનિ ઉદય પૂર્વમાં હવામાનમાં, બજારોમાં ફેરફારી! ત્રણ દિવસ પછી તેજી! રૃમાં મંદી! મગ, લસણ, ચોખાના ભાવ વધે! ઘઉંની ખેંચ વર્તાય! અન્ય અનાજ સારું! નેતાઓમાં, રાજકીય પક્ષોમાં વિગ્રહ! અનુષ્મદને પીડા, નદી, તળાવ સૂકાય! દુર્ભિક્ષ!
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ, માસનો ૨૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ખોરદાદ, માસનો ૨૨ રોજ ગોવાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ બજારોની, હવામાનની ફેરફારોમાં ધંધાકીય કામકાજમાં આપે જાગૃતિ, સાવધાની રાખવી પડે. નોકરીના કામમાં ચિંતા-ઉચાટ રહે.

 

વૃષભ ઃ લોભ-લાલચમાં, ઉતાવળમાં ધંધામાં તકલીફ, નુકસાન થાય નહીં તેની તકેદારી, સાવધાની રાખવી. નોકરીમાં કામની ચિંતા રહે.

 

મિથુન ઃ નોકરી-ધંધાના કામમાં, આપ સાવચેતીપૂર્વક ધંધો કરશો તો ફાયદો-લાભ થાય. જવાબદારીવાળું કામ ઉકેલાતું જાય.

 

કર્ક ઃ નોકરી ધંધાના કામમાં શાંતિ-રાહત જણાય નહીં. પોતાના અંગત કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવો. તકલીફ પડે.

 

સિંહ ઃ બજારોની-હવામાનની ફેરફારોમાં આપે આપના રોજીંદા કામમાં ઉતાવળ કર્યા વગર ધીરજથી સાવચેતી પૂર્વક કામ કરવું.

 

કન્યા ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલવામાં સાનુકુળતા રહે. ધંધાના કામમાં ધ્યાન આપી શકો. નોકરીનું કામ, પરિવારનું કામ ઉકેલાતું જાય.

 

તુલા ઃ નોકરી-ધંધાના, સરકારી, રાજકીય ખાતામાં કામમાં આપને હળવાશ-રાહત રહે. સીઝનલ ધંધો થઈ શકે.

 

વૃશ્ચિક ઃ ધંધાના કામની વ્યસ્તતા રહે. આકસ્મિક કોઈને મળવાનું થાય. નવો ધંધો-કામ હોય તે અંગેની ચર્ચા વિચારણા થાય.

 

ધન ઃ આજે આપે બજારોની વધઘટમાં, હવામાનની ફેરફારોમાં નોકરી-ધંધામાં તેમજ પોતાના આરોગ્યની બાબતમાં ધ્યાન રાખવું.

 

મકર ઃ આપના રોજીંદા કામમાં હળવાશ, રાહત રહે. નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકે. તે અંગે કોઈને મળવાનું થાય.

 

કુંભ ઃ આપ હરો ફરો, કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનની વ્યગ્રતા, ચિંતા, રૃકાવટ, તકલીફ, નોકરી-ધંધાના કામમાં જણાય.

 

મીન ઃ નોકરી ધંધાના કામમાં હળવાશ, રાહત રહે. આવક થવાથી, ઉધરણી આવવાથી રાહત સાથે વધારાનું કામ થાય.

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૭-૧૧-૨૦૧૨, બુધવાર

 

આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. પરંતુ તમારા જન્મના ગ્રહયોગની પ્રબળતાના કારણે તમને મોટી કોઈ તકલીફ પડે નહીં. પારિવારીક પ્રશ્નમાં, મિલ્કતના પ્રશ્નમાં તમને તકલીફ અનુભવાય. પરંતુ છેવટે તમારી તકલીફ, મુશ્કેલ ઉકેલાતા આપ હળવાશ, રાહત અનુભવો. હૃદય-મન પ્રસન્ન રહે. વિશેષમાં - - નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં એકદમ નવા ફેરફારો, સ્થળાંતર કે આયોજનના નિર્ણયમાં કોઈના દોરવાયા દોરવાઈ જવું નહિ. તમારા જન્મના ગ્રહયોગ પ્રમાણે નિર્ણય કરવો.- માતૃપક્ષે, પિતૃપક્ષે બિમારી, ચિંતાનું આવરણ આવી જાય. તે સિવાય આ વર્ષમાં તમારા કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું ફળ, ફાયદો, લાભ, અન્યને વધારે થાય જ્યારે તમને ઓછો ફાયદો, લાભ જણાય. - સ્ત્રી વર્ગને વર્ષ દરમ્યાન સતત કામની વ્યસ્તતા સગા સંબંધી, મિત્રવર્ગના કારણે, કોઈની બિમારીના કારણે રહે. પોતાને પણ શ્રમ, થાક, કંટાળો, નિરસતા સાંસારિક, કૌટુંબિક જીવનમાં જણાય. - વિદ્યાર્થીઓને ભણવામાં ધ્યાન આપવું પડે. મિત્રવર્ગથી સમય-નાણાંનો વ્યય થાય. પસ્તાવો થાય.

 

સુપ્રભાતમ્

- જે શાસક સાચો ઉપાય જાણતો હોય તે મોટા કે નાનાને (જીતવા) માટે સરખો જ શક્તિમાન હોય છે, જેમ નદીનો ઘમંડ વેગ વૃક્ષોને કે ઘાસને ઉખાડી નાખવા શક્તિ ધરાવે છે તેમ.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન લગભગ અડધી કલાકથી ચા ભરેલા કપ સામે જોઈ રહ્યો હતો. એવામાં ત્યાં મગન જઈ ચડયો. એને ચાની બહુ તલપ લાગેલી એટલે છગન સામેના ચા ભરેલા કપને ઉપાડીને એક જ ઘૂંટડે ચા પી ગયો અને બોલ્યો, ''સોરી દોસ્ત ! પણ મને ચાની બહુ તલપ લાગેલી એટલે તારી સામે પડેલી ઠરેલી તો ઠરેલી ચા પી ગયો... હવે તારા માટે તાજી ચા મંગાવું છું...''
એ સાંભળીને છગન રડવા લાગ્યો. એટલે મગન બોલ્યો, ''અરે યાર, એમાં રડે છે શાનો ? ચાનો કપ જલદી લાવવા વેઈટરને કહું છું.''
''ભાઈ મારા,'' છગન બોલ્યો, ''હું ચા માટે નથી રડતો પણ મારા નસીબ માટે રડું છું. આજે મારું નસીબ જ ફુટલું છે...જો સવારે આફિસે મોડો પડયો તો શેઠે મને કાઢી મૂક્યો... એટલે હું બહાર નીકળીને દરવાજે આવ્યો તો મારું બાઈક ચોરાયું જોયું... ત્યાંથી ઘરે ગયો તો વાઈફ કોઈક શખસ સાથે મજા લઈ રહી હતી...આથી નિરાશ થઈને અહિં આવીને ચાનો ઓર્ડર આપ્યો અને ચા આવી એટલે એમાં મરી જવાની ટેબલેટો નાંખીને એ ચા પીવાનો વિચાર કરતો હતો ત્યાં તું આવી ચઢ્યો અને એ ચા ગટગટાવી ગયો...બોલ, કેવું છે નસીબ ?''

[Top]
 

આજ ની રેસીપી

દિવાળીનાં નાસ્તા-મીઠાઈ

પૂરીચાટ

 

સામગ્રી ઃ મેંદાની કડક પૂરી ૨૦-૨૫ નંગ, ૨૦૦ ગ્રામ રાજમા, ચાર ટેબલસ્પૂન બટર, બે ટેબલસ્પૂન ટામેટા સોસ, લાલ મરચું, મીઠું, તાંદુરી મસાલો કેે ચીલી હોટ સોસ, બારીક સમારેલી કોબી, ટામેટાં, લીલા કાંદા.

 

રીત ઃ રાજમાને ત્રણ-ચાર કલાક પલાળીને કૂકરમા બાફી લેવા. હવે એક વાસણમાં રાજમા, બટર, ટમેટો સોસ, મરચું-મીઠું, તંદુરી મસાલો બઘું નાખી ગરમ કરો. રાજમાને થોડા ક્રશ કરવા ઘટ્ટ થવા દેવું. પીરસતી વખતે ડિશમાં ત્રણ-ચાર પૂરી મૂકી ઉપર ગરમ રાજમાનું પૂરણ મૂકી ઉપર કોબી, ટામેટાં, કાંદો હોટ ચીલી સોસ નાખી ચીઝ ભભરાવવું. રાજમા આગલા દિવસે તૈયાર કરીને ફ્રીઝમાં રાખવા તો બીજા દિવસે આરામથી મહેમાનને પીરસી શકાય.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved