Last Update : 06-November-2012, Tuesday

 

ફ્રેઈટ કોરિડોર કૌભાંડના આરોપીઓ સામે પોલીસનું કુણું વલણ
૬.૩૦ કરોડના કૌભાંડીઓની સત્વરે ધરપકડ કરવા ઉગ્ર રજુઆત

ખોટા બહાના કાઢી કરજણના સી.પી.આઈ. વાળા આરોપીઓની ધરપકડ કરવાના બદલે તેમને છાવરતા હોવાનો આક્ષેપ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
કેન્દ્ર સરકારના ડેડિકેટેડ ફ્રેઈટ કોરીડોરની મહત્વાકાંક્ષી યોજનાના ભાગરૃપે નડિયાદથી સુરત સુધીની રેલ્વે લાઈન માટે જમીન સંપાદન કરનાર સરકારી અધિકારીઓ, કેટલાક ગામોના સરપંચો તેમજ તલાટીઓ દ્વારા આશરે રૃા.૫૦૦ કરોડનું મહાકૌભાંડ કરાયું હોવાનું ખેડૂત આલમમાં ચર્ચાય છે. આ પૈકી રૃા.૬.૩૦ કરોડના કૌભાંડમાં ઈંટોલા ગામના મહિલા સરપંચ રેશમાબેનના પતિ ભુપેશભાઈ પટેલ કે જેઓ છેલ્લા ચાર મહિનાથી જેલમાં છે અને તેની જામીન અરજી પણ સેશન્સ કોર્ટે રદ કરી છે. પરંતુ આ મહાકૌભાંડના અન્ય આરોપીઓ ખુલ્લેઆમ ગામમાં ફરે છે અને કરજણ સી.પી.આઈ. વાળા તેઓને છાવરતા હોવાની અરજી ભોગ બનેલા કેડૂતોએ આજે ડી.એસ.પી.ને કરી છે.
આ મહાકૌભાંડમાં ખાસ નોંધપાત્ર મુદ્દો એ છે કે પોલીસે ચાર્જશીટમાં જે આરોપીઓના નામોનો ઉલ્લેખ કર્યો છે તે પૈકી ઈંટોલા ગામના સરપંચ રેશમાબેન ભુપેશભાઈ પટેલ ડે. સરપંચ ખોડાભાઈ શંકરભાઈ રબારી તેમજ તલાટી - કમ - મંત્રી આશાબેન એમ. ચૌધરી આગોતરા જામીન માટે કરેલી અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે.
ઈટોલાના ખેડૂતોની જમીન ફ્રેઈટ કોરીડોર માટે સંપાદન કરાઈ, તેમાં અત્યંત મોટા પ્રમાણમાં ગેરરીતિઓ આચરવામાં આવી છે. ખેડુતોને જમીન સંપાદનની રકમ ચુકવાઇ, પણ આ જમીન પરના પાકના વળતરની રૃા.૬.૩૦ કરોડની રકમ આ કૌભાંડના આરોપીઓ સરકારી અધિકારીઓ સાથેના મેળાપીપણામાં ચાંઉ કરી ગયા છે.
ઇટોલાના ભોગ બનેલા ખેડુતોએ આજે ડી.એસ.પી.ને સુપ્રત કરેલી અરજીમાં ગંભીર આક્ષેપ કર્યો છે કે આ કૌભાંડના આરોપીઓ સી.પી.આઇ. વાળાની મહેરબાનીથી ખુલ્લેઆમ ગામમાં ફર છે અને આ પોલીસ અધિકારી ખેડુતોને ધમકી આપે છે કે, જાવ તમારાથી થાય એ કરી લેજો. અમારા તો મિત્તલબંધુઓ છે. તેના સગા વિનય મિત્તલ રેલ્વે બોર્ડના ચેરમેન છે એટલે બધુ સેટીંગ છે. તેઓ કહેશે એવું જ થશે.'' આવી રજુઆત ખેડુતોએ ડી.એસ.પી. સમક્ષની અરજીમાં કરી છે.
ઉલ્લેખનીય છે કે રેલ્વે બોર્ડના ચેરમેન વિનય મિત્તલ છે. અને નડિયાદથી સુરત સુધીની જમીન સંપાદનની કામગીરીનો કોન્ટ્રાકટ પ્રદિપભાઇ મિત્તલ, અનિરૃધ્ધ પ્રદિપભાઇ મિત્તલ અને સિમાન્શુ પ્રદિપભાઇ મિત્તલની સૃષ્ટિ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને અપાયેલો છે. આ મિત્તલબંધુઓના નામો પણ પોલીસની ચાર્જશીટમાં ગીરફતાર નહીં કરાયેલા આરોપીઓની યાદીમાં નોંધાયા છે. સૃષ્ટિ એન્ટર પ્રાઇઝના મિત્તલ બંધુઓ રેલવે બોર્ડના ચેરમેનના સગાઓ હોવાની રજુઆત પણ ખેડૂતોએ કરી છે.
ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર અને સાક્ષીઓને ફોડવાના કાવતરા, તેમજ ધાક-ધમકી, કોર્ટના હુકમનું બહાનું અને ઉપરી અધિકારીઓનું દબાણ છે. જેવા બહાના કાઢી પોલીસ અધિકારીઓ ચાર્જશીટમાં નોંધેલા આરોપીઓને પકડતા નહી હોવાની ખેડૂતોએ ઉગ્ર રજુઆત કરી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved