Last Update : 06-November-2012, Tuesday

 

ટાર્ગેટ પુરા કરવા લોકોની જાણ બહાર સીમકાર્ડ એકટીવેટ કરી દેવાતા
બોગસ સીમકાર્ડ એકટીવેટ કરવાનું કૈાભાંડ ઝડપાયું

રીલાયન્સના ચેનલ મેનેજર અને બે વેપારીની ધરપકડ ઃ ચાર હજારથી વધુ સીમકાર્ડ કબજે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
મોબાઇલ કંપનીઓ તરફથી આપવામા આવતો ટાર્ગેટ પુરો કરવા માટે લોકોના આઇ.ડી.પ્રુફ તથા ફોટોગ્રાફસ મેળવી તેઓની જાણ બહાર તેમના નામે સીમકાર્ડ એકટીવેટ કરી આચરવામાં આવતુ કૌભાંડ પોલીસે ઝડપી પાડયું છે. પોલીસે રીલાયન્સ કંપનીના ચેનલ મેનેજર તથા સ્ટેશનરી કોમ્પ્યુટર સીસ્ટમની દુકાન ચલાવતા બે વેપારીની ધરપકડ કરી છે. કૌભાંડની વધુ તપાસ માટે પોલીસે ત્રણયે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે હાલના ધંધાકીય હરિફાઇના યુગમાં ટકી રહેવા માટે મોબાઇલ કંપનીઓ લોભામણી સ્કીમો લોન્ચ કરી ગ્રાહકોને આકર્ષે છે. માર્કેટીંગ માટે આપતો ટાર્ગેટ પુરો થતો ન હોય રીટેઇલર્સ ડીસ્ટીબ્યુટર્સ તથા કંપનીના પ્રતિનિધિઓ દ્વારા શોર્ટકટ અપનાવી બોગસ દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવે છે. ગુનાહીત પ્રવૃતિ તેમજ આતંકવાદી સાથે સંકળાયેલાં ગુનેગારો આવા ખોટા નામે એકટીવેટ થયેલા સીમકાર્ડનો ઉપયોગ કરતા હોય છે. કે જેથી તેઓની ઓળખ છતી થાય નહિ આવા ખોટા નામે એકટીવેટ થયેલા સીમકાર્ડના વધુ એક કૌભાંડને એસ.એા.જી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. અને (૧) રવિન્દ્ર કુમાર શ્રી દયારામ યાદવ ઉ.વ.૩૪ (રહે નીલકંઠ ટેનામેન્ટ ઝાંસી) (૨) વિપુલ રમણીકભાઇ શાહ ઉ.વ.૨૯ (રહે વ્રજરત્ન એપાર્ટમેન્ટ અંબાલાલપાર્ક કારેલીબાગ) અને (૩) ભુપેન્દ્ર જશભાઇ પટેલ ઉ.વ.૩૫ (રહે ગુજરાત યુનિવર્સિટી સ્ટાફ કવાટર્સ ગુંજન ટાવર સામે સુભાનપુરા મૂળ રહે મેધવા બડાપુરા ભાલેજ પાસે તા. ઉમરેઠ જિ. આણંદ) ની સામે વાડી પોલીસ મથકમાં ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આરોપીઓ પાસેથી ચાર હજાર ઉપરાંત સીમકાર્ડ આઇ.ડી.પ્રુફ, એપ્લીકેશન ફોર્મ, રબર સ્ટેમ્પ વિગેરે કબજે લીધા છે.
પકડાયેલાં આરોપીઓ પૈકી રવિન્દ્રકુમાર યાદવ રિલાયન્સ કંપનીમાં ચેનલ મેનેજર તરીકે ડિસેમ્બર ૨૦૧૧થી નોકરી કરે છે.
વિપુલ શાહની સયાજીગંજ મનુભાઇ ટાવરના બેઝમેન્ટમાં કવોલીટી ઝરોક્ષ એન્ડ સ્ટેશનરી નામની દુકાન છે. જ્યારે ભુપેન્દ્ર પટેલ મનુભાઇ ટાવરમાં યશ કોમ્પ્યુટર સીસ્ટમ નામના રિલાયન્સ કંપનીના ડીસ્ટ્રીબ્યુટરની ત્યા નોકરી કરે છે. તથા મનુભાઇ ટાવરના ફુટપાથ પર રિલાયન્સના સીમકાર્ડનો સ્ટોલ છત્રી લગાવીને ચલાવે છે.
આરોપીઓ પાસેથી જે વ્યકિતઓનો આઇ.ડી.પ્રુફ અને ફોટો મળ્યા છે. તે વ્યકિતઓની જાણ બહાર જ તેમના નામે સીમકાર્ડ એકટીવેટ થઇ જતા હતા.
એસ.ઓ.જી એ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતાં જણાવ્યું હતુ કે કેટલાં સીમકાર્ડ એકટીવેટ કરીને ફરતાં કર્યા છે.? તેની તપાસ કરી તેની કોલ ડીટેઇલ રીપોર્ટ તથા સબસ્ક્રાઇબરના નામ સરનામાની વિગતો મેળવવાની છે.

ત્રણ મહિના પછી સીમકાર્ડની એમ.એન.પી. સ્કીમ કરાવતા
ચેનલ મેનેજરની ફરજ માત્ર ગ્રાહકોને સમજાવવાની જ હતી

વડોદરા,સોમવાર
પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યુ છે કે રવિન્દ્રકુમાર યાદવ કે જે રિલાયન્સ કંપનીમાં ચેનલ મેનેજર છે તેને એકપણ સીમકાર્ડ રાખવાનો અધિકાર નથી. દુકાને ફરીને માત્ર ગ્રાહકોને સમજાવવાની જ ફરજ છે. છતાં તેની પાસેથી ચાર હજાર ઉપરાંત સીમકાર્ડ મળી આવતા પોલીસને વધુ શંકા ઉભી થઇ છે. કવોલીટી ઝેરોક્ષ એન્ડ સ્ટેશનરી નામની દુકાનના વિપુલ શાહ દ્વારા રવિન્દ્રકુમરા યાદવન ડેટા આપવામાં આવતા હતા અને તે સીમકાર્ડ એકટીવેટ કરતો હતો. બોગસ દસ્તાવેજોના આધારે એકટીવેટ કરેલા સીમકાર્ડને ત્રણ મહિના પછી મોબાઇલ ફોન પોર્ટીબીલીટી કરાવતા હતા. બોગસ દસ્તાવેજોના આધારે એકટીવેટ થયેલા સીમકાર્ડ કોને કોને આપવામાં આવ્યા છે? અને તેનો શું ઉપયોગ થયો છે? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ પાસેથી ત્રાહિત લોકોના
૨૩૩ આઇ.ડી. પ્રુફ અને ૧૫૧ ફોટા મળી આવ્યા
જે લોકોને ખબર જ નથી તેમના નામે કાર્ડ એકટીવેટ થયા છે
વડોદરા,સોમવાર
રિલાયન્સ કંપનીના ચેનલ મેનેજર રવિન્દ્રકુમાર યાદવ પાસેથી ગેરકાયદે એકટીવેટ કરેલા રિલાયન્સ તથા જુદી જુદી કંપનીઓના ૨૬૭૩ સીમકાર્ડ મળ્યા છે. જ્યારે એકટીવેટ કરવા માટે કબ્જામાં રાખેલ રિલાયન્સ તથા જુદી જુદી કંપનીઓના નોન એકટીવ (ફ્રેશ) સીમકાર્ડ નંગ-૯૫૪ તથા એકટીવેટ કરેલ રજીસ્ટ્રેશન ફેઇલ થયેલ સીમકાર્ડ નંગ-૮૧૯ મળી કુલ ૪૪૪૬નો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે વિપુલ શાહ અને ભુપેન્દ્ર પટેલ દ્વારા મેળવેલા અન્ય વ્યક્તિઓના આઇ.ડી. પ્રુફ નંગ-૨૩૩, જુદી જુદી વ્યક્તિઓના ફોટા નંગ-૧૫૧, જુદી જુદી કંપનીઓના કસ્ટમર એપ્લીકેશન ફોર્મ નંગ-૨૩૨, ગેરકાયદે રીતે સીમકાર્ડ એકટીવેશન માટે તૈયાર કરી રાખેલ એપ્લીકેશન ફોર્મ નંગ-૩૮ તથા સાધનો, કાતર, સ્ટેમ્બર, ફુટપટ્ટી જુદા જુદા ફર્મના રબર સ્ટેમ્પ તથા ત્રણ મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે.
પોલીસે આ કૌભાંડના મુળ સુધી પહોંચવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે કારણ કે જે વ્યક્તિઓના આઇડી પ્રુફ, ફોટા ખોટીરીતે મેળવ્યા છે. તે વ્યક્તિઓને તો જાણ પણ નહિ હોય કે તેમના નામે કોઇ સીમકાર્ડ એકટીવેટ થયેલું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved